ગોળ ચુરમા ના લાડવા (Jaggery Churma Ladva Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉંનો કકરો લોટ
  2. 1 કપગોળ
  3. 1/2 કપગરમ ઘી
  4. 4 ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  5. 3 ટેબલ સ્પૂનબદામ ના ટુકડા
  6. 3 ટેબલ સ્પૂનકાજુ ના ટુકડા
  7. 1 ટેબલ સ્પૂનકિસમીસ
  8. 1/2 ટી સ્પૂનજાયફળ પાઉડર
  9. 1/2 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  10. 1 ટેબલ સ્પૂનખસખસ
  11. 1 ટેબલ સ્પૂનઘી
  12. 1/2-3/4 કપહૂંફાળું પાણી
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પરાત માં ઘઉંનો કકરો લોટ લઈ તેમાં તેલ નું મોણ નાખી બરોબર મિક્સ કરી લેવું.

  2. 2

    પછી તેમાં જરૂર મુજબ હુંફાળુ પાણી ઉમેરી ભાખરી થી કઠણ લોટ બાંધવો. પછી તેમાં થી મુઠીયા વાળી લેવા. હવે તેને ગરમ તેલ માં મધ્યમ તાપે તળી લેવા.

  3. 3

    હવે તેને અઘકચરા ભાંગી લેવા. ઠંડા પડે એટલે મિકસર જાર માં ઉમેરી ગ્રાઈન્ડ કરી લેવું.

  4. 4

    હવે એક કડાઇ માં 1 ટેબલ સ્પૂન ઘી ગરમ કરી તેમાં કાજુ-બદામ અને કિસમીસ ને અલગ અલગ શેકી લઈ ચુરમા માં ઉમેરો. હવે ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરો. ગોળ એકરસ થઈ જાય ત્યા સુધી ગરમ કરવું.

  5. 5

    હવે ગોળ-ઘી ને ચુરમા માં ઉમેરવું. પછી તેમાં જાયફળ અને ઇલાયચી પાઉડર ઉમેરી બરોબર મિક્સ કરી.

  6. 6

    પછી તેમાં થી એકસરખા લાડવા બનાવી ઉપર ખસખસ લગાવી ગણેશ જી ને ભોગ ધરાવવી.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes