પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

ખૂબ જ સ્વાદિષ્ટ મીઠી રેસીપી જે બનાવવાની સરળ અને ઝડપી છે અને પાનનો સ્વાદ આપે છે.અલગ અલગ પ્રકારના લાડુ તમારા ઘરે બનાવતા હશો પણ આજે તમને પાનના લાડુ બનાવીને મહેમાન આવ્યા હોય તો તેમને ખાવાની મજા પડી જશે ઘરે જ બનાવો પાનના લાડુ. ભોજન પછી પાનના લાડુ ખાવાની મજા આવશે. તેને તમે બે દિવસ સુધી બહાર રાખી શકો છો.

#AsahiKaseiIndia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ લોકો
  1. ૫-૭ નાગરવેલ ના પાન
  2. ૧ કપકોપરા નું છીણ
  3. ૧/૪ કપકન્ડેન્સ્ડ મિલ્ક
  4. ચપટીખાવાનો ગ્રીન કલર
  5. ૧/૨ કપઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ
  6. ૧/૪ કપગુલકંદ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાનને બરાબર ધોઈ લો પછી મિક્સર બાઉલમાં ઝીણા કટકા કરી ઉમેરી લો પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી બરાબર પેસ્ટ બનાવી લો

  2. 2

    હવે એક બાઉલમાં ગુલકંદ અને ઝીણા સમારેલા ડ્રાય ફ્રુટ્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને તેની નાની-નાની લાડુ વાળી સ્ટફિંગ તૈયાર કરી લો

  3. 3

    હવે એક બાઉલમાં પાનની પેસ્ટ કાઢી લો. પછી તેમાં કોપરા ની છીણ અને ગ્રીન કલર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે હથેળી માં થોડુક મિશ્રણ લઈ ફોટા માં બતાવ્યું તેમ થેપી લો.પછી તેમાં વચ્ચે ગુલકંદ અને ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ મૂકી આજુ બાજુ થી બધું ભેગુ કરી કરી થી તેના બોલ્સ બનાવી લો

  4. 4

    હવે એક ડીશ મા કોપરા નું છીણ લો તેમાં તૈયાર કરેલા બોલ્સ ને રગદોળી દો

  5. 5

    તો તૈયાર છે આપણા પાન કોપરા ના લાડુ.આ પાનના લાડુ ભોજન પછી ખાવ. આને બે દિવસ બહાર રાખી શકો છો. જ્યારે ફ્રીજમાં તે અઠવાડિયા સુધી સારા રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

Similar Recipes