છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#ATW1
#TheChefStory
#SJR
#paryushanspecial
#jainrecipe
#cookpadgujarati
#cookpadindia
#cookpad
છોલે ભટુરે એક ખૂબ જ ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી જૈન અને નોનજૈન એમ બંને વર્ઝનમાં બનાવી શકાય છે. તીખા ચટપટા છોલે સાથે સોફ્ટ અને ફુલેલા ભટુરે ખાવાની ખૂબ મજા આવે છે.

છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)

#ATW1
#TheChefStory
#SJR
#paryushanspecial
#jainrecipe
#cookpadgujarati
#cookpadindia
#cookpad
છોલે ભટુરે એક ખૂબ જ ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી જૈન અને નોનજૈન એમ બંને વર્ઝનમાં બનાવી શકાય છે. તીખા ચટપટા છોલે સાથે સોફ્ટ અને ફુલેલા ભટુરે ખાવાની ખૂબ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 લોકો માટે
  1. ભટુરે નો ડોહ તૈયાર કરવા માટે:
  2. 2 કપમેંદો
  3. 1/4 કપરવો
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 4 Tbspદહીં
  6. 1 Tbspતેલ
  7. 1 Tspખાંડ
  8. 1/2 Tspબેકીંગ પાઉડર
  9. જરૂરિયાત મુજબ પાણી
  10. છોલે બનાવવા માટે:
  11. 1 કપકાબુલી ચણા
  12. 2 Tbspતેલ
  13. 1 Tspજીરુ
  14. 2-3 ટુકડાતજ
  15. 2-3લવીંગ
  16. 1 નંગતમાલપત્ર
  17. 1 નંગસૂકુ લાલ મરચું
  18. 1 Tspચણાનો લોટ
  19. 1 કપટોમેટો પ્યુરી
  20. 1 Tbspલાલ મરચું પાઉડર
  21. 2 Tbspધાણાજીરુ
  22. 1/2 Tspહળદર
  23. સ્વાદ અનુસારમીઠું
  24. 1 Tspગરમ મસાલો
  25. 1 Tspકસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    ભટુરે નો ડોહો તૈયાર કરવા માટે એક બાઉલમાં મેંદો, રવો, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, તેલ, દહીં અને બેકિંગ પાઉડર ઉમેરી બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઈ સોફ્ટ ડોહ તૈયાર કરવાનો છે. આ ડોહને ઢાકીને સાઈડ પર રાખી દેવાનો છે.

  2. 2

    છોલે બનાવવા માટે સૌપ્રથમ કાબુલી ચણા ને પાણીથી ધોઈ ગરમ પાણીમાં પાંચ થી છ કલાક માટે પલાળી રાખી કુકરમાં છ થી સાત વિસલ વગાડી એકદમ સોફ્ટ બને ત્યાં સુધી બાફી લેવાના છે.

  3. 3

    બફાઈ ગયેલા ચણા માંથી બે ટેબલસ્પૂન જેટલા ચણા લઈ તેને મેશ કરી સાઈડ પર રાખી દેવાના છે.

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું, તજ, લવિંગ, સૂકું લાલ મરચું અને તમાલપત્રનો વઘાર કરવાનો છે.

  5. 5

    હવે તેમાં ચણાનો લોટ ઉમેરો અને તેને શેકી લો.

  6. 6

    ટમેટાની પ્યુરી ઉમેરો અને તેને બરાબર રીતે મિક્સ કરી બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા દો.

  7. 7

    હવે તેમાં બધા જ મસાલા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બાફીને તૈયાર કરેલા ચણા ઉમેરો અને તેને બરાબર રીતે મિક્સ કરી બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા દો.

  8. 8

    ગરમ મસાલો અને કસૂરી મેથી ઉમેરી બરાબર રીતે મિક્સ કરો.

  9. 9

    મેશ કરેલા ચણા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી ગ્રેવી થોડી થીક થાય ત્યાં સુધી કુક કરો જેથી આપણા છોલે સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

  10. 10

    ભટુરે બનાવવા માટે તૈયાર કરેલા ડોહને થોડા તેલ વાળા હાથે કુણવી તેના લુવા કરી તેની પૂરી વણી ગરમ તેલમાં તળી લો.

  11. 11

    જેથી આપણા છોલે ભટુરે સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes