પાઈનેપલ મોદક કેક (Pineapple Modak Cake Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

પાઈનેપલ મોદક કેક (Pineapple Modak Cake Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. ૧ કપમેંદો
  2. ૧/૨ કપદળેલી ખાંડ
  3. ૧/૨ કપદહીં
  4. ૧/૪ કપતેલ (sunflower)
  5. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  6. ૧/૨ ટી સ્પૂનબેકિંગ સોડા
  7. ૫-૬ ડ્રોપ પાઈનેપલ ઇમલ્સન
  8. ૧/૨ કપદૂધ
  9. ૧ ટી સ્પૂનવિનેગર
  10. ૫-૬ ટી સ્પૂન ખાંડ સીરપ (ખાંડ અને પાણી ને મિક્સ કરી ને બનાવેલું.)
  11. ૧ (૧/૨ કપ)વીપિંગ ક્રીમ
  12. ૪-૫ ડ્રોપ પાઈનેપલ ઇમલ્સન(વીપિંગ ક્રીમ મા નાખવા માટે)

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ મેંદો,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા બધું ચાળી લો.

  2. 2

    હવે એક બાઉલ ખાંડ,તેલ અને દહીં લઈ ને બધું બરાબર મિક્સ કરી લો.ત્યાર બાદ તેમાં ચાળેલા મેંદા વાળું મિશ્રણ તેમાં ઉમેરો.ત્યાર બાદ તેને હલાવી લો.હવે તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરતા જવું.ત્યાર બાદ તેમાં પાઈનેપલ ઈમલ્સન નાખવું જેથી તેમાં ફ્લેવર્સ એમ કલર બંને આવી જાય.બધું બરાબર હલાવી ને મિક્સ કરી લો.ત્યાર બાદ તેમાં વિનેગર ઉમેરો.વિનેગર નાખ્યા પછી બહુ હલાવવું નહિ.

  3. 3

    હવે આ મિશ્રણ ને એક થોડું ઊંડું હોય તેવું બાઉલ મા ડસ્ટિંગ કરી ને તેમાં રેડવું.

  4. 4

    હવે થોડી ઊંડી હોય તેવી કડાઈ ને ગેસ પર ઢાંકી ને ૫-૬ મિનિટ માટે ફાસ્ટ ગેસ પર પ્રિ હીટ કરી લો.ત્યાર બાદ તેમાં નીચે કાંઠો કે કોઈ સ્ટેન્ડ મૂકી ને તેના પર રેડી કરેલા કેક ટીન ને મૂકવું.હવે તેને ઢાંકી દો અને ધીમા ગેસ ઉપર ૩૫ થી ૪૦ મિનિટ માટે મૂકો.

  5. 5

    ત્યાર બાદ કેક થઈ જાય એટલે તેને ઠંડી થવા દો.ત્યાર પછી તેને ૩ લેયર મા કાપી લો.ઊંડું બાઉલ લીધું હોવાથી ઉપર થી મોદક જેવો જ આકાર આવશે.

  6. 6

    હવે એક બીજા બાઉલ ૧ ૧/૨ કપ વિપિંગ ક્રીમ લઈ ને તેને ઇલેક્ટ્રિક બીટર થી બીટ કરી લો.ત્યાર બાદ તેમાં પણ ૪-૫ ડ્રોપ પાઈનેપલ ઇમલ્સન નાખવું જેથી ક્રીમ લાઈટ યેલો કલર નું બને.

  7. 7

    હવે એક કેક સ્ટેન્ડ કે રોટલી વણવા નો પાટલો લો તેના ઉપર કેક બોર્ડ રાખવું.ત્યાર બાદ તેના ઉપર કેક નું એક લેયર મૂકો.હવે તેના ઉપર ખાંડ સીરપ રેડો.ત્યાર બાદ તેના ઉપર ક્રીમ નું થોડું જાડું લેયર લાગાવો.આવી રીતે વારા ફરતી ત્રણેય લેયર પર લગાવી લો.ત્યાર બાદ બાર ની સાઇડ ફરતે સીમ નું લેયર કરવું.હવે તેને ૧૫-૨૦ મિનિટ માટે ફ્રીઝ માં મૂકવું.

  8. 8

    હવે કેક ને ફ્રીઝ માંથી બાર કાઢી ને ફરીથી ક્રીમ નું થીક લેયર કરવું.જ્યારે ઉપર ની બાજુ ક્રીમ લગાવી એ ત્યારે ત્યાં થોડું વધારે ક્રીમ લગાવી ને એક ટોચ જેવું કરવું જેથી કેક નો મોદક જેવો આકાર આવી જાય.

  9. 9

    ત્યાર બાદ એક પાઇપિંગ બેગ માં એક નોઝલ લાગે ને તેમાં વિપ્પિંગ ક્રીમ ભરી ને કેક ફરતી નીચે ની બાજુ બોર્ડર કરવી. નોઝલ તમે કોઈ પણ લઈ શકો છો.મે બીજી સાદી પાતળા પોઇન્ટ વાળી નોઝલ લઈ ને તેના થી બનાવેલી કેક મા ઊભી લાઈન કરી છે જેથી કેક ને મોદક મોલ્ડ માં બનાવી હોય તેવું લાગે.

  10. 10

    તો તૈયાર છે ગણેશ જી ને પ્યારા એવા મોદક કેક સ્વરૂપે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes