મેંગો ચોકલેટ કુલ્ફી (mango Chocolate kulfi recipe in gujarati)

parita ganatra
parita ganatra @cook_19602125

#goldenapron3
Week૧૭
#મોમ
મારા બાળકોને આ કુલ્ફી ખૂબ જ ભાવે છે તેના માટે મધર્સ ડે ઉપર મે બનાવી તેમા ચોકલેટ નાખી હોવાથી બાળકો વધારે આકર્ષિત થશે

મેંગો ચોકલેટ કુલ્ફી (mango Chocolate kulfi recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3
Week૧૭
#મોમ
મારા બાળકોને આ કુલ્ફી ખૂબ જ ભાવે છે તેના માટે મધર્સ ડે ઉપર મે બનાવી તેમા ચોકલેટ નાખી હોવાથી બાળકો વધારે આકર્ષિત થશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ લીટર દૂધ
  1. 4 ચમચીખાંડ
  2. 1 ચમચી તપકીર પાઉડર
  3. 1-1/2 ચમચી G M S
  4. 1/4 ચમચીcmc
  5. 1 ચમચીમિલ્ક મેડ
  6. 1 ચમચી મિલ્ક પાવડર
  7. 1 નંગમીઠી પાકી કેરી
  8. 1 ટુકડોચોકલેટ સ્લેબ
  9. 2 ચમચીઘર ની મલાઈ
  10. 1/4 ચમચી મેંગો કલર વીથ એસન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુલ્ફી બનાવવા માટે ની સામગ્રી તૈયાર કરો ત્યારબાદ દૂધની અંદર gms,cmc, મિલ્ક પાવડર તપકીર બધું નાખી બ્લેન્ડ કરવું ત્યારબાદ આ મિશ્રણને ધીમાં ગેસે ઉકડવા મૂકો

  2. 2

    દૂધ ઉકળીને ઘટ્ મિશ્રણ થાય ત્યાં સુધી ઉકાળવું ત્યારબાદ તેમાં milkmaid અને ખાંડ મિક્સ કરી થોડીવાર ઉકાડવુ ત્યારબાદ ઠંડુ પડે એટલે ફ્રીઝર માં જામવા માટે મૂકી દેવું આઇસ્ક્રીમ સાત આઠ કલાક પછી જામી જશે એટલે તેમાં મલાઈ મિક્સ કરી તેને બીટર ની મદદથી બીટ કરવું બીટ કરવાથી આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ અને fluffy(ફોરુ) થઇ જશે

  3. 3

    બીટ થઈ ગયેલા આઈસ્ક્રીમ અને કેરીના ઝીણા પીસ કરી લેવા તેમજ ચોકલેટનો પીસ લેવો ત્યારબાદ મિશ્રણ ની અંદર ચોકલેટ છીણી ને નાખવી અને મેંગો એસન્સ અને કેરીના પીસ મિક્સ કરવું આમાં તમે ઈચ્છો તો એસન્સ ના બદલે મેંગો પલ્પ પણ નાખી શકો છો

  4. 4

    કુલ્ફી બનાવવા માટે મેં અહીં નાના ગ્લાસ લીધા છે તમે કોઈપણ કેન્ડી મોલ્ડ કે કંઈપણ અન મોલ્ડ થઈ શકે તેવું કાઈ પણ લઈ શકો છો ઉપર નું મિશ્રણ આ ગ્લાસમાં ભરી તેમાં કુલ્ફીની stick મૂકી તેને સેટ થવા માટે સાત આઠ કલાક ફ્રીઝરમાં મૂકી દો આ કુલ્ફી ફ્રીઝરમાં ઓપન મૂકશો તો પણ બરફ નહીં થાય કેમકે આપણે મિશ્રણ એકદમ સરસ ક્રીમી અને ઘટ્ટ બનાવ્યું છે કુલ્ફી સેટ થઈ જાય પછી એક બાઉલમાં નીચે પાણી લઈ તેમાં ૫ થી ૭ સેકન્ડ માટે આ ગ્લાસ રાખો ત્યારબાદ તમે હાથમાં લઈને સ્ટીક ને ખેંચીને કાઢશો તો તરત નીકળી જશે આ રીતે મેંગો કુલ્ફી તૈયાર

  5. 5

    મેંગો કુલ્ફી આ રીતે અલગ અલગ રીતે સર્વ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
parita ganatra
parita ganatra @cook_19602125
પર

Similar Recipes