ટેમરીન્ડ રાઈસ (Tamarind Rice Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#LB
લંચ બોક્સ રેસીપી
ઇમલી વાલે ચાવલ. પુલિહોરા રેસીપી. સરળ અને સ્વાદિષ્ટ પ્રખ્યાત સાઉથ ઈન્ડિયન રેસીપી. કાંદા અને લસણ વગર ની રેસીપી તહેવાર અને પૂજા વખતે બનાવવામાં આવે છે. બાળકો ને લંચ બોક્સ માં આપવા માટે મસાલેદાર ટેસ્ટી રાઈસ.

ટેમરીન્ડ રાઈસ (Tamarind Rice Recipe In Gujarati)

#LB
લંચ બોક્સ રેસીપી
ઇમલી વાલે ચાવલ. પુલિહોરા રેસીપી. સરળ અને સ્વાદિષ્ટ પ્રખ્યાત સાઉથ ઈન્ડિયન રેસીપી. કાંદા અને લસણ વગર ની રેસીપી તહેવાર અને પૂજા વખતે બનાવવામાં આવે છે. બાળકો ને લંચ બોક્સ માં આપવા માટે મસાલેદાર ટેસ્ટી રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ
  1. 1 કપભાત
  2. 1 નાની ચમચીમીઠું
  3. 1/2 નાની ચમચીકાશ્મીરી લાલ મરચુ
  4. 1નાના લીંબુ જેટલી આંબલી ગરમ પાણીમાં પલાળીને રાખવી
  5. 2 મોટી ચમચીકોથમીર
  6. મસાલો****
  7. 2 નંગ સૂકા લાલ મરચા
  8. 1 નાની ચમચીસૂકા આખા ધાણા
  9. 1/2 નાની ચમચીજીરૂ
  10. 1/4 નાની ચમચીમેથી દાણા
  11. 5-6મરી
  12. 1/2 નાની ચમચીતલ
  13. 1 મોટી ચમચીસુકુ ખોપરું
  14. વઘાર****
  15. 2 મોટી ચમચીતેલ
  16. 1 મોટી ચમચીશીંગ
  17. 1 નાની ચમચીરાઈ
  18. 1 નાની ચમચીઅડદ ની દાળ
  19. 1 નાની ચમચીચણા ની દાળ
  20. 1 નંગસુકુ લાલ મરચુ
  21. 1/8 નાની ચમચીહળદર
  22. 5-6લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    પલાળેલી આંબલી નો પલ્પ કાઢી લો. સૂકા મસાલા ધીમા તાપે શેકી ઠંડા થાય પછી દરદરા વાટી લો.

  2. 2

    એક કડાઈ માં 2 મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકો. એમાં શીંગ ધીમા તાપે તળી લો. હવે રાઈ, અડદ ની દાળ, ચણા ની દાળ ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો. હવે સુકુ લાલ મરચુ, લીમડોઅને હળદર ઉમેરો.2 ટેબલ પાણી ઉમેરો.

  3. 3

    હવે આંબલી નો પલ્પ, મીઠું, કાશ્મીરી લાલ મરચુ અને વાટેલો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે રાંધેલો ભાત ઉમેરી બરાબર મિક્સ કરી લો. કોથમીર ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes