લીલી મકાઈ અને રવા નાં ઢોકળા (Lili Makai Rava Dhokla Recipe In Gujarati)

#DRC
ઢોકળા રેસીપી ચેલેન્જ
ઢોકળા તો દરેક ગુજરાતી નાં પ્રિય હોય છે. ભલે ને એ રવા નાં હોય કે દાળ ચોખા નાં હોય કે ઓટ્સ નાં હોય પણ ખાવા ની હંમેશા ખુબ જ મઝા આવે જ છે. મેં આજે લીલી મકાઈ નાં ઢોકળા બનાવ્યા છે.. તમે પણ આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો...

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો. ત્યાર બાદ થોડા મકાઈ નાં દાણા ને મિક્સર માં ક્રશ કરી પેસ્ટ બનાવી દો. અને બીજા મકાઈ નાં દાણા ને બાફી દો.આદુ અને મરચાં ને ચોપ કરી દો.
- 2
ત્યાર બાદ એક તપેલી માં દહીં લો. તેને બરાબર ફેટી લો પછી તેમાં રવો નાંખી હલાવી દો. પછી તેમાં મકાઈ ની પેસ્ટ, બાફેલા મકાઈ નાં દાણા, મીઠું, ચોપ કરેલા આદુ અને લીલા મરચાં,લીંબુ નો રસ,હળદર નાંખી પાણી રેડી ખીરું બનાવી 10 મિનિટ રેસ્ટ આપી દો.
- 3
ત્યાર બાદ ઢોકળાં બનાવવાંનાં સ્ટીમર માં પાણી નાખી ગરમ કરો.પાણીમાં સ્ટેન્ડ મુકી તેનાં ઉપર ઢોકળાં ની થાળી મુકી દો. સ્ટીમરને કવર કરી દો. જેથી તેમાં જલ્દી થી વરાળ બનશે. આ સમયે ખીરામાં ઇનો નાંખી એક જ ડાયરેક્શન માં મિશ્રણ હલાવી લેવું.
- 4
ગરમ કરેલી થાળી માં સહેજ તેલ લગાવી તેમાં ખીરું પાથરી દો. તેની ઉપર લાલ મરચું છાંટી દો.ઢોકળાં ને સીજવાં મુકો. 15 મિનીટ માં મકાઈનાં ઢોકળાં તૈયાર.ઢોકળા ઠંડા થાય પછી કાપા પાડી દો.
- 5
- 6
ઢોકળા ઉપર વઘાર કરી દો. વઘાર માટે તાવડી માં તેલ લઇ રાઈ, તલ, હિંગ, લીલા મરચાં, લીમડો નાંખી ગેસ બંધ કરી વઘાર ઢોકળા પર રેડી દો.તેની ઉપર લાલ મરચું અને કોપરા નું છીણ છાંટી દો.રેડી છે લીલી મકાઈ નાં ઢોકળા... લીલી મકાઈ નાં ઢોકળા સર્વ કર્યા છે..
- 7
- 8
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