દખો (Dakhho Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#AM1
દખો
Achyutam Keshavam ...
Krishna Damodaram...
Ram Narayanam....
Janki Vallabham....
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ના પારણાં અને પતરાળી... કોણ ભૂલી શકે... પતરાળી ૩૨ જાત ના શાકભાજી :- ૨૬ જાતના શાક અને ૬ જાત ની ભાજી એને patrali પતરાળી કહેવાય....
ઘણાં વૈષ્ણવ ઘરો માં દખો - DAKHO બનાવવા નો રિવાજ હોય છે.... જે તુવેર અને ચણા ની દાળ મા પતરાળી નાંખી ને બનાવાય છે... કહેવાય છે કે પારણાં ના દિવસ ના દખા નો સ્વાદ કાંઈક અલગ જ હોય છે.... એ સ્વાદ વરસ મા કોઇ બીજા દિવસે ના જ આવે...
અત્યારે જે મળ્યા તે શાકભાજી લીધા અને દખો બનાવ્યો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીપતરાળી - ગલકુ, તુરીયુ, દુુધી, કાકડી,શક્કરિયુ, કારેેેલુ ટીંડોળુ
  2. કુુબીસ,ફ્લાવર,વટાણા,તુવેર, મકાઇ, સુરણ, રતાળુ, ગાાજર, બટાકુ, ટાામેટુ
  3. ફણસી, ગવાર, ચોળી, અળવી, કોળું, ભીંડા,સ્ટ્ટોર કરેલી પાપડી, બીટ અને ભાજી મા પાલક, તાંદળજો, લાલ તાંદળજો, મેથી, કોથમીર
  4. ૧ ટેબલ સ્પૂનચણા ની દાળ
  5. ૧|૨ વાટકી તુવેરની દાળ
  6. દાળ મા નાંખવા
  7. ૧વાટકી સુરણ... સરગવો... કોળું... લવીંગ...તજ...આદુ.. લીલા મરચાં અને મેથી દાણા
  8. મીઠું, મરચું, ધાણાજીરુ અને હળદર
  9. લીંબુ નો રસ અને ગોળ
  10. ૨ટી સ્પૂન શીંગ દાણા પલાળેલા
  11. વઘાર માટે તેલ... રાઇ...જીરુ... લીમડો... લાલ આખું મરચું... અને મેથીયા નો મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રેશર કુકર મા બંને દાળ...સુરણ..સરગવો... કોળું...આદુ...લીલા મરચાં...લવીંગ... તજ અને મેથી દાણા નાંખી બાફી લેવું

  2. 2

    બીજી બાજુ ૧ કઢાઈ મા તેલ ગરમ કરો અને એમા રાઇ તતડે એટલે આદુ મરચાં વાટેલા સાંતળો..અને બધા જ શાક ધીમાં તાપે ઢાંકણ ઢાંકી ને થવા દો...

  3. 3

    બીજી બાજુ દાળ ને એકરસ કરી એમાં શીંગ દાણા નાંખી મોટી તપેલીમાં મસાલા કરી ઉકાળવા મુકો... અને શાક માં મસાલા કરો.... શાક અધકચરા ચડે એટલે બધી ભાજીઓ નાંખી ચડવા દો અને ગેસ બંધ કરી દો અને

  4. 4

    દાળ ઊકળે એટલે વઘારિયા મા તેલ ગરમ કરો અને એમા રાઇ તતડે એટલે જીરું... હીંગ અને મેથીયા નો મસાલો નાખી વઘાર કરો.... હવે એમાં શાકભાજી નાખી ઉકાળવા દો.... એની સોડમ ચારેબાજુ પ્રસરે એટલે ગેસ બંધ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (46)

Jibita Khanna
Jibita Khanna @Jibitakhanna
Looks delicious!!! Thoda bataye short me isme kya kya mixed hai ?

Similar Recipes