શેર કરો

ઘટકો

  1. ઢોકળી માટે
  2. ૧ વાટકી ઘઉં નો જીનો લોટ
  3. ૧ ટેબલસ્પુન ચણાનોલોટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. નાનીચમચીમરચું ૧
  6. નાની ચમચીધાણાજીરું
  7. નાની ચમચીહળદર અડધી
  8. દાળ માટે
  9. ૧૦૦ ગ્રામ તુવેરદાળ
  10. લીલામરચાં ૨ નંગ
  11. ૧ મોટું ટમેટું
  12. ટુકડોઆદુનો નાનો
  13. મીઠો લીમડો ૧૦ થી ૧૨ પાન
  14. ગોળ કે ખાંડ સ્વાદ મુજબ
  15. ગ્રામશિંગદાણા ૨૦
  16. અડધી ચમચી હળદર
  17. ૧ ચમચી ધાણાજીરું
  18. ૧ચમચી લાલ મરચું.
  19. વઘાર માટે
  20. ૧ ટેબલસ્પુન શીંગતેલ
  21. ૨ ટીસ્પૂન શુદ્ધ દેશી ઘી
  22. ૧નાની ચમચી રાઈ
  23. ૧ નાની ચમચી જીરું
  24. ૪ નંગ લવિંગ
  25. ટુકડા૨ તજના
  26. ૧સુકુ લાલ મરચું
  27. અડધી ચમચી હિંગ
  28. અડધી ચમચી લાલમરચું
  29. ૧ ડુંગળી જીણીસમારેલી(ના ખાતા હોય તો ના નાખો તો ચાલે)
  30. ગાર્નિશિંગ માટે
  31. સૂકા કોપરાનું ખમણ
  32. સરવિંગ માટે
  33. સુકીભાજી
  34. શુદ્ધ દેશી ઘી
  35. રાંધેલો ભાત
  36. લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કથરોટમાં ઘઉંનો જીનો લોટ અને ચણાનો લોટ ચાળી લેવા અને તેમાં ઉપર બતાવેલ બધા મસાલા ઉમેરી રોટલી થી સહેજ કઠણ લોટ બાંધી લેવો અને તેલ વાળો હાથ કરી કૂણવી લેવો

  2. 2

    તુવેર ની દાળ ગરમ પાણીથી ધોઈ પ્રેસર કૂકર માં બાફી લેવી
    બફાઈ ગયા બાદ બ્લેન્ડરથી જેરી લેવી.(બ્લેન્ડ કરવાને કાઠિયાવાડમાં જેરી કહેવાય છે.અને હૅન્ડબ્લેન્ડરને
    જેરણી કહેવાય છે.)

  3. 3

    એક મોટું જાડા તળિયાવાળું તપેલું લઇ તેમાં બાફેલી જેરેલી દાળ લઇ તેમાં ૫ગ્લાસ પાણી ઉમેરો.
    તેમાં છીણેલું ટમેટું,લીલા મરચાના ટુકડા,આદુનો નાનો ટુકડો છીણીને,ગોળ કે ખાંડ સ્વાદમુજબ,
    લીમડાનાંપાન,શીંગદાણા,અને હળદર,ધાણાજીરું,મીઠું,સ્વાદમુજબ ઉમેરો.અને ગેસ પર મઘ્યમ તાપે
    ઉકળવા માટે મુકો.

  4. 4

    દાળ ઉકળવાની શુરુ થાય....એટલે ઢોકળીના લોટમાં થી લુઆ લઇ રોટલી વણી એકસરખા સક્કરપારા જેવા કટકા કરી દાળમાં નાખવા
    બે થી ત્રણ મિનિટમાં ઢોકળી ચડી જાયછે.ઉકળતી વખતે નીચે ચોંટી દાઝી ના જાય તે ખાસ ધ્યાન રાખવું,એકરસ થઈજૈતયા સુધી આશરે ૫ થી ૭ મિનિટ ઉકાળવી

  5. 5

    વઘારિયામાં તેલ અને ઘી બન્ને મિક્સ કરી ગેસ પર ગરમ થવા મુકો,ગરમ થાયએટલે રાઈ,જીરું,
    તજ,લવિંગ નાખવા તે બધું તતડી જાય એટલે ડુંગળી ઉમેરવી,ડુંગળી આછી ગુલાબી સંતળાઈ
    જાય એટલે હિંગ અને લાલ મરચું ઉમેરી દાળઢોકળી ના તપેલામાં વઘાર રેડી દેવો.
    છેલ્લે સૂકા કોપરા નું ખમણ ઉમેરવું.

  6. 6

    દાળ ઢોકળીને સુકીભાજી,સાદાભાત,લીંબુ અને શુદ્ધ દેશી ઘી સાથે ગરમાગરમ પીરસો.
    ગુજરાતીનું જમણ કોથમીર વિના અધૂરું ગણાય છે....પણ મને સન્જોગોવશાત મળી નથી એટલે ઉપયોગ નથી કર્યો.પણ આપજયારે બનાવો ત્યારે જરૂર થી વાપરજો....અને હા.....હવે તો શિયાળો પણ ધીમેપગલે આવી રહ્યો છે તો લીલુંલસણ પણ વાપરજો....ખુબ જ ટેસ્ટી લાગે છે...અને હેલ્થી પણ ખરું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes