મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)

Sarika delawala
Sarika delawala @sarikaa
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ મોરૈયો
  2. 1 નંગબટાકુ
  3. 1 ચમચીજીરૂ
  4. 1 ટુકડોતજ
  5. 3લવિંગ
  6. 3સૂકા લાલ મરચાં
  7. 3લીલા મરચા
  8. મીઠો લીમડો
  9. 1 ચમચીલાલ મરચું
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 2 ચમચીકાચા શીંગદાણા
  12. 2 ચમચીવઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા મોરૈયાની પાણીથી ત્રણથી ચાર વખત સાફ કરી લેવો.

  2. 2

    હવે વઘાર માટે કડાઈમાં તેલ મુકવું. તેલ ગરમ થાય એટલે તેમ જીરુ, શીંગદાણા, લવિંગ, તજ, મીઠો લીમડો, લાલ સૂકા મરચાં, સમારેલા લીલા મરચાં, નાખી તે બધું સંતળાઈ જાય એટલે તેમાં મોરૈયો નાખી સરખું મિક્સ કરી લેવું. પછી તેમાં પાણી ઉમેરવું.

  3. 3

    હવે તેમાં મસાલો કરવો. મીઠું, હળદર, લાલ મરચું નાખવું. પછી તેમાં એક બટાકુ ધોઈને છોલીને છીણીને નાખવું. ને બરાબર મિક્સ કરી ધીમા ગેસ પર ચડવા દેવું. 8 થી 10 મિનિટમાં મોરૈયો તૈયાર થઈ જશે.

  4. 4

    તો તૈયાર છે મોરૈયા ની ખીચડી. એક સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરીને મોળા દહીં સાથે સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sarika delawala
પર

ટિપ્પણીઓ

Similar Recipes