ફુદીના ફલેવર પાણીપુરી નું પાણી(pudina flavour panipuri nu pani in Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપફુદીના ના પાન
  2. 1 કપકોથમીર સમારેલી
  3. 1 ટુકડોઆદુ
  4. 10લીલા સુરતી મરચા
  5. 2-3આખા મરી
  6. 1 ચમચીજીરૂ પાઉડર
  7. 1 ચમચીસંચળ પાઉડર
  8. 1/2 ચમચીચાટ મસાલો
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 4બરફ ના ટુકડા
  11. 2 કપઠંડુ પાણી
  12. 1લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફુદીનો અને કોથમીરને બરાબર ધોઈને સાફ કરી લો. પછી લીલા મરચાને બારીક સમારી લો. મિક્સર જારમાં ફુદીનો, કોથમીર, લીલા મરચા, આદુ, મરી, મીઠું અને બરફના ટુકડા બધું મિક્સ કરીને ક્રશ કરી લો.

  2. 2

    પછી પેસ્ટ માં ઠંડુ પાણી એડ કરીને એક બાઉલમાં કાઢી લો. તેમાં સંચળ પાઉડર, ચાટ મસાલો, જીરુ પાઉડર અને જરૂર મુજબ મીઠું એડ કરીને બરાબર મિક્સ કરીને હલાવી લો. પછી તેમાં લીંબુનો રસ એડ કરો બધુ બરાબર મિક્સ કરીને હલાવી લો.

  3. 3

    તો રેડી છે પાણીપૂરીનું ફુદીના ફ્લેવર તીખું પાણી તેને પૂરી અને ચણા બટાકા ના મસાલા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes