વાટી દાળ ના ખમણ (Vati dal na khaman recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા દાળ ને ધોઈને 4થી 5 કલાક સુધી પલાળી દો.
- 2
ત્યાર બાદ દાળ માંથી પાણી કાઢી મિક્સર માં લઇ તેમાં લીલાં મરચાં, આદું, હળદર,લીંબુ ના ફૂલ અને મીઠું એડ કરી પીસી લો. જરૂર પડે તો પાણી એડ કરવું.
- 3
- 4
હવે આને 4થી 5 કલાક આથો આવવા માટે મૂકી દો. ત્યારબાદ તેમાં ખાંડ અને તેલ ઉમેરીને મિક્સ કરી દો.
- 5
આમાં ખાવાનો સોડા ઉમેરી એક જ દિશા માં ફેરવવું બેટર થોડું ફલ્ફી થય જસે.
- 6
હવે એક કઢાઈ માં પાણી મૂકી ગરમ કરવા મૂકી દો.ત્યાં સુધી ખમણ જે પ્લેટ માં કરવાના હોય તેને તેલ થી થોડું ગ્રીસ કરી લો અને બેટર તેમાં ઉમેરી અને કઢાઇ માં મૂકી 20 મિનિટ સુધી થવા દો.
- 7
20 મિનિટ પછી ટૂથ પિકથી ચેક કરી લો સાફ નીકળે એટલે થાય ગયું સમજો. થોડું ઠંડું થાય પછી તેમાં મનગમતા કટ કરી લો.
- 8
હવે એને વઘાર કરીશું જેને માટે વઘારિયા માં તેલ લઇ રાઈ નાખી દો રાઈ તતડે એટલે એમાં મરચાં અને કરી પત્તાં ઉમેરી લો. ગેસ બંધ કરી ખમણ પર સ્પ્રેડ કરી લો. તૈયાર છે વાટી દાળ ના ખમણ.
- 9
Keywords
Similar Recipes
More Recipes



























ટિપ્પણીઓ