પનીર મટર --- ગુજરાતી - પંજાબી મીક્સ પ્લેટર

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#SP
હમણાં કેરી ની સીઝન પુરબહારમાં ખીલી છે તો આજે રવિવાર ના રજા ના દિવસે મેં વિચાર્યું કંઈક નવું કોમ્બો પ્લેટર બનાવું. તો મેં ગુજરાતી વાનગી માં કેરી નો રસ , ફજેતો અને પંજાબી વાનગી માં મટર પનીર શાક , પંજાબી બુંદી રાયતા, અને ત્રિકોણ પરાઠા બનાવ્યા. મારા હસબન્ડ ને ગુજરાતી -પંજાબી કોમ્બો પ્લેટર બહુજ ગમ્યું અને મન ભરીને એની લિજજત માણી.

પનીર મટર --- ગુજરાતી - પંજાબી મીક્સ પ્લેટર

#SP
હમણાં કેરી ની સીઝન પુરબહારમાં ખીલી છે તો આજે રવિવાર ના રજા ના દિવસે મેં વિચાર્યું કંઈક નવું કોમ્બો પ્લેટર બનાવું. તો મેં ગુજરાતી વાનગી માં કેરી નો રસ , ફજેતો અને પંજાબી વાનગી માં મટર પનીર શાક , પંજાબી બુંદી રાયતા, અને ત્રિકોણ પરાઠા બનાવ્યા. મારા હસબન્ડ ને ગુજરાતી -પંજાબી કોમ્બો પ્લેટર બહુજ ગમ્યું અને મન ભરીને એની લિજજત માણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક ને 30 મીનીટ
2 પ્લેટર બનશે
  1. મટર પનીર શાક : 2 ટી સ્પૂન તેલ
  2. 1ટે સ્પૂન ઘી
  3. 1ટી સ્પૂન જીરૂ
  4. 1જીણો સમારેલા મોટો કાંદો
  5. 1ટી સ્પૂન આદુ ની કતરણ
  6. 1ટે સ્પૂન આદુ-મરચાં - લસણ જીણા સમારેલા
  7. 3ટામેટાં
  8. 2ટે સ્પૂન કાજૂ - મગજતરી -ખસખસ
  9. 1/4કપ હુંફાળું દૂધ / પાણી (મેં દૂધ લીધું છે)
  10. 1ટી.સ્પૂન લાલ મરચું
  11. 1/2ટી સ્પૂન હળદર
  12. 1ટે સ્પૂન ધાણા જીરું પાવડર
  13. 1/2ટી સ્પૂન બાદશાહ નો રજવાડી ગરમ મસાલો
  14. 1/2કપ બાફેલા મટર
  15. પનીર નું મેરીનેશન માટે : 100 ગ્રામ પનીર ના પીસીસ
  16. 2ટે સ્પૂન તેલ
  17. 1ટી સ્પૂન લાલ મરચું
  18. 1/4ટી સ્પૂન હળદર
  19. 1/2ટી સ્પૂન ધાણા જીરું પાવડર
  20. 1/4ટી સ્પૂન બાદશાહ નો રજવાડી ગરમ મસાલો
  21. મીઠું સ્વાદ અનુસાર (પનીર માટે)
  22. કોથમીર ગારનીશ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક ને 30 મીનીટ
  1. 1

    કાંદા જીણા સમારી લેવા. લીલા મરચાં - આદુ અને લસણ ઝીણું સમારી લેવું. આદુ ની કતરણ કરી લેવી. કાજુ-મગજતરી- ખસખસ ને 30 મીનીટ હુંફાળા દૂધ માં પલાળી પછી પેસ્ટ બનાવવી.પનીર ના પીસ કરવા. બધું સાઈડ પર રાખવું.

  2. 2

    મેરીનેશન : પનીર માં હળદર, લાલ મરચું, ધાણાજીરુ, બાદશાહ નો રજવાડી ગરમ મસાલો, 2 ટી સ્પૂન તેલ, કસુરી મેથી અને મીઠું નાંખી, ટોસ કરીને 30 મીનીટ માટે સાઈડ પર રાખવું. પછી પેન માં મેરીનેટેડ પનીર લઈ, અંદર 2 ટે સ્પૂન પાણી નાંખી, 5 મીનીટ કુક કરી લેવું.આનાથી બધા મસાલા સરસ મીકસ થઈ જશે અને ચઢી પણ જશે.

  3. 3

    સોતે કરેલા પનીર તૈયાર.

  4. 4

    મટર ને બાફી ને સાઈડ પર રાખવા. ટામેટાં ને બ્લાનચ કરી, એની છાલ કાઢી, ગ્રાઈંડ કરી સ્મૂથ પેસ્ટ બનાવવી.

  5. 5

    એક પેન માં તેલ અને ઘીનો ગરમ કરી અંદર જીરું સોતે કરવું. પછી કાંદા -આદુ-મરચાં - લસણ ને સોતે કરવું. આદુ ની કતરણ પણ સોતે કરવી.

  6. 6

    હવે એમાં ટામેટા ની પેસ્ટ, વ્યાઈટ પેસ્ટ અને લાલ મરચું, હળદર, ધાણાજીરુ અને બાદશાહ નો રજવાડી ગરમ મસાલો નાંખી 2 ટે સ્પૂન પાણી નાંખી મીકસ કરવું. 5 મીનીટ કુક કરવું, જેથી બધા મસાલા બરાબર ચઢી જાય.

  7. 7

    છેલ્લે ગ્રેવી માં બાફેલા વટાણા અને મેરીનેટેડ અને સોતે કરેલું પનીર અને મીઠું (ગ્રેવી પુરતું) નાંખી મીકસ કરવું. 1 કપ પાણી નાંખી, 5 મીનીટ ઢાંકી ને કુક કરવું. પછી સરવિંગ બાઉલ માં કાઢી, કોથમીર છાંટી સર્વ કરવું. મટર પનીર સાથે રોટલી, નાન, પરોઠા સરસ લાગે છે. મેં અહીંયા કેરી નો રસ, ફજેતો, પંજાબી બુંદી રાયતા, મટર પનીર શાક અને ત્રિકોણ પરાઠા -----ગુજરાતી પંજાબી મીકસ પ્લેટર સર્વ કર્યું છે.

  8. 8

    કેરી નો રસ : રેસીપી પ્રમાણે બનાવવો અને ચીલ્ડ કરવા મુકવો. ઉપર 1/2 ટી સ્પૂન સુંઠ પાવડર નાંખવી. ચીલ્ડ રસ સુંઠ પાવડર સાથે મસ્ત લાગે છે અને ગેસ નથી કરતો તો આરામ થી એને ખાઈ શકાય છે.

  9. 9

    ફજેતો : રેસીપી પ્રમાણે બનાવી, ગરમ જ રાખવો.

  10. 10

    પંજાબી બુંદી રાયતા : રેસીપી પ્રમાણે બનાવી ચીલ્ડ કરવા મુકવું. બુંદી જેટલી દહીં માં પલળશે એટલી પોચી થશે અને ફુલશે એટલે બુંદી નું પ્રમાણ દહીં કરતા ઓછું રાખવું.

  11. 11

    ત્રિકોણ પરાઠા : રેસીપી પ્રમાણે બનાવી, ગરમ જ સર્વ કરવા.

  12. 12

    તો તૈયાર છે મનભાવન ગુજરાતી પંજાબી મીકસ પ્લેટર. આવીજ રીતે બીજું પ્લેટર બનાવવું.

  13. 13

    નોટ : મેં પાયરી કેરી નો રસ કાઢ્યો છે અને ઉપર સુંઠ પાવડર નાંખ્યો છે. પંજાબી વાનગી માં રસ પાયરી નો નહીં પણ હાફુસ કેરી નો હોય છે અને સુંઠ પાવડર નંખાતો નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes