દાણા મુઠિયાં નુ શાક (Dana Muthia Shak Recipe In Gujarati)

Urmi Desai @Urmi_Desai
શિયાળામાં દાણા વાળા શાક માર્કેટમાં સરસ મળે છે. એમાં પણ પાપડી અને તુવેરના દાણા કુણા- કુણા તો ખૂબ જ સરસ મળે છે. તો આ દાણા અને મેથી ની ભાજી ના મુઠીયા નું શાક one pot meal તરીકે બનાવી શકાય છે. જે એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મુઠિયાં માટે સામગ્રી લઇ બરાબર મિક્સ કરી લોટ બાંધી મુઠિયાં વાળી લો.
- 2
હવે શાક માટે દાણા લઈ મસાલા ઉમેરો. કૂકરમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, અજમો અને હિંગ ઉમેરી દો. હવે લીલું લસણ ઉમેરો.
- 3
હવે કૂકરમાં મસાલો કરેલા દાણા ઉમેરી ૩ કપ પાણી ઉમેરીને ઉકળવા દો.
- 4
પાણી ઉકળવા લાગે એટલે તેમાં મુઠિયાં ઉમેરીને ઢાંકણ ઢાંકી ૨ સીટી વગાડી ૧૦ મિનિટ સુધી ધીમા તાપે થવા દો.
- 5
હવે ગેસ બંધ કરી વરાળ નીકળી જાય પછી ઢાંકણ ખોલી લીલું લસણ અને કોથમીર ઉમેરીને સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

દાણા મુઠીયા નું શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
આ શાક શિયાળામાં ખાવાની ખૂબજ મજા આવે છે. જો ઊંધિયું બનાવવાની માથાકૂટ ના કરવી હોય તો ઓછી સામગ્રીમાં બનતું આ એકદમ સ્વાદિષ્ટ શાક છે.


મિક્સ દાણા રીંગણનું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં ભરપૂર માત્રામાં લીલા દાણા મળે છે અને રીંગણ પણ ખુબ જ સરસ આવે છે તો મિક્સ કરીને દાણા રીંગણનું શાક બનાવીએ તો રોટલા ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે


દાણા મુઠીયા નું શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ લીલા મસાલાવાળુ તીખું અને ખાટ્ટા મીઠા સ્વાદવાળું શાક. શિયાળામાં ખૂબ પ્રમાણ માં લીલાછમ તાજા શાકભાજી બજારમાં મળે છે. આજે મે દાણા અને મેથી નો ઉપયોગ કરીને શાક બનાવ્યુ છે. પાપડી નાં દાણા, તુવેર ના દાણા, લીલા ચણા, વટાણા કોઈપણ દાણા મિક્સ કરીને બનાવી શકાય.


સુરતી દાણા મુઠીયા નું શાક (Surti Dana Muthiya Shak Recipe In Guj
સુરતી દાણા મુઠીયા નું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક શિયાળામાં બનાવવામાં આવે છે. આ શાક સુરત નું પ્રખ્યાત છે. આ શાક ઊંધિયા જેવું લાગે છે. તેમાં મેથીના મુઠીયા એડ કરવામાં આવે છે. મિત્રો આ શાક જરૂરથી એકવાર બનાવજો. જેની રેસીપી હું શેર કરું છું.


દાણા મૂઠિયાં નું શાક(Beans muthiya sabji recipe in Gujarati)
શિયાળામાં લીલા દાણા વાળા શાકભાજી ખૂબ મળે છે અને કાઠિયાવાડમાં આ દાણા મુઠીયા નુ શાક ખૂબ પ્રચલિત છે અને તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week12#besan


દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
દાણા મુઠીયા નું શાક શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે એક ગુજરાતી ડીશ છે. આ શાક સુરતી કાળા વાલ ની પાપડી ના દાણા અને મેથીના મુઠીયા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તાજા લીલા મસાલાના ઉપયોગ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ શાક પૂરી, રોટલી, પરાઠા અથવા તો રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu


મિક્સ દાણા રીંગણનું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
#WLD#Dinner#Cookpadgujarati આજે ને મિક્સ લીલા દાણા - લીલી તુવેરના દાણા, લીલા વટાણા ના દાણા અને સુરતી પાપડી ના દાણા માંથી આ દાણા રીંગણ નું શાક બનાવ્યું છે. જે એકદમ ટેસ્ટી અને સ્વાદિસ્ટ બન્યું છે. આમાં આ શાક નો ટેસ્ટ એના સ્પેશિયલ ગ્રીન મસાલા ને લીધે વધી જાય છે. જો તમે પણ આ રીતે શાક બનાવશો તો ઘર ના બધા જ સભ્યો આંગળા ચાટતા રહી જશે. અને બાળકો જો રીંગણ ના ખાતા હોય તો આ શાક નો ટેસ્ટ કરીને રીંગણ નું શાક પણ એમને ભાવવા લાગશે.


દાણા મુઠીયા નું શાક (Daana Muthiya Sabji Recipe In Gujarati)
#WLD#MBR7Week 7 દક્ષિણ ગુજરાત ની આ ખાસ વાનગી હવે દરેક જગ્યાએ બનવા લાગી છે.. તુવેરના લીલા છમ્મ દાણા માં મેથીની ભાજીના તળેલા કે બાફેલા નાના મુઠીયા ઉમેરીને બનાવવામાં આવે છે...One -Pot -Meal તરીકે ચાલી જાય છે...ડિનર માં પીરસિયે તો બધા હોંશે થી લઈ શકે છે લીલા મસાલા ઓ થી તેનો સ્વાદ બેવડાઈ જાય છે.


લીલવા ઢોકળી નું શાક (Lilva Dhokli Shak Recipe In Gujarati)
Methi Dumplings in Lilva.શિયાળાની ઋતુમાં પાપડીના લીલવાના ( દાણા) શાક માં મેથી ની ભાજી ઉમેરી ઢોકળીની વાનગી. જે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. જે સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.અહીં મેં નાગલી/રાગી રોટલા, ખીચીયા અને ટીંડોળાનુ અથાણાં સાથે સર્વ કર્યું છે.


કાચા પાકા મેથી ની ભાજી ના મુઠીયા (Kacha Paka Methi Bhaji Muthia Recipe In Gujarati)
કાચા - પાકા મેથી ની ભાજી ના મુઠીયા ધણા બધા શાક માં વપરાય છે. ઉંધીયુ , દાણા મુઠીયા , વાલોર મુઠીયા, સુરતી પાપડી મુઠીયા, રીંગણ મુઠીયા, એવી અઠળગ વેરાઇટી છે જેમાં શિયાળામાં લોકો મુઠીયા વાપરતા જ હોય છે.


રતાળુ દાણા નું શાક (Ratalu Dana Shak Recipe In Gujarati)
ઠંડીની ઋતુમાં ભરપૂર માત્રામાં શાક મળે છે, તેનુ મિશ્રણ કરી ને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે


મિક્સ લીલવા દાણા અને મુઠીયાનું શાક (Mix Lilva Dana Muthia Shak Recipe In Gujarati)
આ શાક એ ઊંધિયા જેવું લાગે એવું શાક છે પણ એ ઊંધિયું નથી. ઊંધિયામાં બહુ બધા શાકભાજી મિક્સ કરાતા હોય છે. જયારે આ શાકમાં વિવિધ પ્રકારના દાણા મિક્સ કરીને એમાં મેથીની ભાજીના તળેલા મુઠીયા ઉમેરીને બનાવવામાં આવે છે.જેથી એનો દેખાવ ઊંધિયા જેવો લાગે છે.#WLD


દાણા મુઠિયા નું શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
દાણા મુઠિયા નું શાક #CDY


વાલોળ નાં દાણા અને મુઠિયા નું શાક (Valor Dana Muthia Shak Recipe In Gujarati)
શિયાળામાં ખાસ બનતું શાક છે. ઉંધિયા માટે જ્યારે મુઠિયા બનાવું ત્યારે થોડા વધુ બનાવી રાખું અને પછી ઝટપટ બને વાલોળ નાં દાણા અને મુઠિયા નું શાક.


વાલોળ મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
#WLD#Dinnerહમણાં શિયાળામા.. વાલોળ પાપડી નું શાક મેથી ના મુઠીયા નાખી ને બનાવ્યું છે.. એકદમ ઉંધિયું જેવું ટેસ્ટી બનાવ્યું છે..


પાપડી મુઠીયા નુ શાક(Papadi Muthiya sabji recipe in Gujarati) (Jain)
#Winter_kitchen_challenge#week4#MS#Papadi_nu_shak#surati_papadi#gujrati#sabji#winterspecial શિયાળા દરમિયાન આવતી સુરતી પાપડી નું શાક મોટાભાગે દરેક ના ઘરમાં બનતું હોય છે. આ પાપડી શિયાળામાં બે મહિના માટે આવતી હોય છે. આથી, અલગ-અલગ પ્રકારના શાક બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. પાપડી દાણા વાળી અને દાણા વગરની em બે પ્રકારની આવે છે બંને પાપડી નો સાથે ઉપયોગ કરીને શાક બનાવવામાં આવે તો તે બહુ સરસ બને છે. અહીં મેં સુરતી પાપડી ની સાથે મેથીની ભાજીના મુઠીયા બનાવ્યા છે. જે તળ્યા વગરના બનાવ્યા છે. આ શાક ખાવા માટે સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે.


