પાતળભાજી (Patarbhaji Recipe In Gujarati)

#TT2
પાતળભાજી રેસીપી એ મહારાષ્ટ્રીયન રેસીપી છે. મેંઆજે ગોવાળની પાતળભાજી બનાવી છે .આ રેસિપીમાં જે ગ્રેવી બનાવવામાં આવે છે તે મલ્ટીપલ ગ્રેવી છે. આ ગ્રેવી ના ઉપયોગથી આપણી ચોળાની પાતળભાજી, દુધીની પાતળભાજી ,રીંગણની પાતળભાજી બનાવી શકીએ છીએ. જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો...

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગોવાળ ને ધોઈ અને નાના-નાના ટુકડા કરી લો. ડુંગળી લાંબી સમારી લો.લીલા ધાણા ધોઈને ડાળી સાથે રાખો.સુકા મસાલા તૈયાર કરી લો. ગોવાળને કુકરમાં નાખી જરૂર મુજબ પાણી નાખી ત્રણ સીટી વગાડી બાફી લો.
- 2
હવે એક તવીમાં ધીમા તાપે શીંગદાણા અને સૂકા ધાણા શેકી લો ગેસ બંધ કરી ગરમ તવા પર જીરું તેમજ ટોપરાનું છીણ થોડી ક્ષણ માટે શેકી લો.
- 3
હવે ફરી ગેસ ચાલુ કરી એ જ તવા પર ડુંગળી ગુલાબી રંગની શેકી લો પછી લસણ અને મરચું પણ સાથે શેકી લો
- 4
હવે મિક્સર જારમાં પહેલા સુકા મસાલા પીસી લો ત્યારબાદ ધાણા,ડુંગળી,મરચા,લસણ અને આદુ નાખી પેસ્ટ તૈયાર કરી લો.
- 5
હવે એક પેનમાં તેલ નાખી ગરમ કરો ગરમ થાય એટલે તેમાં પહેલા લીલી પેસ્ટ નાખી બરાબર સાતળો તેલ છૂટે ત્યારબાદ તેમાં સુકા મસાલા નાખી 1/2મિનિટ માટે શેકો.
- 6
હવે શેકાઈ જાય એટલે એમાં ૩/૪ગ્લાસ પાણી એડ કરી બરાબર મિક્સ કરી બે-ત્રણ મિનિટ પકાવો. ખદખદવા લાગે એટલે તેમાં બાફેલો ગુવાર નાખી બરાબર મિક્સ કરી બે મિનિટ થવા દો પછી તેમાં જરૂર મુજબ લીંબુનો રસ અને ખાંડ નાખી બરાબર મિક્સ કરી થોડીવાર પછી ગેસ બંધ કરી દો
- 7
તો તૈયાર છે મહારાષ્ટ્રીયન રેસિપી પાતળભાજી. ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