વર્મીસેલી બોમ્બ (Vermicelli Bomb Recipe In Gujarati)

#TheChefStory
#ATW2
આ વાનગી મે એક યુટ્યુબર શિલ્પી પાસેથી શીખી છે. આ બોમ્બ ખાવામાં એકદમ ટેસ્ટી છે.
વર્મીસેલી બોમ્બ (Vermicelli Bomb Recipe In Gujarati)
#TheChefStory
#ATW2
આ વાનગી મે એક યુટ્યુબર શિલ્પી પાસેથી શીખી છે. આ બોમ્બ ખાવામાં એકદમ ટેસ્ટી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોનસ્ટિક પેનમાં મિલ્ક પાઉડર, દળેલી ખાંડ અને ઈલાયચી પાઉડર લઈ તેને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં થોડું થોડું દૂધ ઉમેરી મિશ્રણ તૈયાર કરી લો. હવે તેમાં ઘી ઉમેરી, મિક્સ કરી ગેસ પર ગરમ કરવા મૂકો.
- 2
- 3
હવે મિશ્રણ લચકા પડતું થઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં કાજુ - બદામ ઉમેરી મિક્સ કરી, મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી સતત હલાવો.
- 4
હવે પાણીને ગરમ કરી તેને વર્મીસેલીમાં ઉમેરી, તેને ઢાંકીને ૧ મિનિટ માટે રહેવા દો. હવે તેમાંથી બધું પાણી નિતારી તેને ઠંડું કરી લો. હવે તેમાં ઘી તથા દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો.
- 5
- 6
હવે એક અપ્પમ પેન લઈ તેને ઘી થી ગ્રીસ કરી લો. હવે વર્મીસલીવાળું મિશ્રણ લઈ તેનું એકસરખું લેયર કરી પાથરી લો.
- 7
હવે તેમાં ૧-૧ ચમચી મિલ્ક પાવડરવાળું મિશ્રણ મૂકો. હવે પાછું વર્મીસલીવાળું મિશ્રણ ઉપરથી કવર કરી, તેને ધીમા તાપે ઉપર નીચે બંને બાજુએ ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકી લો.
- 8
હવે તેને ઉપરથી પિસ્તાની કતરણથી સજાવી સર્વ કરો.
- 9
Keywords
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