મકાઈ - મેથી - પાલક નો હાંડવો

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

Down the memory lane .
અ હેલ્થી વરઝન ઓફ હાંડવો.
મિક્સ દાળ , મકાઈ અને મેથી - પાલક નો હાંડવો ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે અને પોષટીક પણ બહુજ છે.

મારી મમ્મી ની સિગ્નેચર ડીશ એટલે હાંડવો. મારી મમ્મી બહુજ સરસ હાંડવો બનાવતા હતા.હું એમની પાસે જ શીખી છું હાંડવો બનાવતા. વર્ષો વીતતા એમાં થોડો ફેરફાર કરી,હાંડવા ને મેં વધારે હેલ્થી બનાવાની ટ્રાય કરી છે .
તો તૈયાર છે સુપર ડીલીશીયસ અને અડોરેબલ ,આજે Mother's Day Special રેસીપી , મારી મમ્મી ની યાદ માં , એમનો પંસંદીતા ---- હાંડવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 પેન હાંડવા બનશે.
  1. 200ગ્રામ તૈયાર હાંડવા નો લોટ (આશરે 11/2 કપ)
  2. 1કપ બાફેલી મકાઈ
  3. 1/2કપ દૂધી ના ટુકડા
  4. 1/4કપ મેથી ની ભાજી
  5. 1/4કપ પાલક
  6. 2ટે સ્પૂન ગોળ કેરી,અથાંણા નો રસો
  7. 2ટે સ્પૂન સમારેલો ગોળ
  8. 2ટે સ્પૂન દહીં
  9. 1ટી સ્પૂન લાલ મરચું
  10. 1ટી સ્પૂન બાદશાહ નો રજવાડી ગરમ મસાલો
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. વઘાર માટે : 3 ટે સ્પૂન તેલ
  13. 1ટી સ્પૂન રાઈ
  14. 2લવીંગ
  15. 2તજ
  16. 1ટી સ્પૂન તલ
  17. 1/4ટી સ્પૂન લાલ મરચું
  18. 1/2ટી સ્પૂન હીંગ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    પ્રથમ બાફેલી મકાઈ અને દૂધી ને મીકસર જાર માં લઈ ક્રશ કરી સાઈડ પર રાખવું. મેથી ની ભાજી અને પાલક ને ધોઈ ને સમારી ને 1 ટી સ્પૂન તેલમાં સોતે કરી સાઈડ પર રાખવી. ક્રશડ દૂધી, મકાઈ અને સોતે કરેલી મેથી ની ભાજી અને પાલક ને કણકી-કોરમા ના લોટ માં એડ કરવી.

  2. 2

    હવે ગોળ, ગોળ કેરી અથાણાં નો રસો, લાલ મરચું અને મીઠું નાંખી મીકસ કરવું. દહીં નાંખી મીકસ કરવું.

  3. 3

    વઘાર : એક પેન માં તેલ ગરમ કરી અંદર રાઈ, તજ-લવીંગ, તલ, સુકા લાલ મરચાં ના ટુકડા અને લીમડાનાં પાન નાંખી સોતે કરવા. વઘાર થઈ જાય પછી એમાં થી 1 ટે સ્પૂન વઘાર ખીરા માં રેડી, મીકસ કરવું.

  4. 4

    હવે એક નોન સ્ટીક પેન ઉપર 3 ટી સ્પૂન તૈયાર વઘાર મૂકી, 2 મોટા ચમચા ખીરું એના ઉપર રેડવું. ઉપર થોડા તલ મુકવા. ઢાંકી ને 5 મીનીટ કુક કરવું. પછી પલટાવી ને બીજી બાજુ શેકવું. કડક કરવું. પ્લેટ માં કાઢી હાંડવો સર્વ કરવો. આવી જ રીતે બીજા 2 હાંડવા બનાવવા. હાંડવો ગરમ અને ઠંડો બંને સારો લાગે. દહીં કે ચાહ સાથે સર્વ કરવો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes