મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)

#GA4
#Week19
#FoodPuzzleWeek19word_Methi
ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવા મા આવે છે.પણ આ ઢોકળા માં મેથી ની કડવાશ અને મકાઈ ની મીઠાસ બંને ખૂબ સરસ બેલેન્સ થાય છે અને એક અલગ સ્વાદ ના ઢોકળા બને છે.
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4
#Week19
#FoodPuzzleWeek19word_Methi
ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવા મા આવે છે.પણ આ ઢોકળા માં મેથી ની કડવાશ અને મકાઈ ની મીઠાસ બંને ખૂબ સરસ બેલેન્સ થાય છે અને એક અલગ સ્વાદ ના ઢોકળા બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા,દાળ અને મેથી પાઉડર ને બે થી ત્રણ વાર ધોઈ ને એક વાસણ માં પાણી નાખી પાંચ થી છ કલાક પલું દેવું.ત્યાર બાદ મિક્સર જાર માં પલાળેલા ચોખા,દાળ,મેથી, દહીં અને પૌવા તથા બે ટેબલસ્પૂન પાણી નાખી ઢોકળા નું ખીરું વાટવું.ખીરું થોડું જાડું જ રાખવું.જેથી આથો સારો આવે.હવે સાત આઠ કલાક ઢાંકી ને આથો આવવા દેવો.
- 2
ઢોકળા બનાવતા પહેલા સ્ટીમર માં બે ગ્લાસ પાણી નાખવું અને સ્ટેન્ડ મૂકી ઢાંકી ને પાણી ઉકળવા દેવું.હવે ખીરા માં મેથી ના પાન,ક્રશ કરેલી મકાઈ,આખી મકાઈ દાણા,આદુ મરચા ની પેસ્ટ,હળદર અને મીઠું નાખી બધું બરાબર હાથેથી ત્રણ ચાર મિનિટ હલાવી ફીણી લેવું જેથી ખીરું હલકું બને અને તેમાં હવા ભરાય.
- 3
એક થાળી માં તેલ લગાવી તૈયાર રાખવી.ખીરા માં ઇનો અથવા બેકિંગ સોડા અને લીંબુ નો રસ નાખી બરાબર ફીણી ને થાળી માં નાખી દેવું.તેના પર તૈયાર કરેલો મસાલો ભભરાવવો.
- 4
હવે થાળી સ્ટીમર માં મૂકી ઢાંકી ને પંદર મિનિટ મધ્યમ આંચ પર ચડવા દેવું.પંદર મિનિટ પછી ટૂથ પીક અથવા ચાકુ થી ચેક કરવું.ગેસ બંધ કરી થાળી બહાર કાઢી દસ મિનિટ ઠંડુ થવા દેવા.
- 5
ઢોકળા ના કટકા કરી ગરમ ગરમ લીલું ચટણી કે ટોમેટો કેચઅપ સાથે પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4#week19 ઢોકળા એ ગુજરાતી નું ફેવરીટ ફરસાણ છે. ઢોકળા નાસ્તા માં,જમવા માં બેવ રીતે ચાલે છે. Vrunda Shashi Mavadiya -
ચોળા મેથી ઢોકળા (Chola Methi Dhokla Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaનરમ નરમ ઢોકળા ,પ્રચલિત ગુજરાતી ફરસાણ છે જે ગુજરાતી ઘરોમાં અવારનવાર બનતા રહે છે. ઢોકળા બહુ જ બધા પ્રકાર ના બનતા હોય છે. ઢોકળા દાળ-ચોખા પલાળી ને બનાવાય છે, તૈયાર ઢોકળા ના લોટ થી પણ બને છે. ઢોકળા ના ખીરા ને આથો લાવવામાં આવે છે. ઇન્સ્ટન્ટ ઢોકળા પણ બની શકે જે રવા થી બને.આજે મેં ચોળા ની દાળ અને લીલી મેથી થી બનતા ઢોકળા બનાવ્યા છે જે એકદમ નરમ, લચીલા અને સ્વાદિષ્ટ બને છે. Deepa Rupani -
મેથી ના ઢોકળા (Methi Dhokla Recipe In Gujarati)
#GA4#Week19#post2#methiમેથી હેલ્થ માટે ખુબ જ સારી છે અને અત્યારે મેથી ની ભાજી બહુજ સરસ આવે છે અને મેથી ના થેપલા, ઢેબરા, મુઠીયા, શાક ઘણી બધી વાનગીઓ બને છે તો મે ઢોકળા બનાવ્યા છે જે નાસ્તા મા કે ડીનર મા લઈ શકાય Bhavna Odedra -
મકાઈ ના ઢોકળા (makai na dhokala recipe in gujarati)
#વેસ્ટ#સુપરશેફ4આ કોમ્બિનેશન ગુજરાત અને રાજસ્થાન બંને નું છે. આમ પણ ગુજરાતી ઓ માટે મામા નું ઘર (અરે એટલે કે સૌથી નજીક નું ફરવાનું સ્થળ એટલે રાજસ્થાન એમાં પણ ઉદયપુર આબુ, વૈષ્ણવ માટે નાથદ્વારા ). એટલે કોઈનેય ખોટું ના લાગે 😂😀 એવું અપને બન્ને નું બનાઈ દિધુ.ગુજરાત માં અપને અડદ દાળ અને બાજરી ના રોટલા સાથે એક કાઠ્યાવાડી ટેસડો કરીએ તો સાથે જ રાજસ્થાની અડદ સાથે મકાઈ ના રોટલા અને મકાઈ ના સરસ મજાના ઢોકળા સાથે ખાય.અડદ દાળ ની દરેક વસ્તુઓ મજાની બને છે પણ એક સાદી રીતે ડુંગળી ટામેટા નાખીને બનાવીએ એની વાત જ કૈક અલગ છે. સ્વાદ માં બહુ સરસ લાગે છે.મને ફરવાનો શોખ બહુ જ છે. તો જ્યાં જાઉં ત્યાં એવો આગ્રહ રાખું કે ત્યાંનું લોકલ ફૂડ જમું. ત્યાંની સંસ્કૃતિ ને ઓળખું. રાજસ્થાન થી મારી એક સારી આવી ફ્રેડ જે મારી સાથે છે જોબ માં. આ હંમેશા કહે કે યાર મમી ના હાથ ની અડદ ની દાળ અને ઢોકળા યાદ આવે છે (અને જમવાનું બનાવતા એટલું નોતું આવડતું આ વખતે ). આ કોમ્બિનેશન મારા માટે પણ નવું હતું એટલે પહોંચી ગયા અને ઘરે નાથદ્વારા રાજસ્થાન અને ડિમાન્ડ કરી કે આજ ખાવું છે. અને જે માજા પડી છે ખાવાની. અને પછી આજે આ યાદ આવી ગઈ અને મેં પણ બનાવી દીધું આજે ઘરે. Vijyeta Gohil -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek 9Dudhi dhokala....ઢોકળા એ આપણા ગુજરાતી ની વિશ્વ પ્રસિદ્ધ વાનગી છે અને એમાં ઘણી અલગ અલગ પ્રકાર ના ઢોકળા બનાવાય છે જેમ કે દૂધી ના, પાલક ના, મકાઈ ના આમ ઘણી બધી પ્રકાર મા ઢોકળા બનાવાય છે એમાં થી આજે મે દૂધી ના ઢોકળા બનાવ્યા છે જે ખૂબ સરસ અને સ્વાદિષ્ટ બન્યા છે. Payal Patel -
કોર્ન મેથી ઈદડા (Corn Methi Idada Recipe In Gujarati)
#trend4ઈદડા ગુજરાત ની સ્પેશિયલ વાનગી છે જે બધા ના ઘરે બનતી હોઈ છે. સવાર ના નાસ્તા થી લઈ ને જમતી વખતે સાઈડ ડિશ તરીકે ઈદડા ગમે એ રીતે ખાઈ શકાય. આજે મે ઈદડા માં મકાઈ અને મેથી નું variation લાવી ને બનાવ્યા છે. આ ઈદડા લીલી ચટણી, કેચઅપ, લસણ ની ચટણી વગેરે સાથે ખાઈ શકાય છે. કોર્ન મેથી ઈદડા અપડાં સાદા ઈદડા કરતા કઈ અલગ અને નાના બાળકો માટે એક healthy ઓપ્શન પણ છે. Kunti Naik -
-
-
લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. લીલી મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે. જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે. જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. Daxa Parmar -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#ટ્રેડિંગઢોકળા એ ગુજરાતી ની ફેમસ ડીશ છે.ગુજરાતી લોકોને ઘરે ઢોકળા અવાર નવાર બનતા જ હોય છે.ઢોકળા ઘણી અલગ અલગ રીત થી બંને છે જેમાં આપને આજે ખાટ્ટા ઢોકળા બનાવ્યા છે. તેમાં પાલક નો ઉપયોગ કરી વધારે હેલ્ધી બનાવ્યા છે. Namrata sumit -
ફ્રેશ મકાઈ ના ઢોકળા (Fresh Corn Dhokla Recipe In Gujarati)
ફ્રેશ મકાઈના ઢોકળા એકદમ હેલ્ધી અને ફીલિંગ બ્રેકફાસ્ટ છે. રવાના ઢોકળા થી મળતા આવતા આ ઢોકળા ફ્રેશ મકાઈ ઉમેરવાથી એક અલગ જ સ્વાદ આપે છે. spicequeen -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#NFC : ફરાળી ઢોકળાસામો અને સાબુદાણા ને ક્રશ કરી ને ફરાળી ઢોકળા બનાવ્યા. આ ઢોકળા એકદમ સોફ્ટ બને છે. Sonal Modha -
વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : વાટી દાળના ખાટા ઢોકળાઢોકળા એ ગુજરાતીઓની મનપસંદ અને અતિ પ્રિય ટ્રેડિશનલ ડીશ છે જેને આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ જેમ કે વાટી દાળના ઢોકળા, ઇન્સ્ટન્ટ ખમણ, ફરાળી ઢોકળા , નાયલોન ખમણ એમાંના એક આજે મે વાટી દાળના ખાટા ઢોકળા બનાવ્યા . જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. મિક્સ લોટ ના ખાટા ઢોકળા મારા સાસુ બહુ જ સરસ બનાવે . મે એમની સ્ટાઈલ થી બનાવ્યા છે . Sonal Modha -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadGujarati ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતું ફરસાણ છે. ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે. એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે. Daxa Parmar -
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથી ના મુઠીયા ઢોકળા sandip Chotai -
ફોતરાવાળી મગની દાળ ના ઢોકળા (Fotravali Moong Dal Dhokla Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે જેમાં આથો લેવાની જરૂર નથી. દાળ પલાળી ને વાટીને તરત જ ઢોકળા ઉતારી શકો છો. આ ઢોકળા માં ઈનો ફ્ર્ર્ર્રટ સોલ્ટ કે સોડા ની જરુર ઔનથી પડતી ,તો પણ એકદમ સોફ્ટ બને છે. આ વાનગી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
મકાઈ ના લોટ ના ઢોકળા
#MLગુજરાતી ઘરોમાં મકાઈ ના ઢોકળા બ્રેકફાસ્ટ માં ખવાય છે. આ ઢોકળા ને બહુજ ટેસ્ટી બને છે.ઢોકળા , ઓલ-ટાઇમ ફેવરેટ ગુજરાતી ફરસાણ છે અને બહુજ સહેલી રેસીપી છે. Bina Samir Telivala -
મેથી મકાઈ(Methi Makai Recipe In Gujarati)
#GA4#week1મકાઈ ની સાથે મેથી નું કોમ્બિનેશન ખુબ સરસ લાગે છે. આમાં ડબલ વઘાર અને કાજુ મગજતરી ની પેસ્ટ બે વાર નાખવાની હોવા થી રિચ ટેસ્ટ આવે છે.. KALPA -
લીલી મકાઈ અને રવા નાં ઢોકળા (Lili Makai Rava Dhokla Recipe In Gujarati)
#DRCઢોકળા રેસીપી ચેલેન્જઢોકળા તો દરેક ગુજરાતી નાં પ્રિય હોય છે. ભલે ને એ રવા નાં હોય કે દાળ ચોખા નાં હોય કે ઓટ્સ નાં હોય પણ ખાવા ની હંમેશા ખુબ જ મઝા આવે જ છે. મેં આજે લીલી મકાઈ નાં ઢોકળા બનાવ્યા છે.. તમે પણ આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો... Arpita Shah -
વ્હાઈટ મકાઇ ના મિક્સ ઢોકળા (White Makai Mix Dhokla Recipe In Gujarati
#DRC મકાઇ ના મિક્સ ઢોકળા રેસીપી ચેલેન્જવ્હાઈટ મકાઇ ના ઢોકળા ઢોકળા બધાં જ સૌથી પસંદ હોય છે વાઇટમકાઇ ના ઢોકળા મિક્સ ઢોકળા ઇનસટ રેસીપી બનાવી શકાય છે વાઇટમકાઇ ના ઢોકળા સોફ્ટ અને જાળીદાર બંનાવી શકાય છે મકાઇ નો લોટ પચાવવા સહેલો પડે છે લેડીસ નેં kitty party માં લઇ જવામાં આવે છે બાળકો લંચ બોક્સમાં પસંદ કરે છે પારૂલ મોઢા -
-
લીલા લસણ મેથી ના ઘાયણા(Lila Lasan Methi Gayana Recipe In Gujarati
#લીલા લસણ મેથી ના ઘાયણા#GA4 #Week24કણકી કોરમાં ના લોટ માંથી બનતી આ વાનગી ગુજરાતી રેસીપી છે. હેલ્થી અને ટેસ્ટી બને છે. ક્યારેક ઢોકળા નું ખીરું બચ્યું હોય તો આ રીતે બહુજ ટેસ્ટી રેસપી કે બ્રેક ફાસ્ટ બની સકે છે. Kinjal Shah -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9વરસાદ ના મોસમ મા ખુબજ ભાવતી અને બનતી વાનગી ઓ માની એક એટલે વડા અથવા ભજીયા.મેં અલગ થોડી અલગ રીતે મકાઈ ના વડા તયાર કર્યા છે. તમને પાણી જરૂર પસન્દ આવશે. જરૂર બનાવો અને cooksnap પણ કરો. Hetal amit Sheth -
મગ ચોખા ના ખાટા ઢોકળા (khatta dhokla recipe in Gujarati)
#west ગુજરાતીઓને હા આ એક બહુ જ કોમન ડીશ છે અહીં મેં આખા મગ ચોખા અને અડદની દાળ લઈ લોટ દળ્યો છે આખા મગ લેવાથી ઢોકળાનું હેલ્ધી વર્ઝન કર્યું છે ગુજરાતીઓના ખાટા ઢોકળા ના લોટ માં ત્રણ ભાગ ચોખા અને એક ભાગ અડદની દાળ લેવાય છે અહીં મેં ત્રણ ભાગ ચોખા એક ભાગ મગ આખા અને એક ભાગ અડદની દાળ લીધી છે ઢોકળા આમ પણ પચવામાં હલકાં હોય છે એમાં મેં અહીં મગ લીધા છે એટલે પચવામાં ખૂબ હલકા રહે છે વળી જૈનના ઘરમાં અમુક તિથિ વખતે લીલા શાકભાજી ન ખાતા હોય એ વખતે આ ખાટા ઢોકળા ખાસ બનાવે છે Gita Tolia Kothari -
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#Week2#CB2સોજી ના ઢોકળાસોજી ના ઢોકળા ખાવા માએકદમ સોફ્ટ અને ટેસ્ટ માં સારા લાગે છે. Sonal Modha -
લાઇવ ઢોકળા અને લીલી ચટણી (Live Dhokla Green Chutney recipe in Gujarati)
ઢોકળા અલગ અલગ પ્રકાર ના હોય છે. આજે મેં લાઇવ ઢોકળા બનાવ્યાં છે.#Trend3#Post3#Week3#ઢોકળા#લાઇવઢોકળા Chhaya panchal -
વાટીદાળ ના ખાટા ઢોકળા
#RB9: વાટીદાળ ના ખાટા ઢોકળાઆ ખાટા ઢોકળા ગરમ ગરમ ખાવાની મજા આવે છે. મારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે જયારેખાવાનું મન થાય ત્યારે આખલા દિવસે આથો નાખી ને વાટીદાળ ના ખાટા ઢોકળા બનાવી દઉં. Sonal Modha -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતની વિશેષતા ધરાવતું ફરસાણ છે પરંતુ હવે સમગ્ર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ઢોકળા બનાવવાના ઘણા પ્રકારો છે, તે ચણાનો લોટ, રવો, મિશ્રિત અનાજ, દાળ અને ચોખા અને બીજા ઘણા સંયોજનો સાથે બનાવી શકાય છે. સેન્ડવીચ ઢોકળાને તમે ગુજરાતી જમણવારમાં ફરસાણ તરીકે પણ પીરસી શકો છો. આ ઢોકળા મારા પરિવારનો મનપસંદ નાસ્તો છે તેથી હું ઘણીવાર અલગ જ બનાવું છું. અને બાળકોને લંચ બોક્સ માટે પણ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો છે.તો આવો જાણી લઇએ સેન્ડવીચ ઢોકળા બનાવવા માટેની સામગ્રી અને રીત.. Riddhi Dholakia -
ખાટા ઢોકળા(khatta dhokla recipe in Gujarati)
#વેસ્ટ #ગુજરાતઆ ઢોકળા ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે તેને લસણની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે... Kala Ramoliya
More Recipes
ટિપ્પણીઓ (2)