ઘઉંના તીખા ટોઠા (Wheat Tikha Totha Recipe In Gujarati)

#TT2
Post 1
ઘઉં ના સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ટોઠા. આ વાનગી મૂળ ઉત્તર ગુજરાત ની છે. ટોઠા બનાવવામાં સરળ છે. ખાસ કરીને લોકો આ વાનગી નો આનંદ ચોમાસામાં અને શિયાળામાં લેતા હોય છે. આ સ્વાદિષ્ટ વાનગી નાના મોટા દરેક ને પસંદ આવશે. આ વાનગી માં આદુ મરચા અને લસણ નો ઉપયોગ સારા પ્રમાણ માં કરવામાં આવ્યો છે.તો ચલો હવે વાનગી બનાવો, ખાઓ અને ખવડાવો.
ઘઉંના તીખા ટોઠા (Wheat Tikha Totha Recipe In Gujarati)
#TT2
Post 1
ઘઉં ના સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ટોઠા. આ વાનગી મૂળ ઉત્તર ગુજરાત ની છે. ટોઠા બનાવવામાં સરળ છે. ખાસ કરીને લોકો આ વાનગી નો આનંદ ચોમાસામાં અને શિયાળામાં લેતા હોય છે. આ સ્વાદિષ્ટ વાનગી નાના મોટા દરેક ને પસંદ આવશે. આ વાનગી માં આદુ મરચા અને લસણ નો ઉપયોગ સારા પ્રમાણ માં કરવામાં આવ્યો છે.તો ચલો હવે વાનગી બનાવો, ખાઓ અને ખવડાવો.
રાંધવાની સૂચનાઓ
- 1
બાર કલાક પલાળેલા ઘઉંમાં બે કપ પાણી અને 1/2 ચમચી મીઠું ઉમેરી, કૂકર માં ૫-૬ સિટી વગાડી બાફી લો.બીજી સામગ્રી તૈયાર કરી લો.
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો.એમાં જીરૂ ઉમેરો.જીરૂ ફૂલે એટલે હિંગ અને લીમડો ઉમેરો. હવે વાટેલા આદુ, મરચા, લસણ ઉમેરો.
- 3
હવે બે સેકન્ડ સાંતળી લો. હવે કાંદો ઉમેરી સાંતળી લો.
- 4
હવે કાંદા પિંક થાય એટલે બધા સૂકા મસાલા ઉમેરો. બરાબર મિક્સ કરી લો.
- 5
હવે ટામેટા ઉમેરી મિક્સ કરી લો. ૧/૪ કપ પાણી ઉમેરી ટામેટા નરમ પડે ત્યાં સુધી થવા દો.
- 6
હવે બાફેલા ઘઉં ઉમેરો. બરાબર મિક્સ કરી ઢાંકીને ધીમા તાપે ૧૦ મિનિટ થવા દો.
- 7
હવે ઘઉં ના ટોઠા તૈયાર છે. એમાં કોથમીર અને લીંબુ નો રસ ઉમેરી ગેસ બંધ કરી દો.
- 8
હવે સર્વિંગ બાઉલ માં ટોઠા સર્વ કરો. ઉપર ઝીણા સમારેલા કાંદા, ઝીણી સેવ, કોથમીર, આમચૂર ની ચટણી થી સજાવટ કરો.
