શેર કરો

ઘટકો

25 મિનિટ
3 વ્યક્તિ
  1. 4મોટા પિઝા ના રોટલા
  2. ૧ નંગકોબી
  3. ૩ નંગટામેટા
  4. 1 નંગકેપ્સીકમ મરચું
  5. ૨ નંગડુંગળી
  6. 2 ચમચીસેજવાન સોસ
  7. 2 ચમચીગ્રીન ચટણી
  8. 2 ચમચીટોમેટો સોસ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. 2 નંગચીઝ ક્યુબ
  11. 2 ચમચીબટર
  12. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પીઝાના રોટલા ને ઉપરની સાઈડ બટર લગાવીને નોન સ્ટીક તવી પર શેકી લો. બધા વેજીટેબલ ને ઝીણા સમારી લો.

  2. 2

    એક પેનમાં એક ચમચી તેલ લઇ તેમાં બધા વેજીટેબલ ને મીઠું ઉમેરીને સાંતળી લો. ત્યારબાદ ગ્રીન ચટણી સેઝવાન સોસ અને ટોમેટો સોસ મિક્સ કરી પીઝાના રોટલા પર લગાવો.

  3. 3

    ઉપરથી સાંતળેલા બધા વેજિટેબલ્સ પાથરી દો. ઉપરથી ચીઝ સ્પ્રેડ કરો. હવે નોન સ્ટીક તવી પર નીચેની સાઈડ બટર લગાવી ધીમી આંચ પર ઢાંકણ ઢાંકી થવા દો. ક્રિસ્પી થઈ જાય એટલે નીચે ઉતારી પીઝા કટર વડે કટ કરી ટોમેટો સોસ થી ગાર્નીશ કરી સર્વ કરો.

  4. 4

    તો તૈયાર છે વેજ પિઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monika Dholakia
Monika Dholakia @cook_22572543
પર

ટિપ્પણીઓ

Similar Recipes