ઈન્સ્ટન્ટ વેજિટેબલ રવા ઉત્તપમ (Rawa uttapm recipe in Gujarati)

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

#માઇઇબુક #પોસ્ટ28
#સુપરશેફ3 #મોનસૂન

વરસાદમાં ઉત્તપમ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઉત્તપમનો લોટ આથેલ ન હોય તો આ રીતે રવાના ઉત્તપમ એકદમ ઝડપથી અને સરળતાથી બની જાય છે.

ઈન્સ્ટન્ટ વેજિટેબલ રવા ઉત્તપમ (Rawa uttapm recipe in Gujarati)

#માઇઇબુક #પોસ્ટ28
#સુપરશેફ3 #મોનસૂન

વરસાદમાં ઉત્તપમ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઉત્તપમનો લોટ આથેલ ન હોય તો આ રીતે રવાના ઉત્તપમ એકદમ ઝડપથી અને સરળતાથી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2બાઉલ રવો
  2. 1બાઉલ દહીં
  3. સ્વાદ અનુસારનમક
  4. જરૂરિયાત મુજબ પાણી
  5. તેલ
  6. ● ટોપીંગ બનાવવા માટે :
  7. 1ખમણેલ ગાજર
  8. 1ઝીણી સમારેલ ડુંગળી
  9. 1ઝીણું સમારેલ ટામેટું
  10. 1ઝીણું સમારેલ કેપ્સિકમ
  11. 1સમારેલ લીલું મરચું
  12. ● સર્વ કરવા માટે :
  13. સાઉથ ઇન્ડિયન ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રવાને 1 વાસણમાં લઈ, તેમાં દહીં તથા નમક ઉમેરી હલાવી લો.તેને ઢાંકીને 1 કલાક રહેવા દો. ત્યારબાદ જરૂર લાગે તો પાણી ઉમેરી, ઉત્તપમ માટેનું ખીરું તૈયાર કરો.

  2. 2

    નોનસ્ટિક લોઢી પર વાટકા કે ચમચાની મદદથી ખીરું પાથરી, ગોળ શેપ આપો.તેના પર ખમણેલ ગાજર, સમારેલ, ટામેટું, ડુંગળી, મરચું, કેપ્સિકમ ભેગા કરી નમક ઉમેરી ટોપીંગ કરો.ઉત્તપમની કિનારી પર તેલ લગાવી, બન્ને બાજુ શેકી લો.

  3. 3

    તો તૈયાર છે ઇન્સ્ટન્ટ વેજિટેબલ રવા ઉત્તપમ, જેને સાઉથ ઈન્ડિયન તીખી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

Similar Recipes