ચુરમા ના લાડવા (Churma Ladva Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#GC

શેર કરો

ઘટકો

45 મિનિટ
5 લાડવા
  1. 1 કપઘઉં નો કરકરો લોટ (150g)
  2. 3 ટેબલ સ્પૂનતેલ (50 મી.લી.)
  3. 1/4કપ+1ટેબલ સ્પૂન હુંફાળું પાણી
  4. જરૂર મુજબતળવા માટે તેલ
  5. 4 ટેબલ સ્પૂનપીગળે લું ઘી (25g)
  6. 75 ગ્રામગોળ ઝીણો સમારેલો
  7. 1/4 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  8. 1/4 ટી સ્પૂનજાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક થાળી માં લોટ લો. એમાં 3 ટેબલ સ્પૂન તેલ ઉમેરી બરાબર મિકસ કરી લો.

  2. 2

    હવે આશરે 1/4 કપ જેટલા હુફાળા પાણીથી લોટ કડક બાંધી લો.

  3. 3

    હવે લોટ ના 6 ભાગ કરી એના મુઠીયા વાળી લો.

  4. 4

    એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ થોડું ગરમ થાય એટલે એકદમ ધીમા તાપે મુઠીયા તળી લો. સોનેરી થાય એટલે કાઢી ને ટુકડા કરી લો.

  5. 5

    ઠંડા થાય એટલે મીકસી ના જાર માં વાટી લો. વાટેલા ચૂરમાં માં ઇલાયચી અને જાયફળ પાઉડર ઉમેરો.

  6. 6

    એક કડાઈ માં 1 ટેબલ સ્પૂન ઘી ગરમ કરો. એમાં ગોળ ઉમેરી ધીમા તાપે પીગળે એટલે ગોળ ને ચુરમાં માં ઉમેરી લો. હવે વધેલું 3 ટેબલ સ્પૂન ઘી ગરમ કરી ને નાખો.

  7. 7

    હવે બધું બરાબર મિકસ કરીને લાડવા બનાવી લો.હવે લાડવા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes