મોનેકો બિસ્કિટ પીઝા (Monaco Biscuit Pizza Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

પીઝા રોટલી ના ,ભાખરી ના ,પીઝા બેઝ વાળા પીઝા બનાવવા માં આવે છે .મેં મોનેકો બિસ્કિટ પીઝા બનાવ્યા છે . આ પીઝા ને બેક કરવા નથી પડતા .છોકરાઓ ને પીઝા ગમે એટલે આ પીઝા આપી એ તો તેઓ હોંશે હોંશે ખાય છે .પાર્ટી હોય તો આ પીઝા સર્વ કરી શકાય છે .
#AsahiKaseiIndia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મોનેકો બિસ્કિટ
  2. નાની ડુંગળી
  3. નાનું ટામેટું
  4. ૧/૨ કેપ્સિકમ
  5. ૧ ચમચો સ્વીટ કોર્ન
  6. ૧/૨ ચમચો સોસ
  7. ૧ ક્યુબચીઝ
  8. ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ડુંગળી, ટામેટું અને કેપ્સિકમ સમારી લેવા.કોર્ન બાફી ને તેના દાણા કાઢી લેવા.

  2. 2

    એક ડીશ માં બિસ્કિટ મુકવા. બિસ્કિટ પર સોસ લગાવવી.પછી તેની પર કોર્ન ના દાણા મુકવા.

  3. 3

    પછી તેની પર કેપ્સિકમ, ડુંગળી અને ટામેટું મૂકવું.પછી તેની પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિન્કલ કરવા.

  4. 4

    ત્યારબાદ તેની પર ચીઝ છીણવું.તેની પર સોસ સ્પ્રેડ કરવો.તૈયાર છે મોનેકો બિસ્કિટ પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes