મસાલા ઢોંસા(Masala Dosa in Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#ડીનર
#મસાલા ઢોસા સાઉથ ઈન્ડિયન ડીશ છે જે અડદની દાળ અને ચોખાના ખીરામાંથી બનાવી પૂરણમાં બટાકાનો મસાલો ઉમેરી બનાવવામાં આવે છે.

મસાલા ઢોંસા(Masala Dosa in Gujarati)

#ડીનર
#મસાલા ઢોસા સાઉથ ઈન્ડિયન ડીશ છે જે અડદની દાળ અને ચોખાના ખીરામાંથી બનાવી પૂરણમાં બટાકાનો મસાલો ઉમેરી બનાવવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 વ્યક્તિ
  1. ઢોસાના ખીરા માટે-
  2. 1+1/2 કપ ચોખા
  3. 1/2કપ અડદની દાળ
  4. 1ટીસ્પૂન મેથીના દાણા (સુકી)
  5. 1ટીસ્પૂન દહીં
  6. મીઠું સ્વાદાનુસાર
  7. પૂરણ માટે- (મસાલો બનાવવા)
  8. 500ગ્રામ બટાકા
  9. 250ગ્રામ ડુંગળી
  10. 1ટીસ્પૂન રાઈ
  11. 2ટેબલસ્પૂન તેલ
  12. 5-7મીઠા લીમડાના પાન
  13. ચપટી હિંગ
  14. 1ટીસ્પૂન ગરમ મસાલો
  15. 1ટીસ્પૂન લાલ મરચું
  16. 1ટેબલસ્પૂન આદુ-લીલા મરચાની પેસ્ટ
  17. 1/2ટીસ્પૂન હળદર
  18. મીઠું સ્વાદાનુસાર
  19. 1/4ટીસ્પૂન લસણની પેસ્ટ (ઓપ્શનલ)
  20. રેડ ચટણી--
  21. 1પીસેલું તાજું નાળિયેર
  22. 2ટેબલસ્પૂન અડદની દાળ (શેકેલી)
  23. 2ટેબલસ્પૂન કાશ્મીરી મરચું
  24. મીઠું સ્વાદાનુસાર
  25. 1ટેબલસ્પૂન દહીં
  26. પાણી જરૂર મુજબ
  27. વગાર માટે-
  28. 1ટીસ્પૂન તેલ
  29. 1ટીસ્પૂન રાઈ
  30. ચપટી હિંગ
  31. 5-7મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ચોખા, અડદની દાળ અને મેથીના દાણા ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી રાત્રે પલાળી લો. સવારે પાણી નિતારી મિકસરના જારમાં થોડું પાણી ઉમેરી બારીક વાટી ડોસા માટેનુ઼ં મધ્યમ ખીરું તૈયાર કરો. ખીરામાં દહીં અને મીઠું ઉમેરી 4-5 કલાક માટે આથો આવે તે માટે ગરમ જગ્યાએ (તાપમાં)ઢાંકીને મૂકી દો.

  2. 2

    બટાકાને બાફીને છોલીને નાના ટુકડા કરી લો, ડુંગળીને છોલીને લાંબી સમારી લો.

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરી રાઈ, હિંગ, લીમડાના પાન અને ડુંગળી ઉમેરીને સાતંળો.

  4. 4

    ડુંગળી સહેજ ગુલાબી થાય ત્યારે આદુની પેસ્ટ, લીલા મરચા, ગરમ મસાલો, હળદર, મીઠું અને બાફેલા બટાકા ઉમેરી બરાબર મીકસ કરી 5 મિનિટ ધીમી આંચે પકાવો.

  5. 5

    તૈયાર કરેલ (મસાલા)પૂરણમાં સમારેલી કોથમીર ઉમેરી બરાબર મીકસ કરી ગેસ બંધ કરી દો.

  6. 6

    એક મિકસરના જારમાં શેકેલી અડદની દાળ બારીક વાટી તેમાં નારિયેળના ટુકડા,થોડું પાણી ઉમેરી વાટી લો.તેમાં લાલ મરચું અને મીઠું ઉમેરીને ચટણી તૈયાર કરો. એક વગારીયામાં તેલ ગરમ કરી રાઈ, હિંગ અને લીમડાના પાન ઉમેરી સાતંળી તૈયાર ચટણીમાં ઉમેરી મિક્સ કરી દો, તૈયાર છે રેડ ચટણી..

  7. 7

    નોનસ્ટિક તવાને ગેસ પર ગરમ કરી બનાવેલ ખીરામાંથી એક મોટો ચમચો ખીરું તવાની વચ્ચે મૂકી તે જ ચમચા વડે જ અંદરથી બહારની તરફ ગોળ ગોળ ફેરવી પાતળું ઢોસા બનાવો.

  8. 8

    ઢોસાની ઉપર માખણ લગાવી રેડ ચટણી લગાવી બનાવેલ પૂરણ પાથરીને ઢોસાની ચારેય બાજુ તેલ લગાવો.

  9. 9

    ઢોંસો ક્રિસ્પી થાય ત્યારે ઢોસાને આમે સામે વાળીને નીચેથી વાળીને, સહેજ દબાવીને ત્રિકોણ આકાર આપી, પ્લેટમાં કાઢી લો. આવી રીતે બીજા ઢોંસા બનાવી લો.

  10. 10

    તૈયાર છે મસાલા ઢોંસા નારિયેળ ચટણી, સંભાર સાથે ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes