એગલેસ માવા કેક (Eggless mawa cake recipe in Gujarati)

ટ્રેડિશનલ પારસી માવા કેક ઈંડા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, પરંતુ મેં અહીંયા એગલેસ માવા કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ એક કેક નો પ્રકાર છે જે પરંપરાગત ભારતીય મીઠાઈ જેવી લાગે છે કારણ કે એમાં કનડેન્સ્ડ મિલ્ક, માવા અને ઈલાયચી નો ઉપયોગ કરવામાં આવે છે. વાર તહેવારે મીઠાઈ ની જગ્યાએ બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.
એગલેસ માવા કેક (Eggless mawa cake recipe in Gujarati)
ટ્રેડિશનલ પારસી માવા કેક ઈંડા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, પરંતુ મેં અહીંયા એગલેસ માવા કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ એક કેક નો પ્રકાર છે જે પરંપરાગત ભારતીય મીઠાઈ જેવી લાગે છે કારણ કે એમાં કનડેન્સ્ડ મિલ્ક, માવા અને ઈલાયચી નો ઉપયોગ કરવામાં આવે છે. વાર તહેવારે મીઠાઈ ની જગ્યાએ બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ લઈ તેમાં રૂમ ટેમ્પરેચર પર રાખેલું બટર અને દળેલી ખાંડ ઉમેરવા. બંને વસ્તુને વ્હિસ્ક ની મદદથી હલકુ થાય ત્યાં સુધી ફીણી લેવું. હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને બરાબર હલાવી લેવું. હવે તેમાં છીણેલો માવો ઉમેરીને બે મિનિટ સુધી વ્હિસ્ક ની મદદથી બરાબર ફેટવું.
- 2
હવે તેમાં વેનીલા એસેન્સ અને દૂધ ઉમેરીને પાછું ફેંટી લેવું. હવે વાસણ પર મોટી ચારણી મૂકીને તેમાં મેંદો, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરીને ચાળી લેવું. હવે એક ચમચાની મદદથી બધી વસ્તુને બરાબર હલાવી લેવી. હવે તેમાં ઈલાયચી પાવડર ઉમેરીને હલાવી લેવું. હવે મિશ્રણને વધારે ફેટવું નહીં.
- 3
કપ કેકના ટીનમાં કપ કેક લાઈનર મૂકી એમાં તૈયાર કરેલું માવા કેક ના મિશ્રણ ને એક સરખા ભાગમાં વહેંચી દેવું. દરેક કેકની ઉપર અડધા કાજુનો ટુકડો મૂકવો. હવે તેને પ્રિહિટ કરેલા ઓવનમાં 180 ડિગ્રી પર 12 થી 14 મિનિટ સુધી અથવા તો ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી બેક કરવું. હવે તેને 10 થી 15 મિનિટ સુધી ઠંડુ થવા દેવું.
- 4
માવા કેક ને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવી. આ કેક દિવાળી કે રક્ષાબંધન જેવા વાર તહેવારે ગિફ્ટ પેક કરીને ભેટ તરીકે પણ આપી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
મિલ્ક કેક ટ્રેસ લેચેસ તરીકે પણ જાણીતી છે કેમકે એમાં ત્રણ પ્રકારના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણ પ્રકારના દૂધ ભેગા કરીને એને કેક ની ઉપર રેડવામાં આવે છે. ફુલ ફેટ મિલ્ક, કન્ડેન્સ્ડ મિલ્ક અને હેવી ક્રીમ એવા ત્રણ જાતના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સ્પોન્જ કેક અને એના ઉપર રેડવા માં આવતા દૂધને પસંદગી પ્રમાણે ફ્લેવર આપી શકાય. મેં અહીંયા કેસર સ્પોન્જ કેક બનાવી છે અને એની સાથે કેસર અને ઈલાયચી વાળું દૂધ બનાવ્યું છે. મોઢામાં મુકતા ની સાથે જ ઓગળી જતી આ કેક ભારતીય મીઠાઈ નો અહેસાસ કરાવે છે. આ કેક ને રસ મલાઈ ટ્રેસ લેચેસ પણ કહી શકાય. આ એક જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
-
એગલેસ ફ્રૂટ કેક (Eggless fruit cake recipe in Gujarati)
પ્લમ કેક અથવા તો ફ્રુટ કેક ખાસ કરીને ક્રિસ્મસના સમય દરમિયાન બનાવવામાં આવે છે, જે અલગ અલગ પ્રકારના સૂકા ફળ અને મેવાનો ઉપયોગ કરીને બનાવાય છે. સામાન્ય રીતે બધી વસ્તુઓને રમમાં પલાળી રાખીને અને ઈંડા નો ઉપયોગ કરીને આ કેક બનાવવામાં આવે છે પરંતુ મેં અહીંયા રમ અને ઈંડા વગરની ફ્રુટ કેક બનાવી છે જે ખૂબ જ સરસ બને છે.#XS#MBR9#cookpadindia#cookpad_gu spicequeen -
એગલેસ રસ્ક તિરામિસુ (Eggless rusk tiramisu recipe in Gujarati)
તિરામિસુ ઇટાલિયન ડીઝર્ટ નો પ્રકાર છે જે ક્રીમ, મસ્કારપૉને ચીઝ, ખાંડ અને કોફીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ડીઝર્ટ બનાવવા માટે સામાન્ય રીતે લેડી ફિંગર કૂકીઝનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ મેં મિલ્ક રસ્ક નો ઉપયોગ કરીને એગલેસ તિરામિસુ બનાવ્યું છે. લેડી ફિંગર કૂકીઝ માં ઈંડા હોય છે તેમજ ખૂબ જ મોંઘા હોય છે, જ્યારે મિલ્ક રસ્ક બજારમાં આસાનીથી સસ્તા ભાવે મળી રહે છે અને એમાં ઈંડા પણ હોતા નથી. આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને મેં મિલ્ક રસ્ક નો ઉપયોગ કરીને તિરામિસુ બનાવવાનો પ્રયત્ન કર્યો જે ખુબ જ સરસ બન્યું. આ મારું અને મારા બાળકો નું ખૂબ જ ફેવરિટ ડીઝર્ટ છે. રસ્ક પસંદ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેમાં ઇલાયચી કે વરિયાળી વગેરે ફ્લેવર હોય નહીં. મેં અમુલ ના મિલ્ક રસ્ક નો ઉપયોગ કર્યો છે.#CDY#cookpadindia#cookpad_gu spicequeen -
મલબેરી મગ કેક (Mulberry mug cake recipe in Gujarati)
મલબેરી એટલે કે શેતૂર એક ખાટું-મીઠું ફળ છે જેની સીઝન દરમ્યાન એને પ્રિઝર્વ કરીને રેફ્રિજરેટરમાં આખું વર્ષ રાખી શકાય છે. આ પ્રિઝર્વ નો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. મેં અહીંયા મગ કેક માં ઉપયોગ કર્યો છે, જેના લીધે મગ કેકનો સ્વાદ ખાટો, મીઠો અને એકદમ રિફ્રેશિંગ લાગે છે. મગ કેક માં મલબેરી ના બદલે સ્ટ્રોબેરી, બ્લુબેરી, ચેરી વગેરે પણ વાપરી શકાય.#RC3#cookpadindia#cookpad_gu spicequeen -
એગલેસ વૅનિલા કેક (Eggless Vanilla Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking* ફાધર ડે સ્પેશિયલ કેક ....આ કેક મે એકદમ સહેલી રીત થી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
મેંગો ટુટી ફ્રુટી કેક (Mango Tutti Frutti Cake Recipe in Gujarati)
