ટોઠા (Totha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરને ૮ થી ૯ કલાક પલાળી રાખવી
- 2
પછી તેને કૂકરમાં બાફી લેવી
- 3
ડુંગળી લસણ અને ટામેટાના બારીક કાપી લેવું
- 4
એક કડાઈમાં તેલ લઇ તેમાં તમાલપત્રનો વઘાર કરો
- 5
પછી તેમાં લીલી ડુંગળી લસણ અને આદુ મરચાની પેસ્ટ સાંતળવી
- 6
બરાબર સંતળાઈ જાય એટલે ટામેટા ઉમેરો
- 7
પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર ધાણાજીરૂ લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરો
- 8
બધું બરાબર એકરસ ગ્રેવી જેવું થાય એટલે તેમાં બાફેલી તુવેરને ઉમેરવી
- 9
આ મિશ્રણને થોડીવાર ઢાંકીને ચઢવા દેવું
- 10
તેલ ઉપર આવી જાય ત્યાં સુધી ગેસ ઉપર રાખવું
- 11
સ્વાદિષ્ટ ટોઠા તૈયાર તેને ભાત રોટલા કે બ્રેડ સાથે સર્વ કરવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15888990














ટિપ્પણીઓ