હોમ મેડ મેયોનીઝ (homemade mayonnaise)

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954

#goldenapron3
Week21
Mayo

મિત્રો આજકાલ બાળકોને મેયોનીઝ ની આઈટમો ખૂબ જ વધારે ભાવે છે આપણે બધા જ ઘરમાં મેયોનીઝ નો ઉપયોગ કરીએ છીએ બજારમાં અલગ-અલગ ઘણી ફ્લેવરના મેયોનીઝ મળે છે પરંતુ આ મેયોનીઝ ને ફ્રોઝન કરવા માટે તેમાં પ્રિઝર્વેટિવ નો ઉપયોગ કરવામાં આવે છે જે લાંબા ગાળે શરીરને ખૂબ જ નુકસાન કરે છે
તો મિત્રો આજે આપણે એકદમ ફ્રેશ મેયોનીઝ ઘરે બનાવતા શીખીએ અહીંયા સિમ્પલ મેયો અને ફ્લેવર વાળા મેયોનીઝ બંને ની રેસીપી જોઈશું આશા છે તમને બધાને આ રેસિપી ઉપયોગમાં આવશે.

હોમ મેડ મેયોનીઝ (homemade mayonnaise)

#goldenapron3
Week21
Mayo

મિત્રો આજકાલ બાળકોને મેયોનીઝ ની આઈટમો ખૂબ જ વધારે ભાવે છે આપણે બધા જ ઘરમાં મેયોનીઝ નો ઉપયોગ કરીએ છીએ બજારમાં અલગ-અલગ ઘણી ફ્લેવરના મેયોનીઝ મળે છે પરંતુ આ મેયોનીઝ ને ફ્રોઝન કરવા માટે તેમાં પ્રિઝર્વેટિવ નો ઉપયોગ કરવામાં આવે છે જે લાંબા ગાળે શરીરને ખૂબ જ નુકસાન કરે છે
તો મિત્રો આજે આપણે એકદમ ફ્રેશ મેયોનીઝ ઘરે બનાવતા શીખીએ અહીંયા સિમ્પલ મેયો અને ફ્લેવર વાળા મેયોનીઝ બંને ની રેસીપી જોઈશું આશા છે તમને બધાને આ રેસિપી ઉપયોગમાં આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 કપફુલ ફેટ દૂધ
  2. 4 કપતેલ
  3. 3લીમ્બું નો રસ
  4. 2 ચમચીખાંડ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ફ્લેવર વાળો માયો બનાવવા માટે
  7. 2 ચમચીમિક્સ હૅબ
  8. 2 મોટી ચમચીટોમેટો કેચપ
  9. ગાર્લિક માયો બનાવવા માટે
  10. 5-6કળીલસણ
  11. સેઝવાન માયો બનાવવા માટે
  12. 2 ચમચીસેજવાન ચટણી
  13. તંદૂર માયો બનાવવા માટે
  14. 2 ચમચીપંજાબી મસાલો અથવા કિચન કિંગ મસાલો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મિત્રો અહીંયા એક વાતનું ધ્યાન રાખજો જેટલા પ્રમાણમાં દૂધ લેવા માં આવે તેના કરતાં ડબલ પ્રમાણમાં તેલ નો ઉપયોગ કરવો દૂધ અને તેલ નુ માપ ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે એક ઊંડા વાસણમાં એક કપ દુધ અને એક કપ તેલ ઉમેરો હવે તેમાં ખાંડ મીઠું અને લીંબુનો રસ ઉમેરો લીંબુના રસની જગ્યાએ તમે વિનેગર પણ વાપરી શકો છો

  2. 2

    હવે હેન્ડ મિક્સી થી આ બધું જ બરાબર મિક્સ કરો

  3. 3

    બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ ફરી તેમાં બીજો કપ દૂધ એડ કરી હેન્ડ મિક્સી ચલાવો હેન્ડ મિક્સી ચલાવતા ચલાવતા થોડું થોડું કરીને બધું તેલ તેમાં મિક્સ કરી દો

  4. 4

    થોડીવાર બાદ એકદમ જાડું અને ક્રીમી ટેક્સચર બની જશે

  5. 5

    આપણું સિમ્પલ માયો બનીને તૈયાર છે હવે ગાર્લિક માર્યો બનાવવા માટે તેમાં લસણની કળી એડ કરી ફરી થોડી વાર મિક્સી ચલાવો આપણુ ગાર્લિક માયો બનીને રેડી છે

  6. 6

    મિક્સ હૅબ માયો બનાવવા માટે બનેલા માયો ની અંદર mix herbs અને ટોમેટો કેચપ નાખી બરાબર હલાવી દેવાથી મિક્સ હૅબ માયો બનીને રેડી થઈ જશે

  7. 7

    આ રીતે માયો માં સેજવાન ચટણી તંદુરી મસાલો કિચન કિંગ મસાલો સિમ્પલ ટોમેટો કેચપ પીઝા સ્પ્રેડ લીલા ધાણા મરચાં ની ચટણી વગેરે એડ કરી અલગ-અલગ પ્રકારના સેન્ડવીચ સ્પ્રેડ તથા ફ્લેવર વાળા માયો બનાવી શકાય છે

  8. 8

    તો તૈયાર છે આપણા અલગ-અલગ ફ્લેવરના માયોનીઝ તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954
પર

Similar Recipes