રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપબાસમતી ચોખા
  2. 4 ચમચી(તેલ +ઘી)
  3. 2 નંગડુંગળી
  4. 2 નંગબટાકા
  5. 1/2 ચમચીખમણેલું આદુ
  6. 1 ચમચીલસણ મરચાની પેસ્ટ
  7. 2 ચમચીબિરિયાની મસાલો
  8. 1સૂકુ લાલ મરચું
  9. 1તમાલપત્ર
  10. 8-10લીમડા ના પાન
  11. 1/2 ચમચીહિંગ
  12. 1 ચમચીરાઈ
  13. 1 ચમચીજીરૂ
  14. 1 ચમચીહળદર
  15. સ્વાદ મુજબ મીઠું
  16. 1 નંગલીંબુ
  17. જરૂર મુજબ પાણી
  18. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખાને ધોઈને 30 મિનિટ પલાળી રાખો. ડુંગળી બટાકા જીણા સમારી લો

  2. 2

    એક કડાઈમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકો એ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરો રાઈ જીરું તતડે એટલે તેમાં સૂકુ મરચું અને તમાલપત્ર ઉમેરો પછી હિંગ હળદર અને આદુ,મરચા લસણ ની પેસ્ટ નાખી હલાવી લ્યો તેમાં ડુંગળી ઉમેરી 2 મિનિટ સાંતળી લો હવે તેમાં બટાકા ઉમેરી ને હલાવી લો.ઢાંકણ ઢાંકી બટાકા ને 3 4 મિનિટ માટે થવા દો તેમાં લીમડા ના પાન ઉમેરો

  3. 3

    હવે તેમાં ચોખા માંથી પાણી નિતારી ને ચોખા ઉમેરો પછી તેમાં રૂટિન મસાલા મીઠું નાખો અને બિરિયાની મસાલો નાખી હલાવી લ્યો એક મીનીટ પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી ઢાંકી ને 10 મીનીટ થવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો ભાત તૈયાર છે હવે તેમાં લીલાં ધાણા નાખી દહીં કે રાઇતા સાથે સર્વ કરો.

  4. 4

    બિરિયાની મસાલા માં બધા જ ખડા મસાલા આવી જાય છે અને ટેસ્ટી પણ ખૂબ લાગે છે માટે મેં બિરિયાની મસાલો ઉમેર્યો છે ખારી ભાત માં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aanal Avashiya Chhaya
પર
Anjar Kutch

ટિપ્પણીઓ

Similar Recipes