રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોટા લોયા કે કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરી 10 મિનિટ મધ્યમ તાપે તવેથાથી હલાવતા રહો, ગેસ ધીમો કરી, પાયો બરાબર છે કે નહિ તે ચકાસવા માટે ઘી લગાડેલી થાળીમાં તવેથા થી પાયો પાથરો, 1 મિનિટ પછી ચેક કરો કે પાથરેલો પાયો ચવળ નથી, બરાબર હશે તો સરળતાથી તૂટી જશે, એટલે સમજવું કે પાયો તૈયાર છે
- 2
હવે ગેસ બંધ કરી, તેમાં મમરા ઉમેરી ઝડપ થી બરાબર મિક્સ કરો
- 3
હવે ઘી લગાડેલી પ્લાસ્ટિક શીટ પર મિશ્રણ નાખીને ઘી લગાડેલા વેલણ થી ઝડપ થી વણી ને ફેલાવી દો, મિશ્રણ છૂટું થઈ જાય તો ફરી તેને ભેગું કરી વણતાં જવું, તરત જ મોટા ચોરસ માં કાપા પાડી દો. તૈયાર છે ચીકી
- 4
લાડુ બનાવવા હોય તો ગરમ મિશ્રણ માં થી જ સહેજ પાણી વાળો હાથ કરી લાડુ વાળી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16665118





ટિપ્પણીઓ