મિક્સ વેજિટેબલ ના પેનકેક્ક(મિક્સ vegetable pancake in Gujarati)

Nipa Bhadania
Nipa Bhadania @cook_24521292

#વીકમીલ૩
#ફ્રાઇડ
#માઇઇબુક
#પોસ્ટ_3
આ પેનકેક માં અલગ અલગ જાતના શાકભાજીઓ નાખવામાં આવતા હોવાથી આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે એ પૌષ્ટિક છે અને આપણું પેટ પણ સરસ ભરાઈ જાય છે. નાના બાળકો શાકભાજી ખાતા નથી પણ જો આ રીતે તેને આપવામાં આવશે તો એ સરળતાથી ખાઈ જશે.

મિક્સ વેજિટેબલ ના પેનકેક્ક(મિક્સ vegetable pancake in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#વીકમીલ૩
#ફ્રાઇડ
#માઇઇબુક
#પોસ્ટ_3
આ પેનકેક માં અલગ અલગ જાતના શાકભાજીઓ નાખવામાં આવતા હોવાથી આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે એ પૌષ્ટિક છે અને આપણું પેટ પણ સરસ ભરાઈ જાય છે. નાના બાળકો શાકભાજી ખાતા નથી પણ જો આ રીતે તેને આપવામાં આવશે તો એ સરળતાથી ખાઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 કપકોબીજ ઝીણું સમારેલુ
  2. 1બટેટા નું છીણ
  3. 3 ઇંચદૂધી ખમણેલી
  4. 1ડુંગળી ઝીણી સમારેલી
  5. 1ટમેટુ સમારેલુ
  6. 1 વાટકીગુલમ્હોર ના ફૂલ ઝીણા સમારેલ
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1વાટકો રવો
  9. 1/2વાટકી ચણાનો લોટ
  10. 1 ચમચીઝીણા સમારેલા મરચાં
  11. 1/4 ચમચી ખાવાનો સોડા
  12. 1 વાટકીલસણ ટામેટાં ની ચટણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પ્રથમ બધા જ શાકભાજીને ઝીણા સમારી લો.

  2. 2

    એક બાઉલ લઈ એમાં બધા શાકભાજી ઉમેરો ત્યારબાદ રવો,ચણાનો લોટ ઉમેરો. 1 ચમચી મીઠુ ઉમેરો. બધુ બરાબર મિક્સ કરો જરૂર પડે તો એકાદ બે ચમચી પાણી ઉમેરો ખાવાનો સોડા ઉમેરો બધુ બરાબર મિક્સ કરી બેટર તૈયાર કરો.

  3. 3

    ગેસ પર લોઢી ગરમ કરવા મૂકો. સહેજ તેલ લગાવી ચમચી વડે ગોળ પેનકેક મૂકો. ઢાંકણ વડે ઢાંકી ચડવા દો.

  4. 4

    બે મિનિટ બાદ ઢાંકણ ખોલી પેનકેક ને પલટાવો.

  5. 5

    સોનેરી રંગના અને ક્રિસ્પી થાય ત્યારે ઉતારી લો.તો તૈયાર છે સ્વાદિષ્ટ,ક્રિસ્પી, ને ચટૃપટા વેજીટેબલ પેનકેક. એને લસણ ને ટમેટાની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nipa Bhadania
Nipa Bhadania @cook_24521292
પર

Similar Recipes