બોમ્બે સ્ટાઇલ મસાલા સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી ચટણી બનાવવા માટેની બધી સામગ્રી ભેગી કરી લો કોથમીર અને ફુદીનાના પાનને ધોઈ લો મિક્સર જારમાં કોથમીર ફુદીનાના પાન લીલાં મરચાં લસણ આદુ દાળિયા મીઠું લીંબુનો રસ અને જરૂર પ્રમાણે પાણી એડ કરીને થીક ચટણી પીસીને તૈયાર કરો
- 2
સુકો મસાલો બનાવવા માટે જીરું વરિયાળી કાળા મરી અને ધાણાને લઈને ડ્રાય રોસ્ટ કરી લો ઠંડુ થઈ ગયા પછી મિક્સર જારમાં સુકા મસાલા ની બધી સામગ્રી લઈને પીસીને મસાલો તૈયાર કરો
- 3
બટાકા નો મસાલો બનાવવા માટે બાફેલા બટાકા લઈને મેશ કરી લો પછી તેલ ગરમ કરીને તેમાં રાઈ જીરું અને હિંગનો વઘાર કરો પછી તેમાં મીઠા લીમડાના પાન અને આદુ-લસણની પેસ્ટ નાખીને 30 સેકન્ડ માટે સોતે કરો. પછી તેમાં બાફેલા બટાકા લાલ મરચું હળદર ગરમ મસાલો મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો પછી તેમાં કોથમીર અને લીંબુનો રસ નાખીને ગેસ બંધ કરી લો
- 4
સેન્ડવીચ એસેમ્બલ કરવા માટે સામગ્રી ભેગી કરી લો
- 5
સૌપ્રથમ બ્રેડની સ્લાઈસ પર બટર લગાવી દો અને બીજી સ્લાઈસ પર ગ્રીન ચટણી લગાવી દો આ રીતે બધી બ્રેડ તૈયાર કરો
- 6
પછી તેની ઉપર બટાકાનો માવો સ્પ્રેડ કરો પછી ઉપર ટામેટાની સ્લાઈસ લગાવી સુકો મસાલો ભભરાવો પછી કાકડી ની સ્લાઈસ લગાવી સૂકો મસાલો ભભરાવો
- 7
પછી ડુંગળી કેપ્સીકમ અને બીટની સ્લાઈસ મૂકીને સૂકો મસાલો ભભરાવો પછી જરૂર પ્રમાણે ચીઝ છીણી લો પછી તેની ઉપર બીજી સ્લાઈસ મૂકવી પછી ઉપર થોડું બટર લગાવીને તેને ટોસ્ટરમા શેકી લો
- 8
તૈયાર છે મુંબઈ સ્ટાઇલ મસાલા સેન્ડવીચ ઉપરથી બટર ગ્રીન ચટણી લગાવી દો ઝીણી સેવ અને ચીઝ નાખીને ટોમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (8)