પંચરત્ન મોદક (Panchratna Modak Recipe In Gujarati)

ગણેશજી ના પ્રિય મોદક બનાવી તમે પણ ગણેશજી ના આશીર્વાદ મેળવો.
#SGC
પંચરત્ન મોદક (Panchratna Modak Recipe In Gujarati)
ગણેશજી ના પ્રિય મોદક બનાવી તમે પણ ગણેશજી ના આશીર્વાદ મેળવો.
#SGC
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં, ચોખા, મગ, ચણા અને શીંગદાણા ને જુદાજુદા ધીમા તાપે શેકી લો (સહેજ લાલાશ પડતાં) થાય ત્યાં સુધી શેકવા.
- 2
બધી જ સામગ્રી ઠંડી પડે પછી મિક્ષ્ચર જાર માં જુદી જુદી પીસી લો.
- 3
હવે લોયા માં ઘી ગરમ કરવા મૂકો, ઘી પીગળે એટલે ડ્રાય ફ્રુટસ નાખી શેકી બહાર કાઢી લો, હવે તેમાં સમારેલો ગોળ નાખી મિક્સ કરો, ગોળ ઓગળે એટલે ગેસ બંધ કરી દો. પાયો તૈયાર છે.
- 4
હવે તેમાં જાયફળ અને ઇલાયચી નો પાઉડર, દળેલી બધી જ સામગ્રી, ડ્રાય ફ્રુટસ ઉમેરી બધું જ બરાબર મિક્સ કરી મોદક ના સંચા માં દબાવી ને ભરી મોદકનો આકાર આપી દો, આ રીતે બધા જ મોદક બનાવી ઉપર પિસ્તા ની કતરણ થી સજાવી ગણપતિ બાપા ને પ્રસાદ ધરાવો.
- 5
નોંધ - ગોળ નું પ્રમાણ તમારા સ્વાદ મુજબ વધુ ઓછું કરી શકો છો. મોદક માટે નું મિશ્રણ સૂકું લાગે તો થોડું પીગળેલુ ઘી ઉમેરવું.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (6)
Suuuuuuuperb