મસાલા પાપડ શોટસ (Masala papad Shots Recipe in Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ લોકો
  1. ૨ નંગઅડદ પાપડ
  2. ૧/૪ કપઅમેરિકન મકાઈના દાણા બાફેલા
  3. ૧ નંગટામેટું ઝીણુ સમારેલુ
  4. ૨ નંગલીલી ડુંગળી અથવા સુકી ઝીણી સમારેલી
  5. ૧ નંગલીલુ મરચુ ઝીણુ સમારેલુ
  6. થોડી કોથમીર ઝીણી સમારેલી
  7. થોડાફુદીનાના પતા ઝીણા સમારેલા
  8. ૫૦ ગ્રામ ઝીણી સેવ
  9. ૧/૪ ટી સ્પૂનચાટ મસાલો
  10. ૧/૨ ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચુ પાઉડર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ૪ નંગટુથપીક
  13. ૪ નંગનાના કાચના ગ્લાસ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા પાપડ લો અને તેના બે ભાગ કરો

  2. 2

    હવે એક ભાગ લો અને તેને કોન આકારમા વાળી લો અને તેમા છેડા પર ટુથપીક ભરાવો અને પેક કરો આ રીતે ચાર ભાગના ચાર કોન ટુથપીક ભરાવી તૈયાર કરી લો

  3. 3

    હવે આ કોન ને માઈકો્વેવમા મુકો અને પાચ થી સાત સેકન્ડ જ શેકી લો બહુ શેકવાના નથી અને બહાર કાઢીલો

  4. 4

    કોન બહાર કાઢી ટુથપીક ધીરેથી બહાર કાઢી લો આ રીતે કોન તૈયાર કરી એકબાજુ મુકી દો

  5. 5

    હવે પાપડમા ભરવા માટે મસાલો તૈયાર કરવા માટે એક બાઉલ લો તેમા મકાઈના દાણા, ટામેટું, ડુંગળી, લીલુ મરચુ, કોથમીર, ફુદીનોનાખો ઝીણી સેવ પણ ઉમેરી ને ભેળવો

  6. 6

    હવે તેમા ચાટ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર નાખી બધુજ ભેળવી લો અને પાપડ મસાલો તૈયાર કરી લો

  7. 7

    હવે એક પાપડકોન લો અને તેમા સમાય એટલો મસાલો ભરી લો હવે નાના કાચના ગ્લાસ લો તેમા પણ એક ચમચી જેટલો મસાલો નાખો

  8. 8

    હવે મસાલા પાપડકોનને ગ્લાસમા ગોઠવી દો આ રીતે બધા મસાલા પાપડકોન તૈયાર કરી લો અને ગ્લાસમા ગોઠવી દો

  9. 9

    હવે તેના પર સહેજ લાલ મરચુ પાઉડર છાંટી દો અને તરત જ સવઁ કરો જેથી પાપડ પોચો ના પડે ખાવા મા તરત જ ઉપયોગમા લેવો

  10. 10

    મસાલા પાપડ શોટસ તૈયાર છે ખાવામા ખુબજ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
પર

Similar Recipes