ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)

#FR
ફરાળી બફવડા
આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે..

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા વરાળે બાફીને ઠંડા થવા મૂકો...ઠંડા થાય એટલે છીણી ને મેશ કરી લો..તેમાં દર્શાવેલ મસાલા અને ફરાળી લોટ મિક્સ કરીને રાખો.
- 2
હવે એક મિક્સર જાર માં શીંગદાણા દરદરા ક્રશ કરી ને આદુ,મરચા, કોથમીર, લીંબુનો રસ તેમજ જીરું મરી નો ભૂકો તેમજ સિંધવ મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો. તેમાંથી નાની સાઈઝના ગોળા વાળો.... હવે હાથમાં થોડો બટાકા નો માવો લઈ તેમાં સ્ટફિંગ મૂકી ફરી ગોળો વાળી ફરાળી લોટમાં રગદોળી લો.
- 3
એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો, અને ગરમ તેલમાં એક એક કરી વડા ને સાવચેતી થી તળી લો.
- 4
આપણા ફરાળી બફ વડા તૈયાર છે...ગરમ ગરમ સર્વ કરો
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (10)