બફવડા (Bafvada Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#EB
#Week15
#ff2
#ફરાળી રેશીપી
#ફાસ્ટ & ફેસ્ટિવ ચેલેન્જ
#childhood

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંંગ બટાકા
  2. ૧/૪ કપશિંગોડાનો લોટ
  3. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. 2 ચમચીકાજુનો અધકચરો ભૂકો
  5. 2 ચમચીકિસમિસ
  6. 1બાફી ને મેશ કરેલા બટેેટા
  7. 1 ચમચીતેલ
  8. લીંબુનો રસ
  9. ૧ ચમચીખાંડ
  10. 1 ચમચીમરી પાઉડર
  11. 1 ચમચીશેકેલા સિંગદાણાનો ભૂકો
  12. 2ચમચા કોપરાનું જીણુ છીણ
  13. ૧/૨ કપજીણી સમારેલી કોથમીર
  14. સ્વાદાનુસાર સિંધવ
  15. તેલ તળવા માટે
  16. ૧/૪ કપશિંગોડાનો લોટ ખીરા માટે
  17. 1/2 ચમચીમરી પાઉડર
  18. સિંધાલુ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને ધોઈ ને બાફી લો ઠંડા થાય એટલે તેની છાલ ઉતારી મેશ કરી લો. પછી તેમાં સિંધાલુ ઉમેરી મિક્સ કરી લો.

  2. 2

    સ્ટફિંગ માટે એક બાઉલમાં શેકેલા શીંગદાણાનો ભૂકો, કોપરાનું છીણ, આદુ મરચાની પેસ્ટ, બાફી ને મેશ કરેલું થોડું બટાકનું પૂરણ અધકચરા કાજુ, કિસમિસ ના ટુકડા, મરી પાઉડર, સિંધાલુ, ખાંડ, લીંબુનો રસ, કોથમીર આ બધું ઉમેરી હળવે હાથે બધું મિક્સ કરી નાના બોલ્સ બનાવો.

  3. 3

    બટાકાના પુરાણનો લૂઓ લઈ પછી
    તેલવાળી હથેળી પર થેપી પૂરી જેવું બનાવી સ્ટફિંગ (0ll નાની ચમચી
    જેટલું) મૂકી સીલ કરી બોલ્સ વાળો.એ રીતે બધા બોલ્સ વાળી લો.

  4. 4

    ત્યારબાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ મૂકો. એક બાઉલમાં શિંગોડાનો લોટ લઈ સિંઘાલુ નાખી પાણી ઉમેરી ખીરૂ તૈયાર કરો. પછી તૈયાર કરેલ બોલ્સને ખીરામાં કોટ કરી ગરમ તેલમાં ગોલ્ડન ક્રીસ્પી તળી લો.

  5. 5

    ગરમાગરમ બફવડા સર્વિંગ પ્લેટ મા લઈ ટોમેટો સોસ/કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes