દાળ ઢોકળી (dal dhokli recipe in Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

દાળ ઢોકળી આપણા ગુજરાતીઓ ની ઓળખ છે એમ કહું તો,જરા પણ અતિશયોક્તિ નથી. સામાન્ય રીતે તુવેર ની દાળ વઘારી, તેમાં મસાલા નાખી, ઉકળતી દાળ માં ઢોકળી નાખી તેને કૂક કરવામાં આવે એટલે દાળ ઢોકળી. આમાં થોડા ફેરફારો સાથે પણ બનાવવા માં આવે છે, જેમ કે
સ્ટફ્ડ દાળ ઢોકળી, અથવા ઢોકળી ને વણી ને નહીં પરંતુ નાની નાની થેપલી બનાવવી, એમ અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે પરંપરાગત રીતે બનતી દાળ ઢોકળી બનાવી છે, કહેજો કેવી બની છે???
#સુપરશેફ4
#દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-35 મિનિટ
4 વ્યક્તિ
  1. દાળ બનાવવા માટે
  2. 2 કપબાફેલી તુવેર દાળ
  3. 1/2 કપસમારેલા ટામેટાં
  4. 1સમારેલું લીલું મરચું
  5. શિંગદાણા 2 ટે.ચમચી
  6. વઘાર માટે તેલ 2 ટે.ચમચી
  7. 1 ટી.સ્પૂનરાઈ
  8. 1 ટી.સ્પૂનજીરું
  9. 1 ટી.સ્પૂનમેથીદાણા
  10. 1/2 ટી.સ્પૂનહિંગ
  11. 4-5લીમડા ના પાન
  12. 1સૂકું લાલ મરચું
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 2 ટી.સ્પૂનમરચું
  15. 1 ટી.સ્પૂનહળદર
  16. ગોળ 1 ટે.ચમચી
  17. પાણી 4 કપ/જરૂર મુજબ
  18. કોથમીર 2 ટુટીફ્રુટી.ચમચી
  19. ઢોકળી બનાવવા માટે
  20. 1.5 કપઘઉં નો લોટ
  21. 1/2 ટી.સ્પૂનહળદર
  22. 1/2 ટી.સ્પૂનમરચું
  23. 1 ટી.સ્પૂનધાણાજીરું
  24. 1 ટી.સ્પૂનકસૂરી મેથી
  25. 1/4 ટી.સ્પૂનહીંગ
  26. મીઠું સ્વાદ અનુસાર
  27. 1/2 ટી.સ્પૂનખાંડ
  28. 1/2 ટી.સ્પૂનલીંબુ નો રસ
  29. તેલ
  30. પાણી

રાંધવાની સૂચનાઓ

30-35 મિનિટ
  1. 1

    ઢોકળી નો લોટ બાંધવા માટે ઘઉં ના લોટ માં ઉપર જણાવેલ બધા મસાલા મિક્સ કરી તેલનું મોણ નાખી પાણી વડે રોટલી જેવો લોટ બાંધવો. 10-15 મિનિટ રેસ્ટ આપવો.

  2. 2

    હવે દાળ બનાવવા માટે પેન માં તેલ લેવું, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, મેથીદાણા, હિંગ, લીમડા ના પાન, સુકા લાલ મરચાં નો વઘાર કરવું.

  3. 3

    હવે શિંગદાણા એડ કરવા, સમારેલા ટામેટાં અને મરચાં એડ કરી સાંતળી લેવા. તેમાં હળદર, મરચું, મીઠું તથા ગોળ એડ કરવું. મસાલા બધાં મિક્સ થઈ જાય એટલે તેમાં બાફી ને બ્લેન્ડ કરેલી તુવેર દાળ અને પાણી એડ કરી ઉકાળવી.

  4. 4

    દાળ ઉકળે તે દરમિયાન ઢોકળી બનાવવી. આ માટે તૈયાર કરેલ કણક માંથી લુઆ પાડવા અને સ્હેજ જાડી રોટલી વણવી. હવે ચપ્પુ અથવા પીઝા કટર વડે નાની નાની ઢોકળી કટ કરવી.

  5. 5

    બધી ઢોકળી આ રીતે કટ કરી લેવી, ઉકળતી દાળ માં થોડી થોડી ઢોકળી એડ કરી હલાવી ને ઉકાળવું.

  6. 6

    દાળ થોડી ઘટ્ટ થઈ જાય અને ઢોકળી કૂક થઈ જાય એટલે ફલૅમ બંધ કરી પ્લેટ માં લઈ ઉપર થી ઘી એડ કરી, કોથમીર થી ગાનિઁશ કરી ગરમા ગરમ દાળ ઢોકળી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes