ચણા મેથી કેરી નું ખાટું અથાણું (Chana Methi Keri Khatu Athanu Recipe In Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand

#EB
#cookpadindia
#cookpadgujarati
My e-book
Post1
Athanu

અથાણું કે અથાણાં એ ભારતીય અને ગુજરાતી ભોજનનું એક ખાસ અંગ છે. અથાણાંં મોટા ભાગે ફળ અને શાકભાજીને, તેલ અથવા લીંબુ કે અન્ય ખાટાં પાણી, મીઠું(લવણ) અને વિવિધ મસાલાઓના ઉપયોગ વડે, આખું વર્ષ સાચવી રાખવાની એક પ્રક્રિયા છે.
ઘરે બનતા અથાણાં ઉનાળામાં બનાવાય છે, તેને લાંબો સમય સુધી સૂર્યનાં તાપમાં સુકવવામાં આવે છે. ત્યાર પછી કાચ અથવા ચીનાઈ માટીની હવાચુસ્ત બરણીમાં ભરી સાચવવામાં આવે છે. અથાણાઓમાં રહેલ ખટાશનો અમ્લિય ગુણ તેમાં જીવાણુઓને થતાંં રોકે છે અને તેલ તેના સંરક્ષક (preservative) તરીકે કાર્ય કરે છે. અથાણાંં ભેજરહિત વાતાવરણમાં લાંબો સમય તાજા અને સુવાસિત રહે છે. ધંધાદારી અથાણાંં બનાવનાર 'સાઇટ્રિક એસિડ' (Citric acid) અને 'સોડિયમ બેન્ઝોએટ' (Sodium benzoate)નો ઉપયોગ સંરક્ષક તરીકે કરે છે.
ભારતમાં વિવિધ પ્રદેશોમાં વિવિધ રીતે અથાણાંં બનાવવામાં આવે છે, તેલ અને મસાલાઓ પણ અલગ અલગ પ્રકારનાં વાપરવામાં આવે છે. જેને કારણે ભારતમાં અથાણાઓમાં સ્વાદ અને સુગંધનું ઘણું વૈવિધ્ય જોવા મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામમેથી
  2. 100 ગ્રામદેશી ચણા
  3. 250 ગ્રામરાજાપુરી કેરી
  4. 100 ગ્રામરામદેવ નો ખાટા અથાણાં નો મસાલો
  5. 25 ગ્રામરાઈના કુરિયા
  6. 3 ચમચીકાશ્મીરી મરચું
  7. 250 ગ્રામસીંગતેલ
  8. 1/2 ચમચીહિંગ
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રાજાપુરી કેરી ને ધોઈ અને નાના કટકા કરી લો. મીઠું નાખીને 24 કલાક માટે રાખો. ચણા અને મેથીને અલગ અલગ ૮ થી ૯ કલાક માટે પલાળી દો.

  2. 2

    મેથી ચણા પલળી જાય પછી કેરી નું જે ખાટું પાણી હોય તેમાં 1/2 કલાક માટે પાછા પલાળી દો. પછી કેરી, ચણા અને મેથી ને એક કોટન ના કપડા ઉપર બે થી ત્રણ કલાક સુકાવી લો.

  3. 3

    હવે કડાઈમાં એક ચમચો તેલ લઇ અને હિંગનો વઘાર કરો. ઠરી જાય પછી અથાણાં નો મસાલો રાઈ ના કુરિયા ઉમેરી બધું બરાબર મિક્સ કરી દો. હવે તેલ સરખું ગરમ કરી અને ઠંડુ થવા દો. તેલ ઠંડુ થઈ જાય પછી અથાણામાં આ તેલ ઉમેરો.

  4. 4

    પછી અથાણાને બરણી માં સરખી રીતે ભરી લો અને ઉપરથી તેલ સરખું ઉમેરો. તો તૈયાર છે ચણા મેથી કેરી નું અથાણું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

Similar Recipes