તુવેર દાણામાં ઢોકળી (Tuvar Dana Dhokli Recipe in Gujarati
#GA4#Week13#Tuvarશિયાળામાં લીલી તુવેર ખૂબ સરસ મળે છે. અને તુવેરના દાણા વડે ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.એમાંથી એક મારી મનપસંદ વાનગી છે તુવેરના દાણામાં ઢોકળી. જે ડીનર માટે પણ બનાવી શકાય છે. આ વાનગીમાં બધા જ સ્વાદ આવી જાય છે એટલે આ વાનગી મારી પ્રિય છે.


સુરણ દાણા ભાજી શાક (Suran Dana Bhaji Shak Recipe In Gujarati)
#EBનવું પ્રકાર નું સુરણ નું શાક,આ રેસીપી મારાં સાસુ ની છે.જે સ્વાદિષ્ટ છે, અને ભાજી દાણા સાથે બનાવેલ છે.


ગ્રીન દાણા મુઠીયા નું શાક(Green beans muthiya sabji recipe in Gujarati)
#GA4#Week13#Tuverશિયાળો આવે અને લીલોતરી વાળા શાકભાજી ખાવાની તો મજા જ કંઈક ઔર હોય છે


પાપડી મુઠીયા નું શાક (Papdi Muthia Shak Recipe In Gujarati)
આ શિયાળું શાક , સિઝનમાં ગુજરાતી ઘરોમાં અઠવાડિયે 2-3 વાર બનતું હોય છે. લીલી લીલી પાપડી અને મોં માં ઓગળી જાય.એવા પોચા પોચા મુઠીયા , મારૂં તો મનપસંદ છે. તમારું ???


રીંગણ બટાકા ટામેટા દાણાનું શાક (Ringan Bataka Tomato Dana Shak Recipe In Gujarati)
શિયાળામાં મસ્ત રીંગણ અને વાલોળ નાં દાણા તથા તુવરના દાણા નું લસણ વાળું શાક ખાવાની મજા...


સુરણ દાણા ભાજી શાક (Suran Dana Bhaji Shak Recipe In Gujarati)
#AM3નવું પ્રકાર નું સુરણ નું શાક,આ રેસીપી મારાં સાસુ ની છે.જે સ્વાદિષ્ટ છે, અને ભાજી દાણા સાથે બનાવેલ છે.


દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2 દૂધીના મુઠીયા એ ખવાતી ગુજરાતી વાનગી છે.આ એક complete meal કહેવાય છે.


વટાણા નુ શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4મેં અહીં યા હજુ મેથી ની ભાજી સરસ મળે છે એટલે વટાણા સાથે મેથી ની ભાજી રીંગણ નું શાક લીલા લસણ સાથે બનાવ્યું છે


લીલી તુવેરના દાણા ની બિરયાની
#ઇબુક૧#રેસીપી 2#લીલી તુવેરના દાણા ની બિરયાની


તુવેર નાં દાણા રીંગણ નું શાક (Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં તુવર અને રીંગણ ખૂબ સરસ આવે છે. આ શાક ખૂબ સરસ લાગે છે.


વાલોર દાણા - ઢોકળી (valor dana dhokli recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25ગુજરાતી રસોડામાં ભાત ભાત ના શાક બનતા હોય છે. જ્યારે કોઈ શાક ઓછું હોય કે ના ભાવે એવું હોય ત્યારે આપણે બટેટુ, ઢોકળી, મુઠીયા એવું ઉમેરતા હોઈએ જ છીએ. આ લોક ડાઉન માં મેં આવું એક શાક બનાવ્યું જે પહેલી વાર બનાવ્યું. વાલોર ના દાણા ને હું બીજા બધા દાણા સાથે તથા ઊંધીયા માં વાપરતી હતી , પણ પહેલી વાર તેને એકલા શાક માં વાપર્યા અને સાથે ઢોકળી નાખી છે.


ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ઢોકળીનું શાક એકદમ ફટાફટ બની જાય એવું અને એકદમ ટેસ્ટી શાક છે. જ્યારે ઘરમાં કોઇપણ શાક ન હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. કાઠીયાવાડમાં આ શાક ખૂબજ પ્રખ્યાત છે.


પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
શિયાળો એટલે ભરપુર શાક ની સીઝન. એમાં પાપડી, તુવેર , મૂળા, આમળાં વિગેરે પુષ્કળ પ્રમાણમાં મળે છે. તો ચાલો આજે બનાવી એ પાપડી નું શાક.#Week4 #WK4


પાલક મેથી ના મૂઠીયા (Palak Methi Muthia Recipe In Gujarati)
#RC4પાલક અને મેથી ની ભાજી તંદુરસ્તી માટે ફાયદાકારક છે, જો બાળકો ન ખાતા હોય તો નાસ્તામાં મુઠીયા તરીકે આપી શકાય,

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16753580
ટિપ્પણીઓ (3)