વેજ ચીઝ પિઝા(veg cheese pizza recipe in Gujarati)

Disha Vithalani
Disha Vithalani @cook_20959540
Dwarka
શેર કરો

ઘટકો

  1. 1પિઝા બેઝ(પિઝા નો રોટલો)
  2. 1ડુંગરી
  3. 1ટામેટા
  4. 1ગાજર
  5. 1નાની કોબી
  6. 1 ચમચીલસણ ની ચટણી
  7. 2 ચમચીસોસ
  8. 1ક્યુબ ચીઝ
  9. 1 ચમચીબટર (શેકવા માટે)
  10. 1લીલું મરચું
  11. 2 ચમચીતેલ
  12. ચપટીરાઇ
  13. 1 ચમચીમરચુ પાવડર
  14. 1/3 ચમચીહળદર
  15. ખાંડ સ્વાદ અનુસાર
  16. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ડુંગરી ને સમારી લો,ટામેટા ને સમારી લો,ગાજર ને છીણી લો,કોબી ને છીણી લો,લીલા મરચા ને સમારી લો અને ચીઝ ખમણી લો.

  2. 2

    હવે પિઝા નું શાક બનાવા માટે એક તપેલી માં તેલ ઉમેરો અને રાઈ ઉમેરી તતળે એટલે ડુંગરી ઉમેરો અને 2 મિનિટ ચડવા દો,ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરો અને મરચુ પાવડર,મીઠું,હળદર અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી 5 મિનિટ થવા દો

  3. 3

    હવે એક પેન માં બટર ઉમેરો અને પિઝા બેઝ મૂકો હવે તેમાં સોસ લગાવો,લાલ ચટણી પાથરો,પિઝા નું સાક પાથરો,છીણેલું ગાજર અને કોબી પાથરો,સમારેલા મરચા ઉમેરો અને ખમળેલું ચીઝ પાથરો અને 10 મિનિટ સુધી કવર કરી ને થવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Vithalani
Disha Vithalani @cook_20959540
પર
Dwarka

Similar Recipes