શેર કરો

ઘટકો

  1. ૧ લિટર દૂધ
  2. ૧/૨ કપ ચોખા
  3. ૧ કપ ખાંડ
  4. ૧/૨ કપ ડ્રાય ફ્રૂટ
  5. ૧ ચમચી એલચી પાઉડર
  6. ૧/૨ જાયફળ પાવડર
  7. ૧/૨ ચમચી કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેહલા દૂધ ને એક તપેલી માં ગરમ કરવા મુકો.ત્યારબાદ નવશેકું ગરમ થાય એટલે અડધો કપ દૂધ એક વાટકી માં કાઢી લો. પછીતેમાં કેસર પલાળી દો.બાકી નું ગરમ મૂકેલું દૂધ ધીમી આચ પર ઉકળવા દો.

  2. 2

    ત્યારબાદ બાજુ ના ચૂલા પર કૂકર મા ચોખા લઇ તેમાં ત્રણ ગણું પાણી નાખી બાફી લો. ત્યારબાદ આ ચોખા ઉકળતા દૂધમાં મિક્સ કરી હલાવી લો. થોડીવાર પછી તેમાં ખાંડ નાખી હલાવી લો. ત્યારબાદ તેમાં પલાળેલું કેસર નાખી હલાવી લો.

  3. 3

    આ બધું મિકસ થઈ જાય એટલે એલચી પાવડર અને જાયફળ પાવડર નાખી દો. પછી તેમાં ડ્રાઈ ફ્રૂટ ઉમેરી નીચે ઉતારી લો

  4. 4

    ત્યારબાદ તેને ઠંડી થવા દો. વરાળ નીકળી જાય અને ઠંડી થઈ જાય પછી બે થી ત્રણ કલાક ફ્રિઝ માં મુકી દો. ત્યાર છે આ મસ્ત ખીર

  5. 5

    ઉનાળા ની ગરમી માં આ ઠંડી ઠંડી ખીર ખાવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

Similar Recipes