શેર કરો

ઘટકો

  1. ૧/૨ લિટર દૂધ
  2. ૧ચમચી દહીં
  3. ૨૫૦ ગ્રામ દળેલી ખાંડ
  4. ૧ચમચી કેસર વાળુ દૂધ
  5. ૧ચમચી એલચી પાઉડર
  6. ૨ચમચી મિક્સ ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ નવસેકા દૂધ માં ચમચી દહીં નાખી મેળવી લો. દહીં ને મલમલ ના કપડા માં કાઢી બાંધી દો. જેથી દહીં નું પાણી નીતરી જાય.

  2. 2

    ત્યારબાદ તેને ૫ થી ૬ કલાક લટકાવી ને રાખો અથવા તેના પર વજન વારુ કઈ પણ રાખી શકો. એટલે સરસ મઠો તૈયાર થશે

  3. 3

    ત્યારબાદ તેમાં દળેલી ખાંડ નાખી બરાબર મિક્સ કરો. તેને લોટ માટે ની ચાયણી માં લઇ સતત હલાવતા તેમાં થી સરસ ક્રીમી બની જશે.

  4. 4

    ત્યારબાદ તેમાં એલચી પાઉડર તથા કેસર વારુ દૂધ નાખી બરાબર મિક્સ કરવું. તેમાં મિક્સ ડ્રાયફ્રૂટ નાખી તેને કલાક માટે ફ્રીજર માં રાખો. શિખંડ તૈયાર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર

Similar Recipes