કચ્છી છીબા ઢોકળી (Kutchi Chhiba Dhokli Recipe In Gujarati)

Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406

એક નવી જ ટેસ્ટી અને ઝટપટ બનતી વાનગી. ડાયેટ ઢોકળી/ સ્ટીમ‌ ઢોકળી/ ગ્લુટેન ફી . ગરમ ગરમ ખવાય . આ ઢોકળી ખાસિયત તેને બાફવા ની રીત છે.

કચ્છી છીબા ઢોકળી (Kutchi Chhiba Dhokli Recipe In Gujarati)

એક નવી જ ટેસ્ટી અને ઝટપટ બનતી વાનગી. ડાયેટ ઢોકળી/ સ્ટીમ‌ ઢોકળી/ ગ્લુટેન ફી . ગરમ ગરમ ખવાય . આ ઢોકળી ખાસિયત તેને બાફવા ની રીત છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ કપચણાનો લોટ
  2. ૧/૨ ચમચીહળદર
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧/૨ કપપાણી
  5. તેલ ઉપર લગાવવા માટે
  6. અથાણાં નો મસાલો/ મેથીયો મસાલો
  7. ૧ ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  8. ૧ ચમચીકસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ નાખી તેમાં હળદર, મરચા ની પેસ્ટ, કસુરી મેથી અને મીઠું નાખી માપસર પાણી નાખીને બરાબર મિક્ષ કરી ખીરું તૈયાર કરો. બહુ જાડું પણ નહીં અને પાતળું પણ નહીં તેવું ખીરું તૈયાર કરો

  2. 2

    હવે ઢોકળા વખતે જેમ પાણી ગરમ કરવા મુકીએ છીએ તેમ પાણી ગરમ કરવા મુકો ‌પણ એક વાતનું ધ્યાન રાખવું કે જે વાસણ માં પાણી ગરમ‌ કરો તેના માપ નુ છીબુ હોવું જોઈએ.અથવા તો એ માપ ની ડીશ.

  3. 3

    હવે છીબા પર તેલ લગાવ્યા વગર થોડું ખીરું તેના પર પાથરી દો.પણ ખુબ પાતળું પાથરવું.જરાય જાડું હશે તો ઢોકળી ચડશે નહીં.

  4. 4

    હવે ગરમ પાણી મુકેલા વાસણ પર ખીરું લગાવેલ છીબુ ઊંધું ઢાંકી દો. જી હા ઊંધું. ૧ મિનિટ માટે રહેવા દો અને પછી તેને ઉતારી લો.

  5. 5

    ઉતારી લીધાં બાદ તેનિ પર સિંગતેલ લગાવો. અને મેથીયો મસાલો ભભરાવો. પછી ચપ્પુ વડે કાપા પાડી લો

  6. 6

    હવે તબેથા ની મદદ થી ધીરે ધીરે ઢોકળી ઉખાડી લો. પાતળી હશે તો ઝટ ઊખડશે.

  7. 7

    તૈયાર છે સ્વાદિષ્ટ અને સરળ કચ્છી છીબા ઢોકળી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406
પર
I have also YouTube channel. #Rani Nu Rasodu#. watch More recipe video subscribe my channel.. also follow me on cookpad.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes