લાતે હોટ કોફી ☕️(late hot coffee recipe in Gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#સુપરશેફ3
#મોન્સૂનસ્પેશ્યલ
મારા દીકરા ને સ્ટારબક્સ ની લાતે કોફી ખુબ જ પ્રિય છે પણ લોકડાઉન ના કારણે બહાર ની ખાણી પીણી હમણાં ટાળીયે છીએ. એટલે મારા દીકરા ને સરપ્રાઈઝ આપવા મેં આ કોફી ઘર માં પેહલી વાર ટ્રાઈ કરી છે અને ઘણી સરસ બની છે. વરસાદ પડતો હોઈ ત્યારે આ કોફી પીતાં પીતાં વરસાદ નો આનંદ માણવા થી મન પ્રફુલ્લિત થઇ જાય અને તાજગી નો અનુભવ થાય.

લાતે હોટ કોફી ☕️(late hot coffee recipe in Gujarati)

#સુપરશેફ3
#મોન્સૂનસ્પેશ્યલ
મારા દીકરા ને સ્ટારબક્સ ની લાતે કોફી ખુબ જ પ્રિય છે પણ લોકડાઉન ના કારણે બહાર ની ખાણી પીણી હમણાં ટાળીયે છીએ. એટલે મારા દીકરા ને સરપ્રાઈઝ આપવા મેં આ કોફી ઘર માં પેહલી વાર ટ્રાઈ કરી છે અને ઘણી સરસ બની છે. વરસાદ પડતો હોઈ ત્યારે આ કોફી પીતાં પીતાં વરસાદ નો આનંદ માણવા થી મન પ્રફુલ્લિત થઇ જાય અને તાજગી નો અનુભવ થાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 સર્વિંગ
  1. 2 ટીસ્પૂનનેસ્કેફે કોફી પાઉડર
  2. 2 ટીસ્પૂનખાંડ
  3. 4 ટીસ્પૂનગરમ પાણી
  4. 1 ગ્લાસદૂધ
  5. હર્ષીસ ચોકલેટ સીરપ (કોન માં ભરી તૈયાર રાખવું)

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક ગ્લાસ માં કોફી પાઉડર અને ખાંડ લઇ એમાં 2 ચમચી ગરમ પાણી ઉમેરો અને વિસ્કર ની મદદ થી સ્પીડ માં 2 મિનિટ માટે વિસ્ક કરો. હવે ફરી 2 ચમચી ગરમ પાણી નાખી બીજી 2 મિનિટ વિસ્ક કરો. ફોટા માં બતાવ્યા પ્રમાણે ની કૅનસિસ્ટેંસી લાવો. આને મિક્સચર ને એસ્પ્રેસો કહેવાય.

  2. 2

    હવે એક તપેલી માં એક ગ્લાસ દૂધ ગરમ કરો. દૂધ માં આંગળી નાખી શકાય એટલું જ ગરમ કરો. હવે આમાંથી અડધાં થી થોડું વધારે દૂધ બીજા ગ્લાસ માં લઇ વિસ્કર ની મદદ થી 3-4 મિનિટ માટે વિસ્ક કરો કે જેથી દૂધ પર ફીણ નું લેયર બનતું જાય. હવે ફીણ માં રહેલાં પરપોટાં ને કાઢવા માટે ગ્લાસ ને હલકો હલકો હલાવો અને ધીરે થી ટેપ કરો જેથી પરપોટા જતા રહે અને ફીણ નું ટેક્સચર ક્રીમી બની જાય. હવે ફીણ ને ચમચી થી સાઈડ પર કરી નીચે રહેલું દૂધ ફરી થી તપેલી માં લઇ ને ઉભરો આવે તેટલું ગરમ કરો. ફીણ ને સાચવી રાખો.

  3. 3

    હવે સર્વિંગ કપ માં પેહલા એસ્પ્રેસો નાખો. હવે એની ઉપર થોડી ઊંચાઈ થી ગરમ દૂધ એક સરખી ધારે એક જ જગ્યા એ રેડો કે જેથી એસ્પ્રેસો નું લેયર ઉપર તરે અને કપ ની ઉપર સુધી આવી જાય.

  4. 4

    હવે ચમચી ની મદદ થી દૂધ ના ફીણ નું એક મોટું ટપકું એસ્પ્રેસ્સઓ લેયર ની ઉપર વચમાં મુકો. ત્યાર બાદ કપ ની કિનારી પર ફીણ ની રિંગ બનાવો (ફોટા માં બતાવ્યા મુજબ). હવે ચોકલેટ સીરપ ના કોન થી ફીણ ની કિનારી પર સીરપ ની બોર્ડર બનાવો (ચોકલેટ સીરપ કોન પેહલા થી બનાવી ને તૈયાર રાખવો). નાનકડા કિચન સ્ક્રુડ્રાઇવર ની મદદ થી ડિઝાઇન બનાવો. એક લીટી વચ્ચે થી કપ ની કિનારી તરફ તો બીજી લીટી કિનારી થી કપ ની વચ્ચે સુધી, આમ આખા કપ માં ડિઝાઇન બનાવતા જાઓ (આ ડિઝાઇન સિવાય તમારી મન પસંદ ડિઝાઇન પણ બનાવી શકો)

  5. 5

    તૈયાર છે લાતે હોટ કોફી !

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes