ભરેલા રીંગણનું શાક (Stuffed Ringan Sabji Recipe In Gujarati)

Bindi Vora Majmudar @Bgv8686
ભરેલા રીંગણનું શાક (Stuffed Ringan Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણને ધોઈ કોરા કરી લો. તેમાં ઊભા ને આડા કાપા પાડી લો.
- 2
એક બાઉલમાં શેકેલ ચણાનો લોટ, ધાણાજીરુ, સીંગનો ભૂકો વગેરે ઉપર મુજબના બધા મસાલા લઈ બધુ સરસ મીકસ કરી લો. બનાવેલ મસાલો રીંગણમાં ભરી દો.
- 3
હવે કુકરમાં તેલ લઈ તેમાં હીંગ ને મરચુ પાઉડર નાખી ભરેલા રીંગણ મૂકી દો. જરુર મુજબ થોડું પાણી નાખી બાકીનો મસાલો નાખી સાચવીને હલાવી ઢાંકણ ઢાકી દો. બે સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો.
- 4
કુકર ઠંડુ પડે એટલે ચેક કરી લો ને ઉપરથી ધાણા છાંટી દો. તો તૈયાર છે ભરેલા રીંગણનું શાક. તેને રોટલા, પરોઠા, સલાડ, લીલી ડુંગળી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15769827






ટિપ્પણીઓ (2)