સુરતી દાણા મુઠીયા નું શાક (Surti Dana Muthiya Shak Recipe In Guj

સુરતી દાણા મુઠીયા નું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક શિયાળામાં બનાવવામાં આવે છે. આ શાક સુરત નું પ્રખ્યાત છે. આ શાક ઊંધિયા જેવું લાગે છે. તેમાં મેથીના મુઠીયા એડ કરવામાં આવે છે. મિત્રો આ શાક જરૂરથી એકવાર બનાવજો. જેની રેસીપી હું શેર કરું છું.
સુરતી દાણા મુઠીયા નું શાક (Surti Dana Muthiya Shak Recipe In Guj
સુરતી દાણા મુઠીયા નું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક શિયાળામાં બનાવવામાં આવે છે. આ શાક સુરત નું પ્રખ્યાત છે. આ શાક ઊંધિયા જેવું લાગે છે. તેમાં મેથીના મુઠીયા એડ કરવામાં આવે છે. મિત્રો આ શાક જરૂરથી એકવાર બનાવજો. જેની રેસીપી હું શેર કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં સૂકા લાલ મરચાં, અજમો અને હિંગ એડ કરો. પછી તેમાં પાપડીના દાણા ઉમેરીને મીઠું અને હળદર એડ કરો. બધુ બરાબર મિક્ષ કરીને બે મિનિટ માટે મીડીયમ ફ્લેમ પર સાંતળવું. તેમાં એક કપ પાણી એડ કરો. એક વ્હિસ્લ સુધી કુક થવા દેવું.
- 2
મુઠીયા બનાવવા માટે એક તાસક માં ઘઉં,ચણા અને રવો લઈ અને બીજા બધા મસાલા એડ કરવા. બધું બરાબર મિક્ષ કરીને તેમાં મેથી, કોથમીર અને લીલુ લસણ એડ કરવું. જરૂર મુજબ પાણી ઉમેરીને મિક્સ કરી લો. આ રીતે મુઠીયા નો લોટ રેડી કરી લો.
- 3
લોટમાંથી નાના-નાના ગોળ મુઠીયા વાળી લો. તેલ મૂકીને બધા મુઠીયા સરખી રીતે તળી લો. મેથીના મૂઠિયાં બાફીને પણ શાક બનાવી શકાય છે. અહીં મેં તળીને મુઠીયા બનાવ્યા છે.
- 4
લીલો મસાલો બનાવવા માટે બધી સામગ્રી મિક્સર જારમાં એડ કરીને પેસ્ટ બનાવી લો.
- 5
હવે પાન મા તેલ ગરમ કરવા મૂકો. તેમાં અજમા અને હિંગનો વઘાર કરો. રેડી કરેલો લીલો મસાલો એડ કરીને ૨ થી ૩ મિનીટ માટે સાંતળી લો. પછી તેમાં પાપડી ના દાણા પાણી ની સાથે જ એડ કરવા. બીજું એક કપ પાણી એડ કરો. બધું બરાબર હલાવી મીડીયમ ફ્લેમ પર પાંચ મિનિટ સુધી કુક થવા દો. પછી તેમાં મીઠું, ખાંડ, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી બરાબર હલાવી લો.
- 6
પાપડી ના શાક માં તૈયાર થયેલા મુઠીયા એડ કરો. પાંચથી દસ મિનિટ સુધી મીડીયમ ફલેમ પર કુક થવા દો. શાક ને કોથમીર અને લીલા લસણ થી ગાર્નિશ કરો.
- 7
તૈયાર છે દાણા મુઠીયા નુ શાક તેને પરાઠા, પૂરી કે રોટલી સાથે સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
દાણા મુઠીયા નું શાક શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે એક ગુજરાતી ડીશ છે. આ શાક સુરતી કાળા વાલ ની પાપડી ના દાણા અને મેથીના મુઠીયા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તાજા લીલા મસાલાના ઉપયોગ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ શાક પૂરી, રોટલી, પરાઠા અથવા તો રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
દાણા મુઠીયા નું શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
આ શાક શિયાળામાં ખાવાની ખૂબજ મજા આવે છે. જો ઊંધિયું બનાવવાની માથાકૂટ ના કરવી હોય તો ઓછી સામગ્રીમાં બનતું આ એકદમ સ્વાદિષ્ટ શાક છે. Vaishakhi Vyas -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSRશિયાળાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે. ઊંધિયું બનાવવા માટે બધી જાતના શાક અને ખાસ તો સુરતી પાપડી અને દાણા વાળી પાપડી જરૂરી હોય છે. ઉંધીયુ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે કોઈ બાફીને બનાવે છે. કોઈ તળીને બનાવે છે. અથવા તો કોઈ સીધું કુકરમાં જ બનાવે છે. અહીં મેં ઊંધિયું ને બાફીને પછી વઘાર્યું છે. ભરપૂર લીલા મસાલા એડ કરીને. મેથીના મુઠીયા માં, રવૈયામાં લીલું લસણ અને કોથમીર નો ઉપયોગ કરે છે લીલા મસાલાથી ઊંધિયું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં જ્યારે લગ્ન પ્રસંગે બધી અલગ અલગ આઈટમ હોય છે. તેમાં ખાસ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે. અહીં મેં ઊંધિયા ની રેસીપી શેર કરી છે તો મિત્રો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. 🙏🙏 Parul Patel -
સુરતી પાપડી નું શાક (Surti papadi nu Shaak recipe in gujarati)
#WK4#cookpadindia#cookpad_gujaratiWinter Kitchen Challengeશિયાળા ની સિઝનમાં અનેક પ્રકારના લીલા શાકભાજી મળે છે અને અલગ અલગ પ્રકારની પાપડી બજારમાં જોવા મળે છે.તેમાં સુરતી પાપડી નું શાક મને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. સુરતી પાપડીના શાકમાં બધો લીલા મસાલો એડ કરવાથી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
મિક્સ લીલવા દાણા અને મુઠીયાનું શાક (Mix Lilva Dana Muthia Shak Recipe In Gujarati)
આ શાક એ ઊંધિયા જેવું લાગે એવું શાક છે પણ એ ઊંધિયું નથી. ઊંધિયામાં બહુ બધા શાકભાજી મિક્સ કરાતા હોય છે. જયારે આ શાકમાં વિવિધ પ્રકારના દાણા મિક્સ કરીને એમાં મેથીની ભાજીના તળેલા મુઠીયા ઉમેરીને બનાવવામાં આવે છે.જેથી એનો દેખાવ ઊંધિયા જેવો લાગે છે.#WLD Vibha Mahendra Champaneri -
દાણા મુઠિયાં નુ શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
શિયાળામાં દાણા વાળા શાક માર્કેટમાં સરસ મળે છે. એમાં પણ પાપડી અને તુવેરના દાણા કુણા- કુણા તો ખૂબ જ સરસ મળે છે. તો આ દાણા અને મેથી ની ભાજી ના મુઠીયા નું શાક one pot meal તરીકે બનાવી શકાય છે. જે એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. Urmi Desai -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ સુરતી ઉંધીયું ગુજરાતી ટ્રેડિશનલ ઉંધીયું. સુરતી ઉંધીયા માં મુખ્ય એનો મસાલો છે. રીંગણા, બટાકા, પાપડી, વટાણા, તુવેર, કંદ, શક્કરિયા જેવા અનેક પ્રકારના શાક ના સંયોજન થી બનાવવામાં આવે છે.જેમ ઊંધિયા માં મસાલો મુખ્ય છે તેજ પ્રમાણે મુઠીયા નું પણ એટલુંજ મહત્વ છે. Dipika Bhalla -
મેથી મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
#GA4#week19શિયાળા માં મેથી પુષ્કળ પ્રમાણ માં હોય છે અને સાથે આપણે ઊંધિયા ની મેહફીલ પણ માણીયે છે..પરંતુ મેથી ના મુઠીયા વગર તો ઉંધીયું એકદમ ફિક્કું લાગે.મેથી ના મુઠીયા ઊંધિયા ની સાથે સાથે ચા સાથે પણ ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
મિક્સ દાણા રીંગણનું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
#WLD#Dinner#Cookpadgujarati આજે ને મિક્સ લીલા દાણા - લીલી તુવેરના દાણા, લીલા વટાણા ના દાણા અને સુરતી પાપડી ના દાણા માંથી આ દાણા રીંગણ નું શાક બનાવ્યું છે. જે એકદમ ટેસ્ટી અને સ્વાદિસ્ટ બન્યું છે. આમાં આ શાક નો ટેસ્ટ એના સ્પેશિયલ ગ્રીન મસાલા ને લીધે વધી જાય છે. જો તમે પણ આ રીતે શાક બનાવશો તો ઘર ના બધા જ સભ્યો આંગળા ચાટતા રહી જશે. અને બાળકો જો રીંગણ ના ખાતા હોય તો આ શાક નો ટેસ્ટ કરીને રીંગણ નું શાક પણ એમને ભાવવા લાગશે. Daxa Parmar -
પાપડી મુઠીયા નુ શાક(Papadi Muthiya sabji recipe in Gujarati) (Jain)
#Winter_kitchen_challenge#week4#MS#Papadi_nu_shak#surati_papadi#gujrati#sabji#winterspecial શિયાળા દરમિયાન આવતી સુરતી પાપડી નું શાક મોટાભાગે દરેક ના ઘરમાં બનતું હોય છે. આ પાપડી શિયાળામાં બે મહિના માટે આવતી હોય છે. આથી, અલગ-અલગ પ્રકારના શાક બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. પાપડી દાણા વાળી અને દાણા વગરની em બે પ્રકારની આવે છે બંને પાપડી નો સાથે ઉપયોગ કરીને શાક બનાવવામાં આવે તો તે બહુ સરસ બને છે. અહીં મેં સુરતી પાપડી ની સાથે મેથીની ભાજીના મુઠીયા બનાવ્યા છે. જે તળ્યા વગરના બનાવ્યા છે. આ શાક ખાવા માટે સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે. Shweta Shah -
સુરતી પાપડી નું શાક (Surti papdi shak recipe in Gujarati)
ગુજરાતમાં શિયાળા દરમિયાન માર્કેટમાં ઘણા પ્રકારની પાપડી વેચાતી જોવામાં આવે છે. બધા પ્રકાર ની પાપડી માંથી સુરતી પાપડી મારી પ્રિય છે. સુરતી પાપડી અને રીંગણનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક ને રોટલી, ગુજરાતી કઢી અને ભાત સાથે પીરસવા થી ભોજનની મજા અનેક ગણી વધી જાય છે. ખૂબ જ ઓછી વસ્તુઓ ના ઉપયોગ થી અને ઝડપથી પ્રેશરકુકરમાં જ બની જતું આ શાક ખાવાની મજા જ કંઈ અલગ છે.#WK4#cookpadindia#cookpad_gu spicequeen -
સુરતી રવૈયા બટાકા ટામેટાં નું શાક (Surti Ravaiya Bataka Tomato Shak Recipe In Gujarati)
શિયાળામાં સુરતી રવૈયા બહુજ મળતા હોય છે. આ શાક બહુજ ફટાફટ બની જાય અને એટલુંજ સ્વાદિષ્ટ બને છે. Bina Samir Telivala -
દાણા મુઠીયા નું શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ લીલા મસાલાવાળુ તીખું અને ખાટ્ટા મીઠા સ્વાદવાળું શાક. શિયાળામાં ખૂબ પ્રમાણ માં લીલાછમ તાજા શાકભાજી બજારમાં મળે છે. આજે મે દાણા અને મેથી નો ઉપયોગ કરીને શાક બનાવ્યુ છે. પાપડી નાં દાણા, તુવેર ના દાણા, લીલા ચણા, વટાણા કોઈપણ દાણા મિક્સ કરીને બનાવી શકાય. Dipika Bhalla -
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methi#muthiya શિયાળામાં લીલી મેથી ખુબ જ સરસ આવે છે. આ લીલી મેથી માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે. મેથીના થેપલા, પરાઠા, મુઠીયા, ભજીયા જેવી અનેકવિધ વાનગીઓ બને છે. મેથી શરીર માટે પણ ઘણી ફાયદાકારક છે. હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ પેટના રોગો જેવી ઘણી તકલીફોમાં મેથી ફાયદાકારક છે. મેથીનું નિયમિત સેવન શરીરને ઘણા બધા રોગો સામે રક્ષણ આપે છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ઘણા સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે. Asmita Rupani -
-
સુરતી પાપડી નું ઢોકળી વાળું શાક (Surti Papdi Dhokli Shak Recipe In Gujarati)
# વિન્ટર કિચન ચેલેન્જ.#W.K.C. 4.#WK4# પાપડીનું શાકશિયાળાની ઋતુમાં લીલા શાકભાજી યુ બહુ સરસ આવે છે અને એવા સુરતી પાપડી આગવું સ્થાન ધરાવે છે મેં પણ આજે સુરતી પાપડી સાથે મેથીની ભાજી અને કોથમીર ની ઢોકળી બનાવી છે અને ટેસ્ટી શાક બનાવ્યું છે. Jyoti Shah -
દૂધી ના મુઠીયા (લૌકી મુઠીયા)(dudhi na muthiya recipe in gujarati)
આજે આપણે બનાવીશું દુધી ના મુઠીયા રાંધણ છઠના દિવસે આ મુઠીયા બનાવી અને સાતમના દિવસે ખાઈ શકીએ છે. આ મુઠીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મુઠીયા ને તમે ચા, કોફી, સોસ અને લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો. આ મુઠીયા માં દુધી ઉમેરવાથી ખૂબ healthy બને છે. તો ચાલો આજ ની દુધી ના મુઠીયા ની રેસીપી શરૂ કરીએ.#દુધી ના મુઠીયા#સાતમ Nayana Pandya -
-
વાલોળ મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
#WLD#Dinnerહમણાં શિયાળામા.. વાલોળ પાપડી નું શાક મેથી ના મુઠીયા નાખી ને બનાવ્યું છે.. એકદમ ઉંધિયું જેવું ટેસ્ટી બનાવ્યું છે.. Sunita Vaghela -
મેથી મુઠીયા (Methi muthiya recipe in Gujarati)
શિયાળા દરમિયાન બનાવવામાં આવતા મેથી મુઠીયા ગુજરાતી લોકો માં ખૂબ જ લોકપ્રિય છે. તળીને બનાવવામાં આવતા આ મેથી મુઠીયાને નાસ્તા તરીકે ચા કે કોફી સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મુઠીયા ને ઊંધિયામાં અથવા તો દાણા મુઠીયાના શાકમાં પણ વાપરી શકાય.#US#cookpadindia#cookpad_gu spicequeen -
સુરતી પાપડી,રીંગણ,અને મેથી ની વડી નું શાક
#શિયાળા શિયાળો આવે એટલે ઊંધિયું ખાવા નું યાદ આવે.. કેમ કે આ સિઝન માં પાપડી,વાલોડ જેવા દાણા વાળા શાક ખાવાની મજા આવે. તો મેં આજે સુરતી પાપડી,રીંગણ,મેથીવડી નાખી ને ઊંધીયા જેવું શાક બનાવ્યું છે.જે નીચે મુજબ છે. Krishna Kholiya -
દાણા મુઠીયા નું શાક (Daana Muthiya Sabji Recipe In Gujarati)
#WLD#MBR7Week 7 દક્ષિણ ગુજરાત ની આ ખાસ વાનગી હવે દરેક જગ્યાએ બનવા લાગી છે.. તુવેરના લીલા છમ્મ દાણા માં મેથીની ભાજીના તળેલા કે બાફેલા નાના મુઠીયા ઉમેરીને બનાવવામાં આવે છે...One -Pot -Meal તરીકે ચાલી જાય છે...ડિનર માં પીરસિયે તો બધા હોંશે થી લઈ શકે છે લીલા મસાલા ઓ થી તેનો સ્વાદ બેવડાઈ જાય છે. Sudha Banjara Vasani -
મિક્સ દાણા રીંગણનું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં ભરપૂર માત્રામાં લીલા દાણા મળે છે અને રીંગણ પણ ખુબ જ સરસ આવે છે તો મિક્સ કરીને દાણા રીંગણનું શાક બનાવીએ તો રોટલા ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
-
પાપડી મુઠીયા નું શાક (Papdi Muthia Shak Recipe In Gujarati)
આ શિયાળું શાક , સિઝનમાં ગુજરાતી ઘરોમાં અઠવાડિયે 2-3 વાર બનતું હોય છે. લીલી લીલી પાપડી અને મોં માં ઓગળી જાય.એવા પોચા પોચા મુઠીયા , મારૂં તો મનપસંદ છે. તમારું ??? Bina Samir Telivala -
સુરણ દાણા ભાજી શાક (Suran Dana Bhaji Shak Recipe In Gujarati)
#AM3નવું પ્રકાર નું સુરણ નું શાક,આ રેસીપી મારાં સાસુ ની છે.જે સ્વાદિષ્ટ છે, અને ભાજી દાણા સાથે બનાવેલ છે. Ami Sheth Patel -
સુરતી ખમણ (Surti Khaman Recipe In Gujarati)
#RC1સુરત નું નામ પડે અને સુરતી ખમણ યાદ ના આવે એવું તો બંને જ નહી , સુરતી મરચી નો સ્વાદ જ એને બધી જગ્યા ના ખમણ થી અલગ પાડે છે. Bhavisha Hirapara -
ગલકા તુવેર દાણા નું શાક (Galka Tuver Dana Shak Recipe In Gujarati)
#RC4ગલકા તુવેર દાણા નું રસાવાળુ શાક ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (25)