પીઝા વ્હીલ બન

Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
Bangalore

#superchef3
#monsoon
પીઝા ખાવાનું કોને નથી ગમતું? મને તો ખૂબ જ ભાવે છે. બહાર વરસાદ ની મીઠી મીઠી સુગંધ અને ઘરમાં ઓવરમાં બનતા ચીઝી ટેનગી પીઝા......આહાહાહા 😋😋😋
મને મારી બેકિંગમા નવું નવું પ્રયોગ કરવો ગમે છે તેથી અહીં મેં એક ટ્વિસ્ટ સાથે પીઝા બનાવ્યો. બાળકોને ખૂબ જ ભાવશે

પીઝા વ્હીલ બન

#superchef3
#monsoon
પીઝા ખાવાનું કોને નથી ગમતું? મને તો ખૂબ જ ભાવે છે. બહાર વરસાદ ની મીઠી મીઠી સુગંધ અને ઘરમાં ઓવરમાં બનતા ચીઝી ટેનગી પીઝા......આહાહાહા 😋😋😋
મને મારી બેકિંગમા નવું નવું પ્રયોગ કરવો ગમે છે તેથી અહીં મેં એક ટ્વિસ્ટ સાથે પીઝા બનાવ્યો. બાળકોને ખૂબ જ ભાવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
૨-૩ લોકો
  1. 250ગ્રામ મૈદા
  2. 1મોટી ચમચી ખાંડ
  3. 1ચમચી મીઠું
  4. 1ચમચી યીસ્ટ (instant active yeast)
  5. 3/4કપ નવશેકું દૂધ
  6. 2ચમચી માખણ
  7. * અંદરસ્ટફિંગ માટે
  8. 1નાની ડુંગળી- ઝીણી સમારેલી
  9. 2મોટી ચમચી ત્રણ કલરના કેપ્સિકમ મરચાં - સમારેલા
  10. ૧ મોટી ચમચી સ્વીટ કોર્ન
  11. ૪-૫ એલોપિનોસ - સમારેલા
  12. ૨ મોટી ચમચી પીઝા સોસ
  13. 50ગ્રામ મોઝારેલા ચીઝ
  14. 50ગ્રામ ચેડર ચીઝ
  15. જરૂરિયાત મુજબ ઓલિવ્સ

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    એક બાઉલમાં મેંદો, ઇન્સ્ટન્ટ યીસ્ટ, ખાંડ, મીઠું ઉમેરો. તેમાં ગરમ દૂધ ઉમેરો અને નરમ લોટ બાંધો. અને લોટ ખૂબ જ મુલાયમ ન થાય ત્યાં સુધી 10-12 મિનિટ સુધી સતત ગૂંથી લો. લોટને ભીના કપડાથી ઢાંકી દો અને ઓછામાં ઓછા એક કલાક માટે બાજુ પર રાખો. લોટની સાઇઝ બમણી થઈ જશે.

  2. 2

    એક કલાક પછી લોટને બહાર કાઢો અને લોટને ખૂબ મસળીને બધી હવાને દૂર કરો. વર્કિંગ પ્લેટફોર્મ પર થોડો સૂકો લોટ છાંટો. અને લોટને વણી ને 12"x12" ચોરસ આકારમાં ફેરવો.

  3. 3

    તેના પર પીઝા સોસ લગાવો. તેને બધી બાજુ સારી રીતે ફેલાવો.

  4. 4

    તમામ શાકભાજી અને બંને ચીઝ ભભરાવો.

  5. 5

    હવે એક બાજુથી રોલ વાળવાનું શરૂ કરો. મજબૂત રોલ બનાવો. રોલને અંતે ફિક્સ કરો જેથી તે ચોંટી રહે.

  6. 6

    રોલને 1"રાઉન્ડમાં કાપો અને તેને બેકિંગ ટ્રે પર મૂકો. ઉપર ઓલિવ રાખો. તેને ૨૦ મિનિટ માટે ભીનાં કપડાંથી ઢાંકીને બાજુ પર રાખો.

  7. 7

    ૧૦ મિનિટ પછી માઈક્રોવેવ /ઓવનને ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનિટ પ્રી-હીટ કરો. ૨૦ મિનિટ પછી બન ની ઉપર હળવા હાથે દૂધ લગાવો. ૧૫ મિનિટ સુધી બેક કરો.

  8. 8

    સ્વાદિષ્ટ ચીઝ ડિપ સાથે ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
પર
Bangalore
I am a fashion designer by profession but having a passion to cook yummilicious dishes
વધુ વાંચો

Similar Recipes