બેક્ડ વેજી રાઈસ (Baked Veggi Rice Recipe In Gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#AM2
એમ તો અલગ અલગ પ્રકાર ના પુલાવ, ફ્રાઇડ રાઈસ આપણે બનાવતા હોઈએ છીએ પણ મે અહીં વ્હાઈટ સોસ બનાવી વેજીટેબલ વાળા રાઈસ ને ઓવન માં બેક કર્યા છે. જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. બાળકો ને પણ આપી દો તો એક મિલ તરીકે તેમનું પેટ ભરાઈ જશે બીજું કંઈ જ ન હોય તો ચાલે 😊

બેક્ડ વેજી રાઈસ (Baked Veggi Rice Recipe In Gujarati)

#AM2
એમ તો અલગ અલગ પ્રકાર ના પુલાવ, ફ્રાઇડ રાઈસ આપણે બનાવતા હોઈએ છીએ પણ મે અહીં વ્હાઈટ સોસ બનાવી વેજીટેબલ વાળા રાઈસ ને ઓવન માં બેક કર્યા છે. જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. બાળકો ને પણ આપી દો તો એક મિલ તરીકે તેમનું પેટ ભરાઈ જશે બીજું કંઈ જ ન હોય તો ચાલે 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. ➡️ રાઈસ બનાવવા માટે-
  2. 2 કપચોખા (કોઈ પણ)
  3. 3 કપપાણી
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. 1 ટી સ્પૂનતેલ
  6. ➡️ વેજ પુલાવ માટે -
  7. 2 ટેબલ સ્પૂનતેલ
  8. 3-4કળી લસણ ઝીણું સમારેલું
  9. 1 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  10. 1 ટુકડોઆદું ઝીણું સમારેલું
  11. 1/2 કપઓનિયન ઝીણી સમારેલી
  12. 1/2 કપટામેટા ઝીણા સમારેલા
  13. 1/4 કપફણસી ઝીણી સમારેલી
  14. 1/4 કપગાજર ઝીણું સમારેલું
  15. 1/4 કપકોબીજ ઝીણું સમારેલું
  16. 1/4 કપફલાવર ઝીણું સમારેલું
  17. 1/4 કપકેપ્સીકમ ઝીણું સમારેલું
  18. 1/4 કપબાફેલા મકાઈના દાણા
  19. 2ટોમેટો ની પ્યુરી
  20. 2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  21. 1 ટી સ્પૂનગરમ મસાલો
  22. 1 ટી સ્પૂનધાણજીરુ
  23. મીઠુ સ્વાદ મુજબ
  24. 2 કપરાંધેલા રાઈસ
  25. 1 ટેબલ સ્પૂનટોમેટો કેચઅપ
  26. ➡️ વ્હાઈટ સોસ્ બનાવવા માટે-
  27. 1 ચમચીતેલ
  28. 1 ચમચીબટર
  29. 2 ચમચીમેંદો
  30. 1 કપદૂધ
  31. મીઠુ સ્વાદ મુજબ
  32. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  33. ➡️ ગાર્નિશ માટે-
  34. 2 ટેબલ સ્પૂનછીણેલું ચીઝ
  35. 1 ટેબલ સ્પૂનબ્રેડ ક્રમ્બસ
  36. 1/4 કપબ્લેક ઓલિવ
  37. કોથમીર સમારેલી સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તો રાઈસ ને બાફી ને તૈયાર કરવા...2 કપ ચોખા ને ધોઈ ને 15 મિનીટ માટે પલાળવા.. પછી એક પેન માં પાણી લઈ ઉકળે એટલે પલાળેલા ચોખા ઉમેરવા.. મીઠું નાખી તેલ પણ ઉમેરો જેથી રાઈસ એકદમ છૂટો બને.. ચડી જાય એટલે કાના વાળા વાસણ માં કાઢી નિતારી લેવા.

  2. 2

    હવે એક પેન માં તેલ મૂકી તેમાં લસણ અને ચીલી ફ્લેક્સ ઉમેરી સાંતળો.. પછી ઓઈઓન ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.. પછી ટામેટા ઉમેરી હલાવો અને થોડી વાર માટે સાંતળો.

  3. 3

    તે બરાબર ચડે એટલે બધા સબ્જી ઉમેરી ઢાંકણ ઢાંકી ચડવા દો.. અધકચરા જ ચડવવા ના છે વધારે ગળી ન જાય તે ધ્યાન રાખવું.. કારણકે એને બેક કરવાનું હોવાથી તે ફરી પણ તે પકવસે..

  4. 4

    હવે 2 ટોમેટો ની પ્યુરી બનાવી તેમાં ઉમેરી મિશ્રણ ને હલાવી બધા મસાલા કરવા. મીઠુ મરચું ધાણાજીરું ગરમ મસાલો બધું ઉમેરી થોડીવાર માટે ચડવા દો.

  5. 5

    હવે તેમાં બાફેલા ચોખા ઉમેરવા અને બરાબર હલાવી ને 2 મિનીટ પછી ગેસ બંધ કરી લો.

  6. 6

    હવે એક પેન માં તેલ અને બટર લઈ મેંદો ઉમેરી મધ્યમ આંચ પર હલાવતા હલાવતા મેંદો ચડે પછી દૂધ થોડુ થોડુ ઉમેરી હલાવો.. લંપસ ના પડે એટલે સતત હલાવતાં રહેવું... દૂધ પણ રૂમ ટેમરેચર પર નુ જ લેવુ તો લમ્પસ નહી પડે થોડું ઘટ્ટુ થાય એટલે મીઠું અને મરી પાઉડર નાખી હલાવો. એટલે વ્હાઈટ સોસ તૈયાર થશે.

  7. 7

    હવે બેકિંગ પ્લેટ માં નીચે બનાવેલા રાઈસ પાથરવા.. તેના પર વ્હાઈટ સોસ નુ લેયર પાથરવું.. પછી ઊપર ચીઝ છીણેલું ભભરાવવું.. અને બ્રેડ ક્રંપસ પણ ભભરાવવા. જે ડીશ ને ક્રિસ્પી બનાવે છે.. જેને પ્રિહેટેડ ઓવન માં 180 ડીગ્રી પર 20 મિનિટ બેક કરવું

  8. 8

    ઊપર થી ઓલિવ, કોથમીર થી ગાર્નિશ કરી ઇચ્છાનુસાર પ્લેટિંગ કરી સર્વ કરવું.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

Similar Recipes