#WorldBakingDay#cooksnapweek મીઠી કેરીનો જીભ-ટિકલિંગ સ્વાદ કોને નથી ગમતો? ખરેખર, કેરી આપણા જીવન સાથે નજીકથી જોડાયેલી છે અને જ્યારે ઉનાળામાં મોસમમાં જોરદાર તડકો પડતો હોય છે, ત્યારે આપણે દરરોજ કેરી ને લગતી અલગ અલગ વાનગી બનાવતા જ હોઈએ છીએ. આ મેંગો ટુટી ફૂટી કેક તમારા કેરીના સંગ્રહમાં ઉમેરવાની બીજી એક આનંદપ્રદ રેસીપી છે. કેરીના અનિવાર્ય સ્વાદવાળી નરમ અને ફ્લફી કેક, દૂધ અને ડ્રાય ફ્રુટ ટૂટી ફૂટી ના સ્વાદ અને વેનીલાની રંગીનતા સાથે જોડાયેલું છે. આ કેક ટી ટાઈમ ની કેક છે...તો આ કેક ને ખાવાની લહેજત તો ટી સાથે જ માણવાની મઝા આવે છે...આ કેક તો બાળકો ની ખુબ જ પ્રિય છે..કારણ કે બાળકો ની ફેવરિટ ટૂટી ફૂટી નો સમાવેશ આ કેક માં કરેલો છે. Daxa Parmar -
કાજુ કતરી મગ કેક (Kaju Katali Mug Cake recipe in gujarati)
#CDYકેક એવું ડીઝર્ટ છે જે બધાનું ફેવરિટ છે. ખાસ કરીને બાળકોને કેક વધારે પસંદ હોય છે. કેક મારા કીડ્સ ની ફેવરિટ છે. તો હું જે પણ ટેસ્ટ માં બનાવુ એ ખુબ હોંશ થી ખાય છે. હાલમાં જ દિવાળી નો તહેવાર ગયો છે તો બધા ના ઘરમાં થોડી ઘણી મીઠાઈ તો બચી જતી હોય છે. તો આજે મેં અહિયાં બધાની ફેવરિટ એવી કાજુ કતરી નો ઉપયોગ કરી ને બાળકો ની ફેવરિટ એવી કાજુ કતરી મગ કેક બનાવી છે તો ટેસ્ટ ની સાથે હેલ્થ પણ અને વેસ્ટ માંથી બેસ્ટ પણ. તો જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
વેનિલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
એગલેસ દહીં વાળી ખૂબજ સરસ કેક બની છે...ટી ટાઇમ કેક છે. Mrs Viraj Prashant Vasavada -
એગલેસ ચોકલેટ ડૉલ કેક (Eggless Chocolate Doll Cake Recipe In Gujarati)
#GA4#Week22#એગલેસ કેક Chetna Patel -
પાઇનેપલ કેક(pineapple cake recipe in gujarati)
આજે કોઇ ખાસ નો જન્મ દિવસ છે. એટલે આ કેક બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
દરેક વસ્તુની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. કોઈપણ પ્રકારની કેક બનાવવી હોય તો એના માટે સૌપ્રથમ કેક નો સ્પોન્જ બનાવવો પડે ત્યારબાદ જ એના પર મનગમતું ફ્રોસ્ટિંગ કરી શકાય. spicequeen -
એગલેસ તિરામિસુ (Eggless tiramisu recipe in Gujarati)
તિરામિસુ કૉફી ફ્લેવર નું ઇટાલિયન ડીઝર્ટ છે જે સામાન્ય રીતે લેડી ફિંગર કૂકીઝ, મસ્કારપૉને ચીઝ, વ્હિપિંગ ક્રીમ, ઈંડા, ખાંડ અને કોફીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. છેલ્લે એના ઉપર કોકો પાવડર નું ડસ્ટિંગ કરવામાં આવે છે. મેં અહીંયા ક્લાસિક તિરામિસુ નું એગલેસ વર્ઝન બનાવ્યું છે જે મારા જેવા કૉફી પસંદ કરતા લોકો નું પ્રિય ડીઝર્ટ છે. તિરામિસુ ને બેકિંગ ડિશ અથવા તો અલગ-અલગ બૉલ કે ગ્લાસમાં સેટ કરી શકાય. આ રેસિપી નો ઉપયોગ કરીને તિરામિસુ જાર પણ બનાવી શકાય.આ ડીઝર્ટ રેસિપી કોઈ ને પણ પેહલીવાર માં જ ગમી જાય એવી છે.#CD#cookpadindia#cookpad_gu spicequeen -
પારસી માવા કેક (Parsi Mawa Cake Recipe In Gujarati)
#worldbakingday#teatime.Parsi Mawa cake (tea time cake)..આપણે કેક તો ઘણી વાર બનાવતા જ હોય છે. પણ આજે મે એકલી 🧽 sponge cake બનાવી છે જે ચા સાથે નાસ્તા તરીકે લઈ શકાય. એમાં મે આજે માવા ફ્લેવર્ ની પિસ્તા અને બદામ થી ભર પુર એવી ખુબજ ટેસ્ટી કેક બનાવી છે અને ખૂબ જ પોચી બની છે. તમે જરૂર ટ્રાય કરજો. Payal Patel -
કેક(Cake Recipe in Gujarati)
#GA4#Week4# બેકિંગ#કેકબેકિંગ નું નામ આવે એટલે પિઝા,કેક, બિસ્કિટ, બ્રેડ, પાઇ ઘણી વાનગી યાદ આવે આજે મેં બનાવી છે કેક Archana Thakkar -
એગલેસ ડાર્ક ચોકલેટ કેક (Eggless Dark Chocolate cake recipe in Gujarati)
ચોકલેટ કેક જેમાં મેંદો કોકો પાઉડર, ચોકલેટ ફજ, ઓઈલ, દૂધ, ખાંડ જેવી રેગ્યુલર સામગ્રી વડે એક યમી કેક બનાવી શકાય અને ઘણી સરસ અને ઝડપથી બનાવી શકાય, કેક બનાવવા મા માપ નુ મહત્વ હોય છે અને બરાબર માપ વડે બનાવવામાં આવે તો કેક સારી જ બને છે ,હંમેશા એક જ કપ વડે સામગ્રી ઉમેરો તો કેક ખૂબ સરસ બને છે, ચમચી ના માપ માટે પણ એક જ ચમચીનુ માપ બરાબર હોય તો કેક સોફ્ટ બને છે Nidhi Desai -
મિલ્ક કેક
#Goldenapron#Post16#ટિફિન#આ કેક હાંડવાના કૂકરમાં બનાવ્યુ છે જે ખૂબ જ ટેસ્ટી બને છે, જેની પાસે ઓવન નથી તે પણ આવી રીતે પરફેક્ટ કેક બનાવી શકે છે, અને ઘરમાં વપરાતા વાસણો થી માપ કરીને કેક બનાવ્યુ છે. Harsha Israni -
માવા કેક
#કાંદાલસણ#આ કેક ખૂબ ઓછી સામગ્રી થી ઝટપટ બની જાય છે. 400 મી.લી. દૂધ ઉકાળી ને માવો પણ ઘરે જ બનાવ્યો. Dipika Bhalla -
-
કેક (Cake Recipe in Gujarati)
#MA મારી મમ્મી ને કેક બહુ જ ભાવે છે. એ મને જોડે હેલ્પ પણ કરાવે છે અને suggestion પણ આપે છે. આ મધર્સ ડે ના હું મારી મમ્મી ને આ કેક ડેડીકેટ કરું છું. Nidhi Popat -
-
એગલેસ તિરામીસુ કેક (Eggless Tiramisu Cake Recipe In Gujarati)
#CDલગભગ બધાં લોકોએ તિરામીસુ ખાધું હશે પણ કેક નઇ ખાધી હોઈ. તો કેક ના રૂપ માં પ્રસ્તુત છે તિરામીસુ. એક વાર ખાશો વારંવાર બનાવશો. Krupa Kapadia Shah -
મીરર કેક (Mirror Cake Recipe in Gujarati)
#GA4#week22#eggless cake#અહીંયા કેકમાં બધી જ સામગ્રી ઘરની જ વાપરેલી છે. જેથી ટોટલી એગલેસ છે તેમની આપણને પૂરી ખાતરી રહે છે. Chetna Jodhani -
વ્હીટ ઓરેન્જ કેક (wheat orange cake recipe in gujarati)
#GA4 #Week14 #Wheatcakeકેક સામાન્ય રીતે મેંદા માંથી બનાવવામાં આવે છે અને મોટા ભાગે ચોકલેટ કે વેનિલા સ્પોન્જ બનાવવામાં આવે છે. મેં અહીંયા ઓરેન્જ કેક સ્પોન્જ બનાવ્યો છે. ઓરેન્જ માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને અત્યારે આ કોવિડ ની પરિસ્થિતિ માં વિટામિન સી નો ઉપયોગ વધારે કરવા માટે મેં ઓરેન્જ નો ઉપયોગ કરી ને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને કીડ્સ ની ફેવરિટ કેક બનાવી છે કે જેમાં મેં અલગ અલગ સામગ્રી નું કોમ્બિનેશન કરી ને અમેઝિંગ ટેસ્ટ સાથે ઓરેન્જ કેક બનાવી છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week22 હું ઘરે એગલેસ કેક બનાવું છું. અલગ અલગ રીતે બનાવું છું. એમાથી એક રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
(ઇંડા અને આલ્કોહોલ વગરની)(વીથ કેરેમલ સીરપ ફ્રૂટ સોકીંગ)#GA4#Week14#wheatcake#plumcakeઆ એક ઇન્સ્ટન્ટ,એગલેસ પ્લમ કેક છે.ટ્રેડીશનલ રીતે આ કેક માટે મિક્સ સિલેક્ટેડ ડ્રાયફ્રૂટ્સ ને રમ,બ્રાન્ડી કે વાઇન અને ફ્રૂટ જ્યુસમાં 3 દિવસથી લઇ ૨ મહિના સુધી પલાળવામાં આવે છે.પણ મેં અહીં ફ્રેશ કેરેમલ સીરપ બનાવી તેમાં ડ્રાયફ્રૂટ્સ ને અડધા કલાક માટે પલાળ્યા છે. અને ફક્ત ઘઉંના લોટમાંથી કેક બનાવી છે. લોટ કરતા પણ વધારે માત્રામાં મિક્સ ફ્રૂટ્સ વપરાયા છે તો બહુ જ ફ્રૂટી, ટેસ્ટી અને હેલ્ધી કેક બની છે. આ ક્રીસમસ માટે ખાસ ટ્રાય કરવા જેવી રેસીપી છે...👌👌મેં અહીં લગભગ 250-300 ગ્રામ જેટલા (1-1/2 કપ જેટલા) મિક્સ ડ્રાયફ્રૂટ્સ લીધા છે. તમે તમારી પસંદગી નું કંઇપણ જેમ કે ખજૂર,અંજીર, એપ્રીકોટ, ડ્રાય પીચ વગેરે પણ ઉમેરી શકો છો.. Palak Sheth -
ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#bakingચોકલેટ અને વેનીલા ફ્લેવરના કેક બેઝ બનાવી, તેને રીંગમાં કાપીને ઓડ-ઇવન ગોઠવીને બહુ જ આસાનીથી સરસ ચેક્સની પેટર્ન બનાવી શકાય છે...આ રીતની ચેક્સ ની પેટર્નવાળી કેક બનાવવા સ્પોન્ઝ કેક બેઝ પરફેક્ટ હોવા જરુરી છે. તો જ તે કેક ગમે તે નાની મોટી સાઇઝ માં સારી રીતે કાપી શકાશે...જ્યારે આ મેથોડથી કેક બેઝ બનાવવામાં આવે છે તો કેક સોફ્ટ થવાની સાથે સરસ લચકદાર બને છે...ભૂકો નથી થતો કે તૂટી નથી જતી....સાથે દહીં-તેલથી બનતી કેક કરતા ઘણી વધારે મિલ્કી ને સ્વાદિષ્ટ હોય છે...તમને એકવાર ફાવી જશે તો પછી આ જ ભાવશે....તો અહીં બેઝિક વેનીલા અને ચોકલેટ સ્પોન્ઝ કેક બનાવવાની પરફેક્ટ રેસીપી શેર કરી રહી છું.... Palak Sheth -
એગ્લેસ ટુટી ફ્રૂટી કેક(Eggless tutti Frutti Cake Recipe in Gujarati)
#GA4#week22#cookpadindia સામાન્ય રીતે બધી કેક બનાવવા ઇંડાનો ઉપયોગ નરમ બનાવવા માટે કરવો જરૂરી છે, પણ જો તમે ઇંડા વાપરવાનું પસંદ કરતા નથી અથવા શાકાહારી છો.તો ઘરે કેક સોફ્ટ બનાવવી છે તો આ એગલેસ વેનીલા સ્પોન્જ કેક રેસીપીનું પગલું બાય સ્ટેપ ફોટો ગાઇડ સાથે, કાળજીપૂર્વક માપેલા ઘટકો અને પ્રક્રિયાના વિગતવાર સમજૂતી સાથે, ઘરે નરમ અને સ્પોંગી કેક બનાવવી ખૂબ જ સરળ છે. અન્ય વેનીલા કેક રેસિપિથી વિપરીત, આ રેસીપી માખણ અથવા કન્ડેન્સ્ડ દૂધનો ઉપયોગ કર્યા વગર . તેના બદલે, તે કેકને સ્પોંગી અને રુંવાટીવાળું બનાવવા માટે સાદા દહીં (દહીં), બેકિંગ સોડા અને બેકિંગ પાવડરનો ઉપયોગ કરે છે. સાદો દહીં અને પકવવાનો સોડા એક બીજા સાથે પ્રતિક્રિયા આપે છે જે કેકને નરમ બનાવે છે... Twinkal Kalpesh Kabrawala -
વ્હીટ નટ્સ કેક (Wheat Nuts Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Bakingકેક તો અલગ અલગ જાતની બને છે. પણ અહીં મેં હેલ્ધી અને ટેસ્ટી કેક બનાવી છે. આ કેક ઘઉંના લોટમાંથી બનાવવામાં આવી છે અને તેમાં ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કર્યો છે. આ કેક એકદમ સોફ્ટ બને છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (7)