સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

હું નાનો હતો ત્યારથી મને ટુટ્ટીફ્રુટી કેક અને ક્રીમરોલ બહુ જ ભાવે છે. બેકરી પર કાંઈપણ લેવા જઉં ત્યારે આ કેક અને ક્રીમરોલ લઉં જ🥰🥰🥰

આજે મારી ખુશી માટે આ કેક બનાવી છે. આ કેક મેં ઈડલી બનાવીએ તેમ તપેલામાં પાણીની વરાળથી બનાવી છે. બહુ જ સરસ બની છે😋😋😋😋😋👌👌👌

તમે જરૂર બનાવજો. બહુ જ મસ્ત બને છે.☺️☺️☺️

સ્ટીમ ટુટ્ટી ફ્રુટી કેક (વરાળથી)

હું નાનો હતો ત્યારથી મને ટુટ્ટીફ્રુટી કેક અને ક્રીમરોલ બહુ જ ભાવે છે. બેકરી પર કાંઈપણ લેવા જઉં ત્યારે આ કેક અને ક્રીમરોલ લઉં જ🥰🥰🥰

આજે મારી ખુશી માટે આ કેક બનાવી છે. આ કેક મેં ઈડલી બનાવીએ તેમ તપેલામાં પાણીની વરાળથી બનાવી છે. બહુ જ સરસ બની છે😋😋😋😋😋👌👌👌

તમે જરૂર બનાવજો. બહુ જ મસ્ત બને છે.☺️☺️☺️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩/૪ કપપાણી
  2. ટે. સ્પૂન કસ્ટર્ડ પાવડર
  3. ટે. સ્પૂન મીલ્ક પાવડર
  4. ૧/૨ કપખાંડ (દળેલી લેતા હો તો ૩/૪ કપ)
  5. ૧ ટી સ્પૂનબેકિંગ પાવડર
  6. ૧/૨ ટી સ્પૂનમીક્ષ ફ્રુટ એસેન્સ (વેનિલા લઈ શકો)
  7. ટે. સ્પૂન તેલ
  8. ૧ કપમેંદો
  9. ૧/૨ ટી સ્પૂનબેકિંગ સોડા
  10. ૧/૨ કપટુટ્ટી ફ્રુટી
  11. ૧ ટી સ્પૂનમેંદો (ટુટ્ટી ફ્રુટીને કોટ કરવા)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્ષરમાં પાણી, કસ્ટર્ડ પાવડર, મીલ્ક પાવડર, ખાંડ અને બે. પાવડર લેવા. (તમે હાથથી પણ કરી શકો છો)

  2. 2

    તેમાં મીક્ષ ફ્રુટ એસેન્સ, તેલ લઈ ૧ મિનીટ મિક્ષ કરી લેવું. મિશ્રણને તાવડીમાં કાઢી લેવું.

  3. 3

    તેમાં મેંદાને ચાળીને લઈ, તેને સરસ રીતે મીક્ષ કરી લેવું. એક કપમાં ટુટ્ટીફ્રુટી લઈ તેના પર ૧/૨ ટી સ્પૂન મેંદો ભભરાવી હળવેથી હલાવી લેવું.

  4. 4

    ગેસ ચાલું કરી, તેના પર મોટું તપેલું લઈ તેમાં પાણી લેવું. તેમાં સ્ટેન્ડ મુકી, તેના પર ગ્રીસ કરેલ કેકટીન મુકી તપેલાને ઢાંકીને ૧૦ મીનીટ પ્રી-હિટ કરવું. (ઢોકળા કૂકરમાં કરી શકો)
    હવે તૈયાર કરેલ મિશ્રણ પર બે.સોડા નાંખી, તેના પર ૧ ટે. સ્પૂન પાણી નાંખવું.

  5. 5

    સોડા એક્ટીવેટ થાય એટલે તરત એકતરફ એક મીનીટ હલાવતા જવું. પછી તેમાં ટુટ્ટીફ્રુટી ઉમેરી હલાવી લેવું. અને તરત મિશ્રણને કેકટીનમાં ઉમેરવું.

  6. 6

    તેના પર તુટ્ટીફ્રુટી પાથરી, તપેલાને ઢાંકી ૨૦-૨૫ મીનીટ થવા દેવું. પછી ચપ્પાથી ચેક કરી લેવું. થઈ ગયું હોય તો ગેસ બંધ કરી. કેકટીન બહાર કાઢી સંપૂર્ણ ઠંડું થવા દેવું.

  7. 7

    એકદમ સ્પોન્જી, ટેસ્ટી અને યમ્મી ટુટ્ટીફ્રુટી કેક તૈયાર છે😋😋😋👌👌👌🥰
    તમે ઈચ્છા મુજબ કાપીને સર્વ કરી શકો☺️☺️☺️

  8. 8

    ખાવાનું મન થઈ જાય તેવી ટુટ્ટી ફ્રુટી કેક😋😋😋😋😋🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

ટિપ્પણીઓ (7)

Similar Recipes