વેજિટેબલ મેગી (Vegetable Maggi Recipe In Gujarati)

વેજિટેબલ મેગી (Vegetable Maggi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બે ડુંગળીને ઝીણી ઝીણી સમારી લો બે લીલા મરચા ને ઝીણા ઝીણા સમારી લો અને બે ટામેટાને ઝીણા ઝીણા સમારી લો,
- 2
હવે મકાઈ અને વટાણાને પાણીમાં બાફી લો, જો મકાઈ દાણા ન હોય તો પણ ચાલે, કોઈપણ બીજું શાક પણ તમે લઈ શકો
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકો, હવે તેમાં જીરૂ નાખો, હવે તમે ડુંગળી લીલા મરચાં નાખીને બરાબર શેકાવા દો,
- 4
હવે તેમાં ઝીણા સમારેલી ટામેટા નાખો,
- 5
ડુંગળી ટામેટા મરચા નાખ્યા બાદ તેમાં મકાઈ અને વટાણા નાખીને બરાબર શેકાવા દો હવે તેમાં મસાલા કરો.
- 6
હવે તેમાં હળદર સબ્જીના પ્રમાણમાં મીઠું, મીઠું ઓછું જ નાખવું કારણ કે મેગીના મસાલામાં પણ મીઠું આવે જ છે, એક ચમચી લાલ મરચું નાખીને બધું બરાબર મિક્સ કરવું.
- 7
- 8
હવે દોઢ લોટા જેટલું પાણી નાખીને ત્રણે પેકેટ મેગી નો ભૂકો કરીને તેમાં નાખી દેવું અને કાચી પાકી ચડે પછી તેમાં મેગી મસાલો પણ ઉમેરવો.
- 9
મેગી ચડી જાય એટલે બધું બરાબર મિક્સ કરી ફરીથી તેને ચઢવા દેવી અને જ્યારે બધું પાણી સુકાઈ જાય એટલે મેગીને સર્વ કરવી.
- 10
મેગીને એક પ્લેટમાં કાઢી તેની ઉપર થોડુંક બટર નાખો. તો તૈયાર છે આપણી વેજીટેબલ મેગી.
- 11
Thank you 😊
Keywords
Similar Recipes
More Recipes
- કોકોનટ મિલ્ક સ્પેગેટી (Coconut Milk Spaghetti Recipe In Gujarati)
- યોગર્ટ મેક્રોની કોલ્ડ પાસ્તા સલાડ (Yoghurt Macaroni Cold Pasta Salad Recipe In Gujarati)
- પાસ્તા સ્ટીક્સ (Pasta Sticks Recipe In Gujarati)
- શિંગોડા સલાડ (Shingara Salad Recipe In Gujarati)
- રવા ઢોકળા સ્ટીમ (Rava Dhokla Steam Recipe In Gujarati)






























ટિપ્પણીઓ