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોઠા (Totha recipe in gujarati)
#MW2#ટોઠા#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ખાસ ખવાતી મહેસાણા ની પ્રખ્યાત વાનગી છે સુકી તુવેર ના ટોઠા...લીલું લસણ,આદુ, મરચાં અને ડુંગળી થી ભરપૂર આ વાનગી સ્વાદ માં તીખી હોય છે. અને તેથી જ તેને કુલચા કે બ્રેડ ની સાથે સર્વ કરવામાં આવે છે. ટોઠા ની ઉપર ઝીણી સેવ તથા કાંદા નાખવામાં આવે છે. આ સાથે મેં કાકડી ટામેટાં નું કચુંબર, છાસ અને પાપડ પણ સર્વ કર્યા છે. Payal Mehta -
રગડા સમોસા ચાટ (Ragda Samosa Chaat Recipe In Gujarati)
#SF કોઈ પણ સિઝન હોય કે કોઈ પણ ટાઇમ હોય, નાના મોટા દરેક ને ચાટ નું નામ આવે એટલે મોમાં પાણી આવી જાય. ભારત માં જુદા જુદા પ્રાંત માં આ ચાટ અલગ અલગ પ્રકાર ની બનતી હોય છે. આ મશહૂર સ્ટ્રીટ ફૂડ ને સમોસા, રગડા અને ચટણીઓ સાથે ચીઝ અને બટર નો ઉપયોગ કરીને બનાવ્યું છે. વધેલા સમોસા નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ચાટ બનાવવાનો એક વિકલ્પ. Dipika Bhalla -
-
-
લીલી તુવેરના ટોઠા (Green tuver na totha recipe in Gujarati)
#MW2#કૂકપેડ_મીડ_વીક_ચેલેન્જપોસ્ટ - 4 સામાન્ય રીતે કઠોળ ની સૂકી તુવેરના ટોઠા રેસ્ટોરન્ટ માં અને સ્ટ્રીટ ફૂડ તરીકે પીરસાતા અને મળતા હોય છે પરંતુ અત્યારે લીલી તુવેરની ઋતુ પૂરબહારમાં ખીલી છે ત્યારે આ લીલી તુવેરના ટોઠા ખાવાની લિજ્જત વધી જાય છે અને તેના તીખા તમતમતા સ્વાદથી ગરમાવો આવી જાય છે.. Sudha Banjara Vasani -
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2ઠોઠા એ લીલી તુવેર અથવા સુકી તુવેર માથી બનતી મહેસાણાની પ્રસિદ્ધ વાનગી છે જે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે ઠોઠા બ્રેડ કે બાજરીના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે પરંતુ મારા બાળકોને ઠોઠા ભાત સાથે પસંદ છે તેથી મેં અહીંયા અને ભાતની સાથે સર્વ કર્યા છે sonal hitesh panchal -
દાબેલી ઢોકળા (Dabeli Dhokla Recipe In Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે પીળી વાનગી માં દાબેલી ઢોકળા બનાવ્યા છે. દાબેલી કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે, જે પાઉં માં મસાલો ભરીને બનાવાય છે. એજ મસાલો ઢોકળા માં ભરીને દાબેલી બનાવી છે. જે ખૂબ સ્વાદિષ્ટ બની છે. Dipika Bhalla -
ટોઠા (Totha recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia ટોઠા એ મહેસાણાની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. સામાન્ય રીતે આ વાનગી શિયાળાની સિઝન દરમ્યાન વધુ બનાવવામાં આવે છે. આ વાનગીમાં સુકી તુવેર ના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત શિયાળામાં જ્યારે લીલી તુવેર સરસ આવે છે ત્યારે લીલી તુવેર માંથી પણ લીલી તુવેર ના ટોઠા બનાવી શકાય છે. આ વાનગી બનાવવા માટે લીલું લસણ અને લીલી ડુંગળી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ટોઠા ને બ્રેડ, બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે. આ ઉપરાંત તેની સાથે સાઇડ ડીસ તરીકે સલાડ, પાપડ અને છાશ પણ સર્વ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ શિયાળાની ઠંડી ઉડાડી દે તેવા તીખા અને સ્વાદિષ્ટ ટોઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી તુવેર ના ટોઠા મૂળ ઉત્તર ગુજરાત ના મહેસાણા ની આ વાનગી છે . આમ તો સૂકી તુવેર ના ટોઠા બનાવવામાં આવે છે . પણ શિયાળા માં લીલા શાકભાજી ખુબ સારા મળે છે ,એટલે મેં લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
લીલી તુવેર ના ટોઠા
#શિયાળાઉત્તર ગુજરાતમાં લીલી તુવેરના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે.. Himani Pankit Prajapati -
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6સૂકી તુવેર ના ટોઠા બધાજ બનાવતા હોય છે, પણ મેં આજે લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે એ પણ લીલા મસાલા સાથે. Bina Samir Telivala -
-
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2 ટોઠા એટલે આપડી ભાષામાં કહીએ તો તુવેર. ટોઠા લીલી અને સુકી તુવેર બન્ને વાપરીને બનાવી શકાય છે. આ મૂળ મહેસાણાની વાનગી છે પરંતુ હવે આને ગુજરાતના ઘરઘરમાં ખવાય છે.તુવેરના શાક સાથે કુલચા અથવા બ્રેડ સર્વ કરવાની રીત લગ્નપ્રસંગમાં ખૂબ પ્રચલિત છે. આજે મેં આ વાનગી બનાવી છે અને આપડી સીધીસાદી બધાને ભાવે એવી ગરમાગરમ રોટલી સાથે સર્વ કરી છે. મને આશા છે કે તમને બધાને આ વાનગી ગમશે. Vaishakhi Vyas -
લીલી તુવેર નાં ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM2#hathimasalaડ્રાય ખડા મસાલા રેસીપી#WLD#MBR7#Week 7સૂકી તુવેર નાં ટોઠા બનાવીયે તે રીતે લીલી તુવેર નાં ટોઠા ખુબ જ ટેસ્ટી લાગે છે અને ઘઉં ની બ્રેડ સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
ટોઠા (Totha Recipe In Gujarati)
આજે મે સૂકી તુવેરના ટોઠા બનાવ્યા છે જે મહેસાણા ના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે તો મે આજે પહેલી વખત જ બનાવ્યા છે#TT2 ટોઠા Sonal Modha -
તુવેરના ટોઠા (ઠોઠા) ઢાબા સ્ટાઈલ(Tuver Totha Recipe In Gujarati)
જેને તીખું અને ટેસ્ટી ખાવાનો શોખ હોય એમણે આ તુવેરના ટોઠા જરૂર બનાવીને ખાવા. તુવેરના ટોઠા મોટાભાગે કાઠીયાવાદ અને ઉત્તર ગુજરાતમાં હાઈ-વે પરના ઢાબાના ખુબ પ્રચલિત છે. તેને બાજરીના કે મકાઈના રોટલા, પરોઠા, નાન, રોટલી કે બ્રેડ સાથે પીરસવામાં આવે છે. તેની સાથે લીલી ડુંગળી, છાશ, ગોળ, ખાટું અથાણું અને માખણ રાખવાના આવે છે. જે ટોઠા ખાવાના આનંદમાં અનેક ઘણો વધારો કરી દે છે.લોકો કુટુંબ અને મિત્રો સાથે ફાર્મ પર ખાસ ટોઠા પાર્ટી રાખતા હોય છે.સામાન્ય રીતે ઠંડીની ઋતુમાં ટોઠા વધારે ખવાય છે. પણ વરસાદના માહોલમાં પણ ટોઠા ખાવાનો આનંદ અનેરો જ છે. તમે જરૂર બનાવજો☺️☺️👍 Iime Amit Trivedi -
તૂવેર ના ટોઠા
#કઠોળબ્રેડ સાથે જો ગરમાગરમ ટેસ્ટી અને સ્પાઈસી ટોઠા ખાવાની ખૂબ મજા આવે છે મૂળ ઉત્તર ગુજરાતની આ વાનગી હવે આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ છે. તુવેરમાં સહેજ અલગ રીતે મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઈસી ફૂડ ભાવતુ હોય તેમને તો ખૂબ જ પસંદ આવે છે. Kalpana Parmar -
રાઈસ ભેલ
#લોકડાઉન#લોકડાઉન ચાલી રહ્યું છે .આવા સમયે કોઈ પણ વસ્તુ વેસ્ટ ન થાય એ ધ્યાન માં રાખી ને જે વધ્યુ હોય એમાંથી કોઈ સ્વાદિષ્ટ વાનગી બનાવી ને બધાએ ચલાવી લેવું જોઈએ. મેં સાંજના સમયે વધેલા ભાતની ભેલ બનાવી . ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો.તમને પણ ખૂબ સારી લાગશે. Dipika Bhalla -
ટોઠા/ઠોઠા (Totha recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ6ટોઠા/ ઠોઠા એ ઉત્તર ગુજરાત ની ખાસ વાનગી છે જે પુરા ગુજરાત માં એટલી જ પ્રખ્યાત છે. લીલી ડુંગળી અને લીલા લસણ થી ભરપૂર , તીખા તમતમતા ટોઠા શિયાળા માં બહુ જ ખવાય છે. મોટા ભાગે બ્રેડ અને છાસ સાથે ખવાતા આ ટોઠા પરાઠા / રોટલા સાથે પણ સારા લાગે છે. Deepa Rupani -
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ પાલક સૂપ શિયાળા માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવે છે. આજે મે સરળ રીતે અને ઝડપથી બની જાય એવો પાલક નો પૌષ્ટિક સૂપ બનાવ્યો છે. સ્વાદિષ્ટ પણ એટલો છે કે નાના મોટા દરેક ને પસંદ આવશે. પંદર થી વીસ મિનિટ માં આ સૂપ તૈયાર થઈ જાય છે. અને સૂપ નો લીલો રંગ જોઈને જ પીવાનું મન થઇ જાય. Dipika Bhalla -
સૂકી તુવેરના ટોઠા (Dry Tuver Totha Recipe in Gujarati)
#TT2#cookpadgujarati#મહેસાણાના_પ્રખ્યાત_ટોઠા તુવેર ના ટોઠા એ ઉત્તર ગુજરાત ના મહેસાણા નુ પ્રખ્યાત સ્ટ્રીટફૂડ છે. પણ હવે ઘણા બધા શહેરો મા પણ મળે છે. સામાન્ય રીતે આ વાનગી શિયાળાની સિઝન દરમ્યાન વધુ બનાવવામાં આવે છે. આ વાનગીમાં સુકી તુવેર ના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત શિયાળામાં જ્યારે લીલી તુવેર સરસ આવે છે ત્યારે લીલી તુવેર માંથી પણ લીલી તુવેર ના ટોઠા બનાવી શકાય છે. તુવેર ના ટોઠા સૂકી તુવેર ને પલાળીને બાફી ને તેમા ડુંગળી, ટામેટા, લસણ, લીલા મરચા, આદુ, લીલુ લસણ અને સૂકા મસાલા મિક્સ કરી બનાવાય છે અને ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે બ્રેડ અને સેવ સાથે પીરસવા મા આવે છે. પરંતુ મેં આમાં લીલા લસણ નો ઉપયોગ કર્યા વગર જ એકદમ સ્વાદિષ્ટ ને મસાલેદાર તુવેર ના ટોઠા બનાવ્યા છે. આ તુવેર ના ટોઠા લીલી તુવેરમાંથી પણ બનાવી શકાય છે. બાળકો ને તો ટોઠા ખુબ જ ભાવે છે અને આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે. ટોઠા ને બ્રેડ, બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે. આ ઉપરાંત તેની સાથે સાઇડ ડીસ તરીકે સલાડ, પાપડ અને છાશ પણ સર્વ કરવામાં આવે છે. તો કોની રાહ જુવો છો શિયાળાની ઠંડી ઉડાડી દે તેવા તીખા અને સ્વાદિષ્ટ ટોઠા તમે પણ ઘરે બનાવી ને ટ્રાય કરી મોજ માણો. Daxa Parmar -
ટોઠા (Totha Recipe In Gujarati)
શિયાળામાં ખાસ બનાવાતી આ રેસિપી મૂળ ઉત્તર ગુજરાતની છે પરંતુ હવે આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ છે. તુવેરમાં સહેજ અલગ રીતે મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઈસી ફૂડ ભાવતુ હોય તેમને તો ખૂબ જ પસંદ આવે છે. ટોઠા ઘરે પણ બનાવવા ખૂબ સરળ છે.શિયાળામાં લીલી તુવર, લીલી ડુંગળી અને લીલા લસણનો ઉપયોગ કરી લાજવાબ બને છે. બ્રેડ કે કુલ્ચા સાથે ગરમાગરમ ટેસ્ટી અને સ્પાઈસી ટોઠા ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2ફ્રેન્ડસ , મહેસાણા ના ફેમસ ટોઠા એટલે સુકી તુવેર માંથી બનતું ટેસ્ટી શાક . જનરલી આ શાક ભાત, બાજરીના રોટલા, બ્રેડ સાથે સર્વ કરવા માં આવે છે. asharamparia -
તીખા ધૂધરા(tikha ghughra recipe in gujarati)
#વેસ્ટઆ જામનગર માં લોકપ્રિય વાનગી છે જે જામનગર જાય તે આ ખાઈ ને આવે છે.આ ખૂબ સ્વાદિષ્ટ વાનગી છે. Bhavini Naik -
કચોરી ચાટ (Kachori Chaat Recipe In Gujarati)
#SF ઈન્દોર નું મશહૂર સ્ટ્રીટ ફૂડ કચોરી ચાટ. આ કચોરી ના મસાલા નો સ્વાદ m.p. અને ગુજરાત નો મિક્સ છે. આ કચોરી નો મસાલો એટલો સ્વાદિષ્ટ છે કે દહીં અને ચટણીઓ વિના પણ ખાવામાં સારી લાગે છે. નાના બાળકો અને વૃદ્ધો પણ સરળતાથી ખાઈ શકે એટલું કચોરી નું પડ ખસ્ત્તા છે. આ રીતે કચોરી જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MAR મહારાષ્ટ્રીયન રેસીપી ભારત માં દરેક રાજ્ય માં પૌંવા નો ઉપયોગ જુદી જુદી રીતે થાય છે. પૌંવા નો તાજો નાસ્તો બ્રેક ફાસ્ટ માટે બનાવવામાં આવે છે. જ્યારે દસ બાર દિવસ રહી શકે એવા સૂકા નાસ્તા પણ બનાવાય છે. નાયલોન પૌંવા, કાગળ જેવા પાતળા પૌંવા, જાડા પૌંવા એમ જુદા જુદા પ્રકાર ના પૌંવા મળે છે. તાજા નાસ્તા માં વઘારેલા પૌંવા એક સારો વિકલ્પ છે. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ કાંદા પૌંવા આજે મે બનાવ્યા છે. Dipika Bhalla -
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
#MW2#Tuvertotha#Tothaશીયાળો શરું થાય એટલે ઠંડી માં તીખું તમતમતું ખાવા ની ઈચ્છા થાય. આજે મેં શીયાળા ની સ્યેશીયલ આઈટમ તુવેર ટોઠા બનાવી છે. તુવેર ટોઠા ઉત્તર ગુજરાત બનતી એક સ્પેશીયલ આઈટમ છે. ઠંડી માં બધાં ફાર્મ પર સ્પેશિયલ પ્રોગ્રામ કરે છે. કળકળતી ઠંડી માં આ ટોઠા ખાવાની બહુ મજા પડી જાય છે.આજે મેં પરફેક્ટ માપ સાથે તુવેર ટોઠા ની આ રેસિપી બનાવી છે. જે તમને અસલી તુવેર ટોઠા નો સ્વાદ આપશે. ઉત્તર ગુજરાતમાં ના ટોઠા તલના તેલમાં બને છે. મે. સીંગતેલમાં બનાવ્યા છે એમાં પણ સેમ ટેસ્ટના બને છે. Rinkal’s Kitchen -
લીલી તુવેર નાં ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10 સીઝન માં લીલી તુવેર ખુબ સરસ આવે છે.તો અહીંયા મે લીલી તુવેર નાં ટોઠા નું શાક બનાવ્યું છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (33)