હાંડવો(handvo in Gujarati)

#સુપરશેફ3
ગુજરાતીનું special 😍
ખાટ્ટો અને તીખો
હાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની અને તુવેરની દાળનુંખીરું બનાવી, તેમાં આથો લાવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.
ગુજરાતીઓના ઘર ઘરમાં બનાવાતી આ પ્રખ્યાત ડીશ છે..જેને લીલી ચટણી કે લાલ લસણ ની ચટણી કે તેલ જોડે ખાવામાં આવે છે
હાંડવો(handvo in Gujarati)
#સુપરશેફ3
ગુજરાતીનું special 😍
ખાટ્ટો અને તીખો
હાંડવો એ મુખ્યત્વે ચોખા અને ચણાની અને તુવેરની દાળનુંખીરું બનાવી, તેમાં આથો લાવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.
ગુજરાતીઓના ઘર ઘરમાં બનાવાતી આ પ્રખ્યાત ડીશ છે..જેને લીલી ચટણી કે લાલ લસણ ની ચટણી કે તેલ જોડે ખાવામાં આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ અલગ અલગ પલાળો..ચોખા અને મેથી પણ પલાળો.
- 2
૩-૪ ચમચી દહીં અને મીઠુ નાખી રવા જેવુ ક્રશ કરો..અડદની દાળ અલગ પીસો..ચોખા અને બીજી દાળ પણ અલગ અલગ પીસવાની છે..બહુ જાડુ ખીરૂ ન રાખશો...મેથી જોડે જ ક્રશ કરવાની છે..
- 3
ખીરામાં એક મુઠ્ઠી ચણાની દાળ નાખી હલાવી ડબ્બામાં ભરી તડકે મુકો
- 4
આથો આવે એટલે આદુ મરચાં લસણની પેસ્ટ, એકાદ ચમચી ખાંડ, હળદર,મીઠું, સમારેલા ધાણા લાલ મરચું નાખી ૧૦ મિનીટ મુકી રાખો..
- 5
બનાવતી વખતે ૧ ચમચી જેટલો ઇનો નાખી એક જ બાજુ ખૂબ હલાવો..
- 6
૩-૪ ચમચી સરખુ તેલ લઈ રાઈ, લવિંગ, તલ, નીઠો લીમડો હીંગ અને સુ કામરચાં નોવઘાર કરો..હાંડવાનું ખીરૂ રેડી લો.
- 7
.. ઉપર થી મેથીયો મસાલાે નાખી ઢાંકી દો..ગેસ ઘીમો જ રાખો
- 8
૧૦ મિનીટ પછી જોઈ લો અને થઈ ગયો હોય તો પલટાવી લો.. ફરી પાંચ મિનિટ થવા દો..
- 9
ગેસ બંધ કરો..
- 10
હાંડવો તૈયાર, વેજીટબલસનાખી લેજીટેબલ હાંડવો પણ બનાવી શકાય.
- 11
આખા સફેદ અડદ થી આથો સારો આવે છે...
- 12
લસણ ચડીયાતું હશે તો હાંડવો સરસ લાગશે.. મસાલા વઘુ ઓછા સ્વાદ પ્રમાણે ફેરફાર થઈ શકે છે..
- 13
આ હાંડવાને અપ્પમ પાત્રમાં પણ બનાવી શકાય. બાજુમાં નાની વાડકી માં અગાઉ થી વઘાર તૈયાર કરી રાખો.
- 14
અપ્પમ પાત્ર લઇ તેલ લગાવી ખીરૂ રેડો. હવે ઉપરથી વઘાર રેડો ને મેથીયો મસાલો નાખો
- 15
૧૦ મિનિટ ઢાંકણ ઢાંકી રહેવા દો..
- 16
હાંડવો બીજી બાજુ થવા દો
- 17
હાંડવો તૈયાર
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (2)