ચુરમા લાડુ

Hemali Rindani
Hemali Rindani @hemali_2073

#GC
ગણપતિ બાપા આવે એટલે લડવા તો હોય જ આ તહેવાર સૌ કોઈ ઉજવતા જ હોય તો ચાલો આપડે પણ બાપા ની પ્રસાદી રૂપે ચુંરમા નાં લાડુ બનાવીએ

ચુરમા લાડુ

#GC
ગણપતિ બાપા આવે એટલે લડવા તો હોય જ આ તહેવાર સૌ કોઈ ઉજવતા જ હોય તો ચાલો આપડે પણ બાપા ની પ્રસાદી રૂપે ચુંરમા નાં લાડુ બનાવીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનીટ
4 વ્યક્તિ
  1. 1 કપઘઉં નો કરકરો લોટ
  2. 1 કપઘઉં નો ઝીણો લોટ
  3. 1/4 કપચણા નો લોટ
  4. 3/4 કપગોળ
  5. 1/4દળેલી ખાંડ
  6. 1 નાની ચમચીજાયફળ પાઉડર
  7. 2 કપઘી
  8. 10 નંગકિસમિસ

રાંધવાની સૂચનાઓ

40 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધાં લોટ મિક્સ કરી તેમાં ઘી નું મોણ ઉમેરવું ત્યારબાદ હુંફાળા ગરમ પાણી થી ભાખરી જેવો કઠણ લોટ બાંધવો હવે તેને આંગળી ની છાપ ઉપસે એવી રીતે મુઠીયા વાળી 5 મિનીટ રેહવા દેવા

  2. 2

    હવે એક પેન માં ઘી અથવા તેલ મુકી મુઠીયા ધીરે તાપે સોનેરી રંગ નાં થાય ત્યાં સુધી તળી લેવા

  3. 3

    તળાય જાય પછી હાથ વડે થોડી મુઠીયા ને મિક્સર મા ક્રશ કરવા હવે તેને ચારણી વડે ચાળી લેવું

  4. 4

    હવે તૈયાર થયેલા ભૂકા મા જાયફળ કિસમિસ તથા ખાંડ નાખી બરાબર મિક્સ કરી લેવું હવે ઘી ને ગરમ કરવા મૂકવું એક્દમ ગરમ થાય પછી ગેસ બંધ કરી તેમાં છીણેલો ગોળ ઉમેરવો તે બધુ લાડુ નાં ભૂકા માં ઉમેરી લાડુ વાળવા તો હવે દાદા નાં થાળ માટે તૈયાર છે ચૂરમા લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Rindani
Hemali Rindani @hemali_2073
પર

ટિપ્પણીઓ

Similar Recipes